Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. દુર વિષ્ણુયપરિહીણ, સુહુમ' વા માયર' વા, તુમ્ભે જાણુહ અહં ન યાણામિ તસ મિચ્છામિ દુકડ...'
અથ – જે કંઇ (ન્હાનુ' માટુ'), અલ્પ અપ્રીતિરૂપ કે વિરોધ અપ્રીતિરૂપ, અથવા બીજાના નિમિત્તે કે મારા નિમિત્તે, મારાથી આપના અપરાધ થયા હોય કે આપનાથી મારો અપરાધ મે” અજ્ઞાનથી માન્યા હોય, તે પાપ મિથ્યા થાએ! એમ છેલ્લા વાકય સાથે સબંધ સમજવા. હવે તેના વિષય કહે છે કે- ભાજનમાં, પાણીમાં, વિનયમાં કે વૈયાવચ્ચમાં, વળી એકવાર એલવારૂપ આલાપમાં, કે વારવાર ખાલવારૂપ સ’લાપમાં, આપનાથી ઊંચા, કે સમાન આસનના ઉપયાગ કરવામાં, વળી આપની ચાલુ વાતમાં વચ્ચે ખેલવામાં, કે વિશેષ વિવેચન કરવામાં, એમ તે તે વિષયમાં મારાથી સૂક્ષ્મ કે બાદર (નાનું કે મેટુ, અલ્પ કે ઘણું) જે કંઈ વિનય—વિરૂદ્ધ થયું હોય, તેમાં પણ આપ જેને જાણતા હે અને હું અજાણ હઊં, (અથવા આપ ન જાણતા હા અને હુ' જાણતા હાઊં, અથવા આપણે બન્ને જાણતા હોઈએ અગર આપ કે હું પણ ન જાણતા હોઊ, એમ ચારે ભાંગે થયેલ.) તે મારુ પાપ મિથ્યા થાઓ ! અથવા બીજી રીતે ‘તસ્સ મિચ્છામિ દુક્કડ'ના અર્થ અપ્રીતિ આદિ રૂપ કે અવિનયાદિ રૂપ તે મારા અપરાધો મે=મને મિથ્યા = મેાક્ષ સાધનામાં વિઘ્નરૂપ અને દુક્કડ = પાપ રૂપ છે. એમ પાપની કબૂલાતરૂપ પ્રતિક્રમણ એટલે ક્ષમાપના જાણવી.
૨૦૬
એમ અપરાધેા ખમાવીને બીજીવાર એ વન આપે. પૂર્વ કહેલાં વદનનાં આઠ કારા પૈકી આલાચના અને ક્ષમાપના માટે વ'દન કરવાનુ હોવાથી અહીં વંદન પછી આલાચના માટે ‘દેવસિય આલાઉં' અને ક્ષમાપના માટે ‘અશ્રુઠ્ઠિઓ' એ બે સૂત્રોની વ્યાખ્યા કરી.
ગુરુવંદનનું શાસ્ત્રમાં કમ` નિરા રૂપ ઘણુ' મેાટુ ફળ કહ્યું છે. વિધિ પૂર્ણાંક પચીસ આવશ્યકા સાચવીને વંદન કરવાથી આઠે કર્મા-કઠીન બધનથી બાંધેલાં શિથિલ અંધવાળાં, લાંબી સ્થિતિને બદલે ટુકી સ્થિતિવાળાં, તીવ્રરસને બદલે મંદ રસવાળાં અને ઘણા પ્રદેશને બદલે અલ્પપ્રદેશવાળાં બની જાય છે. તેથી અનાદિ અનંત સંસારમાં જીવ લાંબેા કાળ ભમતા નથી. એમ શ્રી ગૌતમસ્વામિને પ્રભુ મહાવીરે સ્વમુખે કહ્યું છે. ઉપરાંત ગુરુવંદનથી નીચ ગાત્રને તેાડીને જીવ ઉચ્ચ ગાત્રના બંધ કરે છે અને કાઈ આણા ન લેાપે તેવું વિશિષ્ટ સૌભાગ્ય, આદેય, યશ વગેરે શુભ નામકને અધ કરે છે. અહીં ગુરુવંદન અધિકાર પૂર્ણ થયા.