Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૭૪
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૧
"पुक्खरवरदीवड़े, धायइसडे अ जबुदीवे अ ॥
भरहेरवयविदेहे, धम्माइगरे नमसामि ॥१॥" અર્થ-અડધે, પુષ્કરવારીપ અને આખા ધાતકીખંડ અને જંબુદ્વીપ, એ રીતે અઢીદ્વીપમાં રહેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ, એ પંદર (કર્મભૂમિક્ષેત્રોમાં શ્રુતધર્મની (ઉપલક્ષણથી ચારિત્ર ધર્મની પણ) આદિ કરનારા શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. હવે કૃતધર્મની સ્તુતિરૂપે સાતમો અધિકાર કહે છે.
"तम तिमिर पडलविद्ध-सणस्स सुरगणनरिंद-महिअस्स ॥
सीमाधरस्स वदे, पप्फोडिय - मोहजालस्स ॥२॥ અર્થ– અજ્ઞાનાદિ તમ- તિમિરના સમુહને નાશ કરનારા, દેના સમુહ તથા ચક્રવતીઓથી પૂજાએલા, ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, હેય-ઉપાદેય, ભક્ષ્ય-અભક્ષ્ય, પેચ-અપેય, વગેરેના વિભાગ-વિવેકરૂપ સીમા-મર્યાદા જેમાં કહેલી છે, તથા જેણે મેહની જાળને તોડી નાખી છે, તેથુતને હું વાંદુ છું. અહીં તમ = પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત તથા તિમિર= નિકાચિત કર્મ, અથવા તમ=અજ્ઞાન અને તિમિર= અંધારું, અથવા તે તમતિમિરરૂપ જ્ઞાનાવરણીય કર્મ, એમ સમજવું. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં મોહજન્ય રાગ-દ્વેષની જાળ ટકી શકતી નથી. પુનઃ સ્તુતિ કહે છે કે
"जाईजरामरण सोगपणासणस्स, कल्लाण पुक्खल विसाल सुहावहस्स ॥
को देवदाणवनरिंदगणच्चियस्स, धम्मस्स सारभुवलब्भकरे पमाय ॥३॥ અર્થ – જે શ્રુતજ્ઞાન જન્મ-જરા -મરણ- રેગ-શેકાદિ ઉપદ્રને સર્વથા નાશ કરનાર, કલ્યાણ એટલે મોક્ષરૂપ (પુષ્કર =) શાશ્વત અને શુદ્ધ સુખને પ્રાપ્ત કરાવનાર છે, દેવ, દાન અને રાજાઓ, અને ઈન્દોથી પુજાયું છે, એવા ઉત્તમ શ્રુતજ્ઞાનને પામીને કોણ તેમાં પ્રમાદ કરે? તેની મર્યાદાને કણ ન પાળે? પુનઃ પણ સ્તુતિ કરે છે કે
“सिध्धे भो! पयओ णमो जिणमो नदी सया स'जमे, देव' - नाग - सुवन्न किन्नरगणसभूअभावच्चिो । लोगो जत्थ पइट्रिओ जगमिण' तेलुक्कमच्चासुर',
धम्मा सद्उ सासओ विजयओ धम्मुत्तर' वढउ ॥४॥" અર્થ - હે ભવ્ય પ્રાણીઓ! (તમે જુઓ) સર્વ મમાં વ્યાપક અને ત્રિકટિ શુદ્ધ હેવાથી સિદ્ધ એવા શ્રુતજ્ઞાનને પ્રયત્નપૂર્વક હું “' = નમસ્કાર કરું છું, કારણ કે દેવ, નાગેન્દ્ર, સુવર્ણકુમાર, ગરુડ અને કિન્નર= વ્યંતર તથા ઉપલક્ષણથી તિષિદેવ, એમ