Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર. ૪. દિનચર્યા-પચ્ચકખાણમાં આગા.
૨૧૭
“અલેવાડેણુ વાં? – જેનાથી ભાજન ન ખરડાય, તેવાં નીતરેલાં સેવીર, છાશની આશ. વગેરે, તથા
અણુ વા" – ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ-નિર્મળ પાણી, બહલેણુ વા? – તલ, ચાવલ, વગેરેનાં વણને બહલ= ગડુલજળ કહેવાય, તેવું પાણી.
સસિથેણ વા'- સિથ એટલે દાણે – કણી, તેવા કેઈ કણીયા -દાણાવાળું પાણી, અને
અસિઘેણુ વા? – જે ઓસામણ કે ધાવણનું પાણી બહુ નીતરેલું હોય, કપડાંથી ગાળેલું હોય, તેથી જેમાં દાણે કણી ન હોય તેવું પણ તેના રજકણવાળું પાણી, એમ છ પ્રકારનાં પાણી સિવાયનાં પાણીને સિરામિક ત્યાગ કરું છું.
ચરમ (ચરિમ)= આ પચ્ચખાણના દિવસચરિમ અને ભવચરિમ એમ બે પ્રકારે છે, તેમાં ભવચરિમ પરચખાણ યાજજીવ = સુધી અને દિવસચરિમ પચ્ચક્ખાણ દિવસના અંતિમ અંશ સહિત સમગ્ર રાત્રી સુધીનું કરાય છે. તે બનેના ચાર ચાર આગારે આ પ્રમાણે છે. “દિવસચરિમં (અથવા) ભવચરિમં પચ્ચકખાઈ ચઉવિલંપિ આહાર, અસણું - પાણું – ખાઇમં–સાઇમં, અન્નત્થણાગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણું સિરઈ? એના અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે છે.
કે ગૃહસ્થને એકાસણ વગેરે બીજા સૂર્યોદય સુધીનાં હેય છે, તે પણ તેમાં વધારાના આગાને સંક્ષેપ કરવા માટે, અને સાધુઓને રાત્રિભોજન ત્યાગનું પચફખાણ જાવાજજીવનું હોય છે, તે પણ તેનું નિત્ય સ્મરણ કરવા માટે દિવસચરિમ પફખાણ સફળ છે.
ભવચરિમમાં જ્યારે મહત્તર અને સર્વસમાધિપ્રત્યય, એ બે આગારોની જરૂર ન જણાય, ત્યારે અનાગ અને સહસાકાર એ આગારે રાખવા છતાં પૂર્વે કહ્યું તેમ તે નિરાકાર પચ્ચકખાણ કહેવાય છે.
અભિગ્રહ= આ પશ્ચખાણ દંડ પ્રમાર્જન કરવું, વગેરે વિવિધ સંકેતથી કરી શકાય છે, તેમાં આગારે ચાર છે, “અભિગ્રહ પચ્ચખાઈ, અન્નત્થણુભેગેણં, સહસા ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ સિરઈ તેમાં કઈ સાધુ અધિક નિર્જરા માટે નગ્નતાને અભિગ્રહ કરી નિર્જન સ્થાને નગ્ન બેસે, ત્યારે કેઈ ગૃહસ્થ આવી ચઢે તે ચળપટ્ટો પહેરવાની જરૂર રહે, તેથી એના અભિગ્રહમાં “ચેલપકાગારેણં? એમ પાંચમે આગાર રખાય છે.
વિગઇના પરચખાણમાં આ પ્રમાણે આઠ કે નવ આગારે છે. “વિગઈઓ પચ્ચકખાઈ, અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું ગિહથસણું,