Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૨૧
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચકખાણની શુદ્ધિ
૬. પચ્ચકખાણની શુધિ= ૧- સદુહણા, ૨- જાણપણું, ૩- વિનય, ૪- અનુભાષણ, પ- અનુપાલણ અને ૬- ભાવશુદ્ધિ, એ છ શુદ્ધિ કહી છે.
(૧) સદહણુ શુટિંધ- જે પરચખાણ જયારે, જે રીતે, જે વિષયમાં કરવાનું સર્વજ્ઞોએ કહ્યું છે, તેને ત્યારે, તે રીતે, તે વિષયમાં કરવાની શ્રદ્ધા.
(૨) જાણુગ શુધિ- મૂળ કે ઉત્તરગુણમાં જે જે પચ્ચખાણ કરી હોય તેનું તેનું જ્ઞાન તે.
(૩) વિનય શુધ્ધિ- ત્રણ ગુપ્તિથી ગુપ્ત આત્મા પચ્ચખાણ કરતાં ગુરુવંદન વગેરે પૂર્ણ વિનયને કરે તે.
(૪) અનુભાષણ શુદ્ધિ- બે હાથ જોડીને ગુરુ મુખે પચ્ચખ્ખાણ કરતાં ગુરુની સાથે સાથે મંદ ઉચ્ચારથી પચફખાણને પાઠ પોતે પણ બેલે તે.
(૫) અનુપાલન શુદ્ધિ- પચ્ચક્ખાણ કર્યા પછી પૂર્ણ થાય ત્યાં સુધી વાર વાર સ્મરણ કરે, અથવા અટવી, દુષ્કાળ કે તેવા અન્ય પ્રસંગે આહાર ન મળે, કે અણધાર્યો રોગ વિગેરેને મરણાન્ત ઉપસર્ગ આવે તે પણ પચફખાણને અખંડ પાળે, અને - (૬) ભાવશુદ્ધિ- રાગ કે દ્વેષને વશ થઈ પરફખાણને સમય, વસ્તુ, વગેરેમાં જૂનાધિતા કે ફેરફાર ન કરે તે.
અથવા ફાસિત, પાલિત, શધિત, તીરિત, કીર્તિત અને આરાધિત, એમ પણ શુદ્ધિના છ પ્રકારો છે, તેમાં
(૧) ફાસિત – પચ્ચક્ખાણ કરવાના સમયે વિધિ પૂર્વક પચ્ચખાણ સ્વીકારવું તે (સ્પર્શિત).
(૨) પાલિત- કરેલા પચ્ચખાણને વાર વાર યાદ કરવું તે.
(૩) રોધિત- પિતે લાવેલા આહારમાંથી ગુરુ આદિને ભક્તિ નિમિતે આપીને શેષ વધેલાથી નિર્વાહ કરે તે.
() તીરિત- પરચમ્બાણનો સમય પૂર્ણ થયા પછી પણ અમુક કાળ પછી પારવું તે.
(૫) કીર્તિત - ભજન કરતાં ભૂલ ન થાય એ કારણે કરેલા પચખાણનું સ્મરણ કરીને પછી જમવું તે. અને
(૬) આરાધિત- એ પાંચે શુદ્ધિ સાચવવી તે આરાધિત કહેવાય. આ રીતે શુદ્ધિ સાચવવાથી પચ્ચકખાણનું ફળ વિશિષ્ટ મળે છે.