Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૧૦.
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારે દ્વાર ગા. દર
આગાના અભાવે ભંગ થાય તે દેષ લાગે. કહ્યું છે કે- વ્રતભંગથી દેષ મોટો લાગે છે અને છેડા (નાના) પણ પરચખાણનું અખંડ પાલન વિશેષ ગુણ કરે છે. આ લાભ-હાનિને સમજીને આગાર રાખવાનું નિધાન છે,
તે તે પચ્ચખાણમાં આગારની સંખ્યા કહી છે કે “નમુક્કારસહિતમાં બે, પૌરૂષીમાં છે, પુરિમાદ્ધમાં સાત, એકાસણમાં આઠ, એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણક્સમાં છે, દિવસચરિમ- ભવચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર અથવા પાંચ અને નિવિમાં આઠ અથવા નવ આગારો કહ્યા છે. તેમાં અપ્રાવરણ સંબંધી અભિગ્રહમાં ચોલપટ્ટાગાર સહિત પાંચ પાંચ અને શેષ અભિગ્રહમાં ચાર સમજવા. નિવિમાં જેની ખરડ બીજાને ન લાગે તેવી કડીને વિગઈના ત્યાગમાં “ઉકિખત્ત વિગ” સહિત નવ અને બાકીની દ્રવ વિગઈઓના ત્યાગમાં આઠ હોય છે. તેનું સ્વરૂપ પચ્ચક્ખાણના અર્થમાં કહીશું.
૪-૫– પચ્ચકખાણુના સૂત્રો તથા અ = ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પચ્ચકખાઇ,ચ ઊંવિલંપિ આહાર, અસણું-પાણું–ખાઈમ-સાઇમં, અન્નત્થણુંભેગણું સહસાગારેણું વોસિરઈ (એની સાથે મુઠ્ઠિસહિનું સંકેત પચખાણ કરે તે
મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિયાગારેણં’ એ બે વધવાથી ચાર થાય છે.) અર્થાત ગુરુ, સૂર્યોદયથી આ પચ્ચખાણ કરાય છે, એમ કહે, તેની સામે પરચખાણ કરનાર, પચ્ચકખામિ” અર્થાત્ હું પરચખાણ કરું છું, એમ સ્વીકાર કરે, એ રીતે ગુરુ “સિરઈ' કહે ત્યારે પચ્ચખાણ કરનાર “સિરામિ” કહી “હું સિરાવું છું' એમ સ્વીકાર કરે.
હવે શાનું પચ્ચખાણ? ચતુવિધ આહારનું, ક્યા ચાર આહારનું? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું. આ પચ્ચખાણ રાત્રીના ચોવિહારના પરફખાણને તરવા રૂપ છે, માટે રાત્રી પૂર્ણ થતાં જ આ પરફખાણને પ્રારંભ થાય છે. અને સૂર્યોદયથી એક મુહૂર્ત પછી નવકારમંત્ર ગણીને આ પચફખાણ પૂર્ણ કરાય છે, તેમાં જે કે મુહૂર્તને સમય જણાવનાર કાળવાચક શબ્દ નથી, છતાં કાળ પચ્ચખાણમાં કહેલું હોવાથી એક મુહૂર્તનું કાળમાન ઉપલક્ષણથી સમજવું. વળી કાળવાચક શબ્દ ન હોવાથી બે ત્રણ મુહૂર્ત પણ માની શકાય, પણ તેમાં માત્ર બે જ આગારે કહ્યા છે. તે ઓછામાં ઓછા કાળના સૂચક છે તેથી એક જ મુહૂર્ત સમજવું. તાત્પર્ય કે સૂર્યોદય પછી એક મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે નવકારમંત્ર ગણીને પારી શકાય, મુહૂર્ત પૂર્ણ થવા છતાં નવકાર ન ગણે, કે નવકાર ગણવા છતાં મુહૂર્ત પૂર્ણ ન થયું હોય, તે પચ્ચખાણ પૂર્ણ થયું ન ગણાય.
હવે તેમાં ત્યાગ કરાતા અશન વગેરેનું સ્વરૂપ કહે છે કે- ખાવાથી ભૂખ ભાગે તેવી વસ્તુઓને અશન કહેવાય. તૃષા ટાળવા જે પીવાય તે પાન કહેવાય. ખાવા છતાં ભૂખ ન લાગે તેવી વસ્તુઓને ખાદિમ કહેવાય અને સ્વાદ માટે વપરાતી વસ્તુઓને સ્વાદિમ કહેવાય. તેમાં