Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
બ૦ ૪. દિનચર્યા–ગુરૂ વંદન સૂત્રને અર્થ: ૩૩ આશાતનાઓ
૨૦૩
નિંદા કરૂં છું આપની સાક્ષીએ તે પાપી પર્યાયની ગહ કરું છું અને તે મારા આત્માને (પાપી પર્યાયને) અનુમોદનાના ત્યાગ દ્વારા સિરાવું છું.
એ રીતે ગુરુવંદન કરીને બીજું વંદન કરવા પુનઃ “ઈચ્છામિ ખમાસમણો” થી “સિરામિ સુધી સંપૂર્ણ પાઠ બોલે, માત્ર બીજા વંદનમાં “આવસિઆએ પાઠ વિના શેષ બધે સૂત્રપાઠ અવગ્રહમાં રહીને જ બોલે, હવે પૂર્વ સૂચિત ગુરુની તેત્રીસ આશાતનાઓ આ પ્રમાણે છે. જ ૧- માર્ગ દેખાડો કે વૃદ્ધ અંધ વગેરેને સહાય કરવી, વગેરે કારણ વિના ગુરુની આગળ ચાલે. ૨- ગુરુની બરાબર ડાબા કે જમણા પડખે ચાલે. ૩- છીંક કે શ્વાસોચ્છવાસ લાગે તેમ ગુરૂની પાછળ પણ બહુ નજીક ચાલે. એજ પ્રમાણે ૪ થી ૬ ગુરૂની આગળ, ડાબા – જમણા પડખે કે પાછળ ઉભું રહે. ૭ થી ૯ એ પ્રમાણે આગળ, ડાબા – જમણા પડખે, કે પાછળ પણ બહુ નજીક બેસે, એમ ચાલવાથી, ઉભા રહેવાથી અને બેસવાથી ત્રણ ત્રણ મળીને નવ થાય. ૧૦- સાથે સ્થડિલ ગએલો શિષ્ય ગુરૂની પહેલાં શુદ્ધિ કરે. ૧૧- કેઈ ગૃહસ્થાદિની સાથે ગુરૂને વાત કરવાની હોય, તેની પહેલાં જ પિતે વાત કરે તે પૂર્વાલાપ. ૧૨- ગુરૂની સાથે બહાર ગયેલે કે પાછો આવેલ શિષ્ય ગુરૂની પહેલાં ગમનાગમન આલેચે તે. ૧૩- ભિક્ષાની આચના કેઈ અન્યની પાસે કરીને પછી ગુરૂની સન્મુખ આલેચે તે અન્યાલચનથી. ૧૪- એજ રીતે ગુરૂની પહેલાં ગોચરી બીજાને દેખાડે તે અન્યને દેખાડવાથી. ૧૫– ગુરૂને પૂછડ્યા વિના જ અન્ય મ્હાના વગેરે સાધુને તે જે માગે તે આહારાદિ આપવાથી. ૧૬– આહારાદિની નિમંત્રણ અન્ય સાધુને કર્યા પછી ગુરૂને નિમંત્રણાથી. ૧૭– ભિક્ષામાંથી થોડું ગુરૂને આપીને શેષ ઊત્તમ દ્રવ્ય પિતે વાપરવાથી. ૧૮- રાત્રે જાગતે છતાં ગુરૂ કેણ જાગે છે?” એમ પૂછે છતાં જવાબ નહિ આપવાથી. ૧૯- એમ કઈ પણ સમયે ગુરૂ પૂછે છતાં જવાબ ન આપવાથી. ૨૦- ગુરૂ પૂછે, કે કંઈ કહે, ત્યારે સન્મુખ જઈ વિનયથી જવાબ આપવાને બદલે આસને બેઠાં કે સૂતાં જવાબ આપવાથી. ૨૧- ગુરૂ બેલાવે ત્યારે અવિનયથી શું કહે છે? એમ અનાદર પુર્વક બલવાથી. ૨૨- ગુરૂને તું તારું વગેરે તુંકારથી બેલવાથી. ૨૩- ગુરૂ કેઈ ગ્લાનાદિની સેવા કરવા કહે ત્યારે તમે કેમ કરતા નથી? મને કેમ કહે છે ? અથવા ગુરૂ આળસુ કહે ત્યારે સામે તમે આળસુ છે, વગેરે બેલે, તે તજજાતવચનથી. ૨૪- ગુરૂની સામે ઘણું કરડા, કે અતિ મોટા અવાજે બલવાથી. ૨૫- વ્યાખ્યાન કરતાં ગુરૂને “આમ છે” વગેરે કહેવાથી. ૨૬- વ્યાખ્યાન કરતાં ગુરૂની ભૂલ કાઢે, “તમે ભૂલી ગયા છે” વગેરે કહેવાથી. ર૭- ગુરૂના વ્યાખ્યાનની પ્રશંસા-અનુમોદના નહિ કરતાં ચિત્તમાં અપ્રસન્ન થવાથી. ૨૮- વ્યાખ્યાન કરતાં ગુરુની સામે “હવે સમય થઈ ગયે છે, ભિક્ષાનું કે ભણવાનું મોડું થાય છે” વગેરે કહીને સભાને તેડાવાથી. ૨૯- ગુરુની વ્યાખ્યાન સભાના શ્રોતાઓને “આ વાત હું પછી સારી રીતે