Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
રરર
ધર્મસંગ્રહ ગુરુ ભા. સદ્ધાર ગા. દર ૭. પચ્ચકખાણુનું ફળ= અનંતર અને પરંપર એમ પચ્ચખાણનાં બે ફળ છે, તેમાં પચ્ચખાણથી ૧. આશ્રવ અટકે, તેથી તૃષ્ણનો છેદ થાય, તૃષ્ણા છેદથી ૨. અતુલ ઉપશમ અને તેથી પચ્ચકખાણુ શુધિ થાય. શુદ્ધ પરચખાણથી નિશે ૩. ચારિત્ર ગુણ પ્રગટે અને તેનાથી જુનાં કર્મોની નિર્જરા થાય, નિર્જરાથી ૪. અપૂર્વકરણ ગુણ (સ્થાન) પ્રગટે અને કેવળજ્ઞાન થાય. એ કેવળજ્ઞાનાદિથી શાશ્વત સુખના ધામ રૂપ ૫. મોક્ષની પ્રાપ્તિ થાય. એ પખાણનાં ક્રમિક ફળો જાણવાં.
ગુરુવંદન અને પચ્ચકખાણનું વર્ણન પૂર્ણ થયું. પચ્ચકખાણની જેમ બીજા પણ નાના મોટા નિયમે ગુરુને વંદનાદિ વિનય કરીને લેવા અને તે દરેકમાં અનાભોગ, સહસાકાર, વગેરે ચાર આગારે રાખવા, એથી વિસ્મૃતિ વગેરેથી પચખાણ ભાગે તે પણ આલોચનાથી શુદ્ધિ થઈ શકે. આગાર રાખવા છતાં તજેલી વસ્તુને અંશ પણ ખ્યાલ પૂર્વક વાપરે, તે પચ્ચખાણ અવશ્ય ભાગે, છતાં તીવ્ર હાદિના ઉદયે પરચખાણ ભાગી જાય તે પણ આગળ ચાલુ રાખવું એ કલ્યાણને માર્ગ છે. છોડી દેવાથી આત્માનું અધઃપતન થાય છે. વળી પંચમી, ચતુર્દશી વગેરે કઈ તિથિએ તપ કરવાને નિયમ હોય અને તિથિ ભૂલી જાય, અને ખાતાં ખ્યાલ આવે તે મુખમાંથી ચીજ કાઢી નાખીને શુદ્ધ પાણીથી મુખશુદ્ધિ કરવી, તે વસ્તુ ગળવાથી નિયમ ભાગે, બાકીને સમય તપ રૂપે ગાળ. તે દિવસે પૂર્ણ ભેજન લીધા પછી તિથિને ખ્યાલ આવે તે બીજે દિવસે જ તે તપ દંડ તરીકે કરે અને તે પૂર્ણ થતાં બીજે તપ તેટલે વધારે કરે. વળી તિથિને કે કપ્ય– અકખ્ય વસ્તુને સંશય છતાં વાપરે તો પણ નિયમ ભાગે. કેઈ આગાઢ માંદગી, ભૂતાદિને વળગાડ, સર્પ દંશ, કે એવા કઈ કારણે પરવશપણુથી બેભાન દશામાં તપ કરવાના દિવસે તપ ન થાય તે પણ “સવ્વસમાહિવત્તિયાગાર” થી નિયમ ભાગે નહિ, ચાલુ તપ પણ જાય નહિ, વગેરે વિધિ શ્રાદ્ધ-વિધિ ગ્રન્થના આધારે જાણે. અહીં મૂળ ૬૨ મી ગાથા પૂર્ણ થઈ.
પચકખાણ અધિકાર સંપૂર્ણ.