Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર. ૪ દિનચર્યા–ગુરૂવંદનનાં પચ્ચીસ આવશ્યક
બાર આવર્તે = અહે, કાર્ય, કાય એ ત્રણના બે બે અક્ષર જત્તા ભે, જવણિ અને જજસ ચ ભે, એ ત્રણના ત્રણ ત્રણ અક્ષરે લતાં, હાથથી ગુરુ ચરણે અને લલાટે સ્પર્શ કરતાં એક વંદનમાં છ થાય અને બેનાં મળી આવતેં બાર થાય. તેમાં “અ” બોલતાં ગુરુચરણના સંકલ્પથી ઘા કે ચરવળાને તથા “હ” બેલતાં લલાટે બે હાથની દેશે આંગળીથી સ્પર્શ કરે, તે એક આવર્ત, એ જ પ્રમાણે “કાયં” અને “કાય” ના પણ બે બે અક્ષરે બેલતાં દશ અંગુલીથી સ્પર્શ કરે તે બે આવર્તે, એમ કુલ ત્રણ આવર્તે થાય. પછી “જ ના ભે” પૈકી “જ” અને “ભે બોલતાં “અહો'ની જેમ ગુરુ ચરણે અને લલાટે સ્પર્શ કરે. વચ્ચેનો “ત્તા” બેલતાં અંજલી સવળી કરી વરચે જ હૃદયની સન્મુખ અટકાવવી. અર્થાત્ પહેલે અક્ષર બેલતાં અવળી અંજલીથી ઘાને અને છેલે અક્ષર બેલતાં અંજલી સવળી કરી લલાટને સ્પર્શ કરે, માત્ર ત્રણ ત્રણ અક્ષરવાળા આવર્તોનો વચ્ચેનો અક્ષર બોલતાં અંજલી સવળી કરી ઉંચે લઈ જતાં વચ્ચે જ સહેજ અટકવું. એ રીતે એક વંદનમાં છે અને બે વંદનમાં બાર આવર્તી જાણવાં. વિશેષમાં “સંફાસ” અને “ખામેમિ ખમાસમણે દેવસિય વઈકમ” એ બે બેલતાં મસ્તકથી ગુરૂચરણે (રજોહરણને) સ્પર્શ કરે.
ચારશિષ- એટલે ચાર વાર મસ્તકથી નમવું. તેમાં ઉપર કહ્યું તેમ શિષ્ય બે વાર ગુરૂ ચરણે મસ્તકથી નમે તે બે વંદનનાં ચાર શિર્ષ, એમ અન્ય આચાર્યોને મત છે. ધર્મસંગ્રહકારના મતે તો “ખામેમિ ખમાસમણો” બેલતાં શિષ્યનું એક અને તેના ઉત્તરમાં ગુરૂ પણ “અહમવિ ખામેમિ તુમ્ભ” બોલતાં શિષ્ય તરફ કંઈક મસ્તક નમાવે તે ગુરૂનું એક, એમ શિષ્ય-ગુરૂનાં મળી બે વંદનમાં ચાર શિર્ષ થાય
ત્રણ ગુપ્ત - મન-વચન-કાયાને અન્ય વ્યાપારથી રોકીને ગુરૂવંદનમાં એકાગ્ર કરવાં તે બે વંદનનાં મળીને પણ ત્રણ જ જાણવાં.
બે વાર પ્રવેશ- ગુરૂના આસનથી ચારે દિશામાં સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને ગુરૂનો અવગ્રહ કહેવાય છે, શિષ્ય ખાસ કારણે જ અનુમતિ માગીને તેમાં પ્રવેશ કરી શકાય, વંદન કરતાં ચરણસ્પર્શ કરવા શિષ્ય, “અણુજાણહ મે મિઉષ્ય” પાઠથી આ દેશ મેળવી ‘નિસાહિ” કહી અવગ્રહમાં પ્રવેશ કરે, તે પ્રવેશ બે વંદનના બે જાણવા
એક નિષ્કમણ- પ્રવેશ કરેલ શિષ્ય આવર્તે પૂરા થતાં “આવસહિઆએ કહી અવગ્રહની બહાર નીકળે, તે પ્રથમ વંદનમાં એક નિષ્ક્રમણ જાણવું. બીજા વંદનમાં નિષ્ક્રમણ નથી, માટે “વસહિઆએ” શબ્દ બોલવાનું નથી. જો કે બીજું વંદન સંપૂર્ણ થયા પછી નીકળવાનું તે હોય છે, પણ તે વન્દનને કારણે નીકળતું નથી, તેથી નિષ્ક્રમણ એક જ કહ્યું છે. એમ (૨+૧+૧૨+૪+૩+૨+૧=) પચીસ આવશ્યક જાણવાં.