Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪ દિનચર્યા-પચ્ચકખાણનાં આગાર
બીજે બેસી ભજન પૂર્ણ કરે તે પણ સાધુને પચ્ચખાણ ન ભાગે, ગૃહસ્થને પણ કોઈ તુચ્છનજર વાળો આવી જાય તે ઉઠીને બીજે બેસવા છતાં પચ્ચખાણ ન ભાગે.
આઉટણ પસારેણું ટૂંકું - લાંબુ કરવું, કેઈ અસહિષ્ણુ નબળા સંઘયણવાળો એકાસણ કરતાં પલાંઠી સ્થિર ન રાખી શકે, પગ થોડા ટુંકા – લાંબા કરે, તેમ કરતાં આસનથી થોડું ખસી જાય, તે પણ આ આગરથી પરચકખાણ ન ભાગે. (અહીં સમજવું કે આગારો અપવાદરૂપ હોય છે, માટે ન છૂટકે જ તેને અમલ કરાય, વાર વાર કે વિના કારણે તેમ કરે તે પચ્ચ ખાણ ભાગે.)
“ગુરૂઅભુઠાણેણું ગુરુના કારણે ઉભા થવાથી, અર્થાત્ એકાસણી કરતાં વિનય કરવા ગ્ય આચાર્ય ભગવંત કે કઈ નવા સાધુ વિહાર કરી આવે ત્યારે તેમને વિનય કરવા ઉભા થવા છતાં પચ્ચક્ખાણ ન ભાગે, કારણ કે વિનય અવશ્ય કરણીય છે.
પારિઠ્ઠાવણિયાગારેણં' પરઠવવાના આકારથી, આ આગાર સાધુ-સાધ્વીને જ છે. એમાં સર્વથા ત્યાગ કરે તે પરિસ્થાપન કહેવાય, સાધુને કઈ વાર આહાર વધી જાય, (કે તેને કપે તે ન હોય). તે પરઠવવાને પ્રસંગ આવે, ત્યારે જે સાધુને ઉપવાસાદિ પરફખાણ કરેલું હોય, તે સાધુ પણ ગુરુની અનુમતિથી તે વધેલા આહારને વાપરે, તે પણ તેનું પચ્ચફખાણ અખંડ રહે. આહારને પાઠવવામાં માટી હિંસા છે, અને અનાસક્ત ભાવે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક વાપરવામાં નિજર છે, ગૃહસ્થને વધેલું બીજાને પણ આપી શકાય છે, માટે આ આગાર તેને ઉપયોગી નથી, છતાં સૂત્રપાઠ અખંડ રાખવા આ આગાર બેલાય છે.
એકસ્થાનક = ચાલુ ભાષામાં એને એકલઠાણું કહેવાય છે. તે એકાસણું તુલ્ય છે, પણ દઢ સ્થિર આસને બેસવાનું હોવાથી તેમાં “આઉટણ પસારેણુ” સિવાય સાત આગારે કહ્યા છે. આ એકલઠાણામાં માત્ર એક હાથ અને મુખ સિવાય કોઈ અંગ હલાવાય નહિ, એ એકાસણા કરતાં તેની વિશેષતા છે. માત્ર “એગાસણું પચ્ચખાઈને બદલે “એગઠ્ઠાણું પચ્ચખાઈ” બેલવું.
“આચામામ્સ = ભાષામાં જેને આયંબિલ કહે છે, તેમાં આઠ આગારે છે. “આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણુભેગણું, સહસાગારેણં, લેવાલેણું, ગિહત્યસંસણું, ઉકિમતવિવેગેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ'
“આયંબિલ પચ્ચકખાઈ” તેમાં આચામ= રસકસ વિનાનું ઓસામણ વગેરે અને અસ્લ=સ્વાદાદિ રહિત ખાતું એવું ભેજન ભાત, અડદ, સાથ, વગેરે સ્વાદ, વિકાર કે પુષ્ટિ ન કરે તેવું લખું-સુકું જેમાં લેવાનું હોય તેને ચાલુ ભાષામાં આયંબિલ કહે છે, તેની પ્રતિજ્ઞા કરું છું. એના આઠ આગારે પૈકી પૂર્વે નહિ કહેલા.