Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ર૦ ૪ દિનચર્યા– ગૃહસ્થને પુત્ર પ્રત્યેનું ઔચિત્ય
૨૩૩
હોય તેટલું જ આપવું, ઘણા પુરુષ જ્યાં મળતા હોય ત્યાં અને નાટક- પ્રેક્ષણ વગેરે જાહેર સ્થાને અને રાત્રે તે ઘર બહાર જતાં રોકવી, કુશીલ કે પાખંડીઓની સોબત કરવા નહિ દેવી, ઘરનાં કાર્યોમાં સવિશેષ જોડવી, પોતાનાથી જુદી નહિ રાખવી, કારણ કે પ્રીતિ પ્રાયઃ મીલનથી ટકે છે. કહ્યું છે કે- મળવાથી, બલવાથી, પ્રશંસાથી, ઉચિત વસ્તુ વગેરે આપવાથી, અને સામાની ઈચ્છાને અનુસરવાથી, પ્રેમ નિશ્ચલ બને છે, તેથી ઉલટું ન મળવાથી, વાર વાર મળવાથી, અલાથી, મેટાઈ દેખાડવાથી કે અપમાન કરવાથી અને વિયેગથી પ્રેમ તૂટે છે.
વળી પિતાનું અપમાન સ્ત્રીને કદાપિ જણાવવું નહિ, તે ભૂલ કરે તે તેને એકાન્તમાં શિક્ષા કરવી, એમ કરતાં ગુસ્સો કરે તે તુ મનાવી લેવી, વેપાર વગેરેમાં થયેલી લાભહાનિ, કે ઘરની કઈ ગુપ્ત વાત સ્ત્રીને કહેવી નહિ, કારણ કે તુચ્છ પ્રકૃતિને કારણે તેવી વાત બીજાને જાહેર કરે અને નિરંકુશ બની જાય, માટે તેની યોગ્યતાને વિચારી જરૂર પૂરતું જ તેને મહત્વ આપવું, બધી બાબતમાં સ્ત્રીને મુખ્યતા ન આપવી, વળી તેને કુલીન, પરિણતવયવાળી પૌઢ, સુશીલ સમાન ધર્મવાળી અને નિર્દભ, એવી સ્વજનની સ્ત્રીઓ સાથે પ્રીતિ કરાવવી, તેમની સાથે ધર્મ કરવા મંદિર ઉપાશ્રયે મોકલવી, રેગ કે આપત્તિ પ્રસંગે ઉપેક્ષા ન કરતાં ઔષધાદિ કાળજીથી કરવું અને ધર્મ કાર્યોમાં સારી રીતે સહાયક થવું, ઈત્યાદિ પત્ની પ્રત્યે ઔચિત્ય કરવું.
૫-પુત્ર પ્રત્યે પિતાનું ઔચિત્ય- બાલવયમાં લાલન-પાલન કરવું અને બુદ્ધિના ગુણ જેમ જેમ ખીલે તેમ તેમ વિવિધ કલાઓનો ક્રમશઃ અભ્યાસ કરાવ, દેવ, ગુરુ, ધર્મમિત્રો અને સ્વજનેને પરિચય કરાવે, શિષ્ટ મિત્રોની મૈત્રી કરાવવી, યૌવન પામતાં વય, કુળ, શીલ, રૂપ, વગેરેથી સમાન કન્યા સાથે પરણાવ. પછી ક્રમશઃ ઘર – વ્યવહારનો ભાર સોંપી નિવૃત્ત થવું અને ગ્યતા પ્રગટતાં પુત્રને ઘરને અધિપતિ બનાવ. પુત્રના ગુણોની પ્રશંસા કદી નહિ કરવી, કઈ કારણે કરવી પડે તો પણ તેની સમક્ષ તે ન જ કરવી, કારણ કે તેથી તેને ગુણ વિકાસ અટકી જાય અને અવિનય-અભિમાન વગેરે દેશે પ્રગટે.
કહ્યું પણ છે કે “ગુરુજનની સ્તુતિ તેઓની સમક્ષ કરવી, મિત્રો અને સ્વજનની પરોક્ષમાં કરવી, નોકર-ચાકરની કામ પૂર્ણ કર્યા પછી કરવી, સ્ત્રીની પ્રશંસા મરણ પછી કરવી અને પુત્રની કદાપિ નહિ કરવી. વળી પુત્રની સમક્ષ ચોરી, જુગાર, વગેરે વ્યસનનાં કટુ ફળો તથા તેના દાન્તો કહી તેવાં મહા પાપોથી (વ્યસનથી) બચાવવા, આવક-જાવકને હિસાબ પૂર્ણ માગવે, એમ કરતાં પિતાનું ગૌરવ જળવાઈ રહે અને પુત્ર સ્વચ્છેદી ન બને, રાજસભાને પણ પરિચય કરાવે, અને અન્ય દેશના આચાર-વિચાર-વેપાર વગેરેનું સ્વરૂપ સમજાવવું. ઈત્યાદિ પુત્ર પ્રત્યે ઔચિત્ય જાણવું.