Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૩૦ ૪. દિનચર્યા – લેણદાર દેણદારની ફરજ
૨૨૭
૪- ભાવશુદ્ધિ ક્ષત્રિએ વગેરે ઘાતક શસ્રદિ સખનાર ક્રૂર મનુષ્યા સાથે થાડી પણ લેવડ-દેવડ કરવી નહિ, નટ વિટ વગેરે હલકા પુરુષોને ઉધાર આપવું નહિ, તેઓને નાણાંની ધીરધાર પણુ અંગઉધાર કરવી નહિ, કારણ કે નાણાં વસુલ કરતાં વૈર–વિરાધ થાય, નિર્વાહ ન થાય અને ઉધારના ધંધો કરવા પડે તે પણ સત્યવાદી-શાહુકારા સાથે કરવા, વ્યાજ પણ દેશ-કાળને અનુસારે ઉચિત લેવું કે જેથી સજ્જનામાં નિંદા ન થાય, ખીજાનું દેવું પણુ મુદ્દત પ્રમાણે આપી દેવું, કમ સચાગે ન અપાય તા પણ લેણદારને અસતાષ ન થાય તેવા મીઠા વ્યવહાર રાખવા અને થાડુ' થાડુ' પણ આપતા રહેવુ. વિશ્વાસ ભંગ થવાથી વ્યવહાર તૂટી જાય તેમ નહિ કરવું.
નીતિ શાસ્ત્ર કહે છે કે
ધર્મ કરવામાં, દેવુ... આપવામાં, કન્યાને પરણાવવામાં, આવતુ ધન લેવામાં, શત્રુતાના (વૈરના) નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવા અને રાગાદિ દૂર કરવામાં વિલંબ કરવા નહિ. આ જન્મનું બાકી રહેલુ કેવું ભવાન્તરમાં લેણુદારના ચાકર કે ઊંટ પાડા અળદ ગધેડા વિગેરેના અવતાર લઈને પણ પૂર્ણ કરવાનાં દૃષ્ટાન્તા શાસ્ત્રોમાં સભળાય છે, માટે છેવટે દેણદારની નાકરી-ચાકરી કરીને પણ દેવું પુણ્ કરવું જોઇએ.
"
જેમ દેવાદારની આ ફરજ છે, તેમ લેણદારે પણ ઔદાર્ય કેળવી દેવાદાર નિષ્ફળ હોય તા તેને ધીમે ધીમે મળે ત્યારે આપજે' વગેરે કહી આત ધ્યાનમાંથી બચાવવા જોઇએ, છેવટે ‘મારું લેણું હું ધ રૂપે તને અર્પણ કરું છું' કહીને છેડી દેવું જોઇએ, પણ લેશુદાર તરીકેના સંબંધ લાંખા કાળ રાખવા નહિ, કારણ કે અકસ્માત્ મરજી વગેરે થાય તે ભવાન્તરમાં એ સારા વૈર વગેરેનુ' કારણ અને. એ પ્રમાણે વેપારથી ધીરેલું પણ પાછુ આવવું દુષ્કર જણાય તેા ધર્માદા કરીને છેડી દેવુ જોઈએ. આ કારણે અને ત્યાં સુધી સાધર્મિકા સાથે વ્યાપાર કરવા, કે જેથી લેણુ' વસુલ ન થાય તા પણ તે ધર્મ માગે ઉપયોગી થાય. અન્ય ધનિક પ્રત્યે મત્સર ન કરવા. પ્રારબ્ધાધીન વસ્તુમાં મત્સર કરવા નિષ્ફળ છે,
વળી અનાજ, કરિયાણાં વગેરેના વેપારીએ ‘દુષ્કાળ, રોગચાળા, વગેરે થાય તેા વસ્તુ માંઘી થતાં મને ઘણી કમાણી થાય' એવી ઈચ્છા કદાપિ કરવી નહિ, કદાચ દૈવયેાગે દુષ્કાળ વગેરે થાય અને વસ્તુઓ દુલભ-માંઘી થાય તા પણ તેવી અતવાળી વસ્તુઓના વેપારની ઈચ્છા પણ કરવી નહિ. અને માંઘવારીથી, મને લાલ સારા થશે.' વગેરે સૂર વિચારશ કરવા નહિ. હંમેશા સંતાષી, ન્યાયી અને દયાળુ બનવું. ગ્રાહકોના હિતની ચિંતા કરવી, દેશ-કાળને ઉચિત નફા લેવા, પઠાણી વ્યાજ, વટાવ, વગેરે ક્રૂરતાથી મેળવેલી આજીવિકા જીવને ક્રૂર બનાવીને ધમ થી બ્રષ્ટ કરે છે. ધર્મનું મૂળ ઢચા છે, યાના પરિણામથી ન્યાય–નીતિની રક્ષા