Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૦૮
ધર્મસંગ્રહ ગુ૦ ભા૦ સાદ્વાર ગા. દર
(૬) નિરાગાર પચ્ચખાણ- જેમાં (અનાગ અને સહસાગાર બે આગારે છાસ્થને આવશ્યક હોવાથી તે સિવાયના) આગારે ન હોય તે.
(૭) પરિણામકૃત પચ્ચકખાણ- જેમાં દત્તી, કવળ, ઘર કે દ્રવ્ય વગેરેની સંખ્યાનું પ્રમાણ કરાય છે.
(૮) નિરવશેષ પચ્ચકખાણ- જેમાં ચારેય પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરાય તે પ્રાયઃ મરણ સમયે સંલેખનાદિ માટે કરાતું.
(૯) સંકેત પચ્ચખાણુ– અંગુઠો, મુઠ્ઠી, ગ્રંથી, વગેરે છેડવાના સંકેતવાળું છે. આ પચ્ચખાણ અંગુઠો, મુષ્ટિ, ગ્રન્થી, ઘર, દબિંદુ, શ્વાસોચ્છવાસ, જળબિંદુ અને તિ= પ્રકાશ, એમ આઠ સંકેતવાળું કહ્યું છે. અને
(૧૦) અદ્દા પચ્ચકખાણ- સમયની જેમાં મર્યાદા કરાય તે તેના આ દશ પ્રકારો છે ૧- નમુક્કાર સહિત ૨- પૌરુષી, ૩- પુરિમાદ્ધ, ૪- એકાસન, ૫- એકલઠાણું, ૬- આયંબિલ, ૭- ઉપવાસ, ૮- દિવસચરિમં, કે ભવચરિમ, ૯- અભિગ્રહ અને ૧૦- વિકૃતિનું. એમાં જે કે એકાસણુ -એકલઠાણું, આયંબિલ, વગેરે પરિમાણ કૃત છે. તે પણ કાળ પચ્ચકણ સહિત કરાતાં હોવાથી તેને કાળ પરચખાણમાં ગણ્યાં છે, સર્વથી ઉત્તર ગુણનાં પચ્ચખાણ આ દશ જાણવાં. એમાં સંકેત અને અદ્ધા બે દરરોજ અને શેષ યથાસમય કરી શકાય છે.
૨– પચ્ચકખાણના ભાંગા= મન, વચન, અને કાયા, એ ત્રણ ગો અને કરણ, કરાવણ, અનુમોદન, એ ત્રણ કરો, એના પેગથી એક સગી વગેરે ભાંગ ત્રણ કાળને આ શ્રીને ૧૪૭ થાય. જેમકે હિંસા મનથી કરે નહિ, વચનથી કરે નહિ, કાયાથી કરે નહિ, એ એક સગી ત્રણ ભાંગા, હિંસા મન-વચનથી કરે નહિ, મન-કાયાથી કરે નહિ, વચન કાયાથી કરે નહિ, એમ દ્વિસંગી ત્રણ ભાંગ અને હિંસા મન-વચન-કાયાથી કરે નહિ એ ત્રિકસંગી એક, મળી સાત ભાંગા રૂપ એક માત્ર હિંસા નહિ કરવાની આ સપ્તભંગી થઈ. તે પ્રમાણે ૨- કરાવણની, ૩- અનમેદનની, ૪- કરણ - કરાવણની, ૫- કરણ – અનુમોદનની ૬- કરાવણ- અનુમોદનની અને ૭- કરણ– કરાવણ – અનુમોદનની, એમ કુલ સાત સપ્ત ભંગીના ૭૪૭= ૪૯ ભાંગા, થાય તે ત્રણે કાળના ગણતાં ૧૪૭ થાય. આ ભાંગાની સમજ પૂર્વક કરેલું પચ્ચખાણ શુદ્ધ કહ્યું છે.
બીજી રીતે ૧- પરચખાણ કરનાર જાણ- જાણ ગુરુ પાસે કરે, ૨- જાણ અજાણુની પાસે, કરે ૩- અજાણુ જાણુની પાસે કરે અને ૪- અજાણ અજાણુની પાસે પચ્ચખાણ કરે; તે ચતુર્ભગીમાં ત્રણ ભાંગા શુદ્ધ છે; ચોથો ભાંગ કરનાર કરાવનાર બન્ને અજ્ઞ હોવાથી