Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પચ્ચખાણ કર્યા પછીનું શ્રાવકનું કર્તવ્ય મૂ૪. “પરેશ ધવન – મરનાવિનિમ=ળY.
અત્યા થથરિતે રથને ધમર્થન તથા ધરા” અથ– તે પછી ધર્મોપદેશ સાંભળ, ગુરુને આહારાદિ આપવા નિમંત્રણ કરવું અને પછી કુચિત એગ્ય સ્થાને જઈ ધર્મ સચવાય તેમ ધન મેળવવું.
વિશેષાર્થ= ધર્મસાંભળ, વૃતાદિ સ્વીકારવાં, તેની જેમ ગુરુને આહારાદિ માટે નિમંત્રણ કરવું તે પણ ગૃહસ્થને વિશેષ ધર્મ છે. તેમાં “શ્રવણ કરે તે શ્રાવક' એ વ્યખ્યા ધર્મ સાંભળવાથી જ સાર્થક બને, માટે વિધિ પૂર્વક ધર્મ નિત્ય સાંભળ જોઈએ.
તે વિધિ શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યો છે કે
ધર્મ સાંભળતાં ગુરુથી અતિ નજીક, અતિ દૂર, ઉંચા આસને, સમ આસને, તેમની પાછળ, સાથળ ઉપર પિતાને પગ રાખીને, પલાંઠી વાળીને, પગ ઉપર પગ ચઢાવીને, બે પગ ભુજાઓથી બાંધીને કે પહોળા કરીને બેસવાથી અવિનયાદિ અશાતના થાય, માટે તે સર્વ દે ટાળીને ગુરુની સન્મુખ નીચે બેસીને, બે હાથ જોડીને, નિદ્રા વિકથા વજીને, ભક્તિબહુમાન પૂર્વક બે કાન સાંભળવામાં જોડીને ધર્મ સાંભળ.
ધર્મ શ્રવણથી અજ્ઞાનને નાશ, તને સમ્ય બેધ, એથી સંશયને ત્યાગ, ધર્મમાં દઢતા, જુગાર વગેરે અધર્મને ત્યાગ, ધર્મ રૂપી સન્માર્ગની પ્રાપ્તિ, કષાયેને ઉપશમ, વિનયાદિની સિદ્ધિ, કુસંગને ત્યાગ, સુસંગની પ્રાપ્તિ, સંસાર પ્રત્યે નિર્વેદ, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ અને તેની નિરતિચાર આરાધના વગેરે અનેક પ્રગટ લાભ થાય છે. માટે શ્રાવકે સાગ મળે ત્યારે નિત્ય ધર્મશ્રવણ કરવું.
પછી ગુરુને આહાર-પાણીનું લાભ કરવા વિનંતિ કરવી- કે હે ભગવન્! મારા પ્રત્યે કૃપા કરીને આપને સંયમમાં કપે તેવાં નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર કે ઔષધાદિ, તથા પાટ-પાટલા વગેરે ગ્રહણ કરવા કૃપા કરો! એમ સર્વ વસ્તુઓનાં નામ નિદેશ પૂર્વક વિનંતિ કરીને તેઓને ઉપયોગી વસ્તુઓનું ભકિતભાવથી દાન કરવું, એટલું જ નહિ, ચારિત્ર પાલન, શરીર સ્વસ્થતા, વગેરે પણ પૂછે, બીજી કઈ અગવડ હેય કે ઔષધાદિની, કેઈ પથ્થની, બીજી પણ જરૂર હોય તે સઘળું પૂછે. આ પ્રમાણે પૂછવાથી કર્મોની ઘણી નિર્જરા થાય છે. ઉપદેશમાલા ગા. ૧૬૬ માં કહ્યું છે કે ગુરુની સામે જવાથી, વન્દન-નમન કરવાથી, સુખશાતા કે જરૂરીઆત વગેરે પૂછવાથી દીર્ધકાળનાં બાંધેલાં પણ કર્મો ક્ષણમાં અલ્પ બની જાય છે. (વર્તમાનમાં આ વિધિ લુપ્ત થતું જાય છે તે ખુબ ખ્યાલ કરવા એચ છે.)