Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૯૦
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. દર
એ રીતે સાંજે, પણ ઈરિ પ્રતિક્રમણ કરી, ખમા દઈ, ચૈત્યવંદ, કરી, ખમા પૂર્વક આદેશ માગી, દેવસિ મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ આપી દિવસચરિમ વગેરે સાંજનું પચ્ચખાણ કરવું. પુનઃ બે વાંઝણ દઈ ઈચ્છોસદિભગવ દેવસિયં આલેઉ ? વગેરે કહી
જે મે દેવસિઓ૦” વગેરે સવસવિ૦ સુધી કહી દેવસિક આલોચનારૂપ લઘુ પ્રતિક્રમણ કરવું. પછી બે વાંદણ દઈને દેવસિઅ-અભુઠ્ઠિઓ કહી ગુરૂને ખમાવી ચાર ખમાપૂર્વક ભગવાન હ” વગેરેથી ચારને ભવંદન કરવું. પછી આદેશ માગવાપૂર્વક દેવસિક પ્રાયશ્ચિનને એકસે શ્વાસે શ્વાસને કાઉ૦ કરી છેલ્લે સજઝાયના બે દેશ માગી સઝાય કહેવી. સાંજનું પ્રતિ પણ સકારણ માંડલીમાં નહિ કરનારને આ વિધિ પ્રતિ- કર્યા પહેલાં ગુરૂની પાસે કરે. (બન્ને વિધિમાં પ્રત્યેક આદેશ પૂર્વે ખમાસમણ દેવું અને પછી “ઈચ્છ' કહી સ્વીકાર કરે.)
આ દ્વાદશાવર્ત વદનમાં કરવાનાં ૧૮ સ્થાને કહીએ છીએ (ભાષ્યમાં ૪૨ સ્થાને છે, પણ કેટલાંક દ્વારા અધિક કહેલાં હોવાથી તે પણ બરાબર છે.) ૧- પચીસ મુહપત્તિનાં સ્થાન, ૨- પચીસ શરીરનાં સ્થાન, ૩- પચીસ આવશ્યકે, ૪- શિષ્યના છ પ્રશ્નો, ૫ગુરૂના છ ઉત્તરે. – ગુરુવંદનના છ ગુણો, ૭- પાંચ વંદનીય, ૮- પાંચ અવંદનીય, ૯પાંચ ઉદાહરણે, ૧૦- એક અવગ્રહ, ન- પાંચ નામો, ૧૨- પાંચ નિષેધ, ૧૩- ગુરૂની તેત્રીસ આશાતનાઓ, ૧૪- ગુરુ વંદનના બત્રીસ દે, ૧૫- આઠ કારણો અને ૧૬- છ દોષ, એમ કુલ સેળ દ્વારથી એક અઠાણું સ્થાને અહીં કહીશું તેમાં પ્રથમ
- ૧. મુહપત્તિનાં પચીસ સ્થાન = એક દષ્ટિપડિલેહણ, છ પ્રસ્ફોટક, નવ અખોડા અને નવ પકોડા, તેમાં બે ઢીંચણે ઉભા રાખી તેની વચ્ચે બે કેણું રાખી ઉભડક આસને બેસી મુહપત્તિ પડિલેહવી, તેમાં પ્રથમ મુહપત્તિને કીનારીવાળા ભાગથી બે હાથની તર્જની અને અંગુઠા વડે પહોળી સન્મુખ પકડીને હૃષ્ટિથી જોવી, પછી જમણું હાથને છેડે ડાબા હાથે અને ડાબા હાથને છેડો જમણા હાથે પકડાય તેમ પાસું બદલી પુનઃ બીજું પાસું જેવું, એમ આ દ્રષ્ટિ પડિલેહણ કરતાં “સૂત્ર અર્થ તત્ત્વ કરી સહુ' એમ ચિંતવવું. પછી દ્રષ્ટિ પડિલેહણા કરતાં સન્મુખ પકડેલી મુહપત્તિને ડાબા હાથે પકડેલે ભાગ ત્રણ વાર નચાવ – ખંખેર - ઊંચ-નીચે કરે, તેને ત્રણ પ્રર્ફોટક (અથવા પુરિમે) કહેવાય છે, તે કરતી વખતે “સમક્તિાહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય પરિહ” એમ ચિંતવવું. પછી જમણા હાથે પકડેલે ભાગ ત્રણ વાર નચાવે. આ બીજાં ત્રણ પ્રસ્કેટકે કરતાં “કામ રાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરુ” એમ ચિંતવવું.
પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર વિસ્તારી તેનાં બે પડ થાય તેમ વચ્ચેથી કીનારીવાળે ભાગ જમણા હાથે અને તેની સામે ભાગ ડાબા હાથે પકડી સન્મુખ રાખી ગડીવાળો