Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪. દિનચર્યા –ગુરૂવદનનાં ૩ર દાષા
૧૯૭
નિદ્રારુપ પ્રમાદ વશ હોય ત્યારે, ૪- આહાર કરતાં કે આહાર માટે તૈયાર થતા હોય ત્યારે, અને પ – સ્થાડિલ માત્રુ વગેરે નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે, એમ પાંચ પ્રસગે વંદન કરવું નહિ.
૧૩- ગુરૂની તેત્રીસ આશાતનાઓ= વંદન સૂત્રના અથ સાથે કહીશુ
૧૪- ગુરુ વંદનના બત્રીસ દાષા
(૧) અનાત દોષ- સભ્રમ કે ઉત્સુકચિત્તે વંદન કરે તે.
(૨) સ્તબ્ધ દોષ – મદ્યાન્ધતાથી કરે તેના (૧) મનથી અને કાયાથી સ્તબ્ધ, (૨) મનથી સ્તબ્ધ કાયાથી નમ્ર, (૩) મનથી નમ્ર કાયાથી સ્તબ્ધ અને (૪) મન કાયા ખન્નેથી નમ્ર, એ ચારમાં ત્રીજો અને ચાથા ભાંગે શુદ્ધ છે.
(૩) વિદુ દોષ- મન્નુરની જેમ વંદન અધૂરું મૂકી દે તે.
(૪) પરિપિડિત દોષ- ઘણા સાધુને ભેગુ. વંદન કરે, હાથ-પગને અવિધિથી ભેગા રાખી કરે, અક્ષર, પદો, સપદાઓ, વગેરેને યથાર્થ રીતે ન ખેલતાં ભેગા આવે.
(૫) ટોલગતિ દોષ- તીડની જેમ ઉંચા-નીચા ઉછળીને કરે તે.
(૬) અંકુશ દેષ- સૂતેલા, ઉભેલા કે કોઈ કાર્ય કરતા ગુરૂના કપડા વગેરે ખેંચીને આસને બેસાડી વાંદે, પોતાના આઘા, ચરવળાને અંકુશની જેમ પડી વાંદે, અથવા અંકુશથી પીડાતા હાથીની જેમ મસ્તકને ધૂણાવતા વાંદે.
(૭) કચ્છપરિંગિત દોષ – વંદન કરતાં વિના કારણે કાચખાની જેમ આગળ – પાછળ ખસલું.
(૮) મત્સ્યાન દોષ- માધ્યુ પાણીમાં આવળુ – સવળું, ઉંચુ – નીચું, ફરી જાય તેમ વનમાં ઉછળીને ઉભા થાય, પડતું મૂકી એસે, કે અન્યાન્ય સાધુને વદન કરવા તેઓની સન્મુખ ગયા વિના ત્યાંજ પાસુ ખલી વાંઢે, ઇત્યાદિ
(૯) મનઃપ્રદુષ્ટ દોષ- ગુરૂ પાતાને કે પોતાના કોઈ સંબધીને ઠપકો આપે, તેથી મનમાં દ્વેષ રાખીને વાંધે કે વડિલ છતાં ગુણુથી ન્યૂન સાધુને વાંદતાં અસૂયા કરે, ઈત્યાદિ
(૧૦) વેદિકાબદ્ધ દાષ-આવતા કરતાં બે હાથ એ ઢીંચણુ વચ્ચે ન રાખતાં ઉપર રાખે, ઢી'ચણુ નીચે રાખે, જમણા કે ડાબા કોઈ એક ઢીંચણુની આજુબાજુ રાખે, વગેરે વિવિધ
પ્રકારે.