Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૭ ૩ શ્રાવકનાં પાંચમા વ્રતનાં અતિચાર
૧૨૧
અસંતેષથી કૃત્રિમ સાધનો દ્વારા કુચેષ્ટા કરવી તે પણ અનંગક્રીડા. વળી ગુહ્યપ્રદેશ સિવાયનાં અંગે તે અનંગ કહેવાય, તેથી સ્તન, મુખ વગેરેની કુચેષ્ટા તે પણ અનંગ કીડા, એમ તીવ્ર વેદેદયથી વિવિધ કુચેષ્ટા કરવી તે સર્વ અનંગક્રીડા અતિચાર જાણ.
૫. તીવ્રરાગ અતિચાર- ભેગના અતિરાગથી ચકલાની જેમ વારવાર મિથુન સેવવું, શક્તિ સંચય માટે વાજીકરણ કરવું, વિવિધ ઔષધ – રસાયણ ખાવાં, વગેરે અતિચાર છે. તત્વથી તેવી પ્રવૃત્તિ મૈથુનરૂપ છતાં સ્પષ્ટ મિથુન નથી, તેથી ભંગાભંગરૂપ અતિચાર. એમ સ્વદારા સંતોષીને પાંચ અને પરસ્ત્રી ત્યાગી ને ત્રણ અતિચારે ઘટે, છતાં અન્ય આચાર્યો પરદાર - ત્યાગીને પાંચ અને સ્વદારા સંતોષીને ત્રણ, સ્ત્રીને પણ અપેક્ષાએ ત્રણ અથવા પાંચ અતિચાર લાગે, એમ કહે છે. (તે મોટા ભાષાન્તર વગેરેથી જાણવું.) હવે પાંચમા વ્રતના અતિચારો કહે છે કે
મૂત્ર-ધનધાનં ત્રિશાસ્તુ, ણ – રા' જ છે .
गोमानुष्यादि कुप्य चेत्येषां सख्या व्यतिक्रमाः ॥१७॥ અર્થાત ધન-ધાન્ય, ક્ષેત્ર-મકાન, રૂપું-નું, પશુ- મનુષ્ય, વગેરે અને કુખ્ય (શેષ રાચ-રચિવું) એ પાંચેની વ્રતમાં ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન કરવું તે પાંચમાં વ્રતનાં પાંચ અતિચારો છે.
અહીં પાંચ અતિચારો કહેવાના હોવાથી નવવિધ પરિગ્રહના પાંચ ભાગ જણાવ્યાં છે. જેમકે
૧. જાયફળ, ફેફળ વગેરે ગણીને લેવાય – દેવાય તે ગણિમ, તેલીને દેવાય તે કંકુ, ગોળ, વગેરે ધરિમ, માપીને અપાય તે અનાજ વગેરે મેય, અને પરીક્ષા કરીને લેવાય દેવાય તે પારિ છે, એમ ચાર પ્રકારનું ધન તથા શાસ્ત્રોક્ત ચોવીશ કે સત્તર પ્રકારનું ઘઉં, ખા, અડદ વગેરે ધાન્ય, તે બેને એક પરિગ્રહ.
૨. જ્યાં કૂવા, વાવ, વગેરેના પાણીથી પાક થાય તે સેતુ, વરસાદથી પાક થાય તે કેતુ અને ઉભયથી પાક પાકે તે સેતુ-કેતુ, એમ ત્રણ પ્રકારનાં ક્ષેત્રે તથા ઘર-હાટ વગેરે મકાને તે વાસ્તુ, તેમાં જમીનમાં ભેંયરું તે ખાત, જમીન ઉપરનું મકાન તે ઉસ્કૃિત અને ભયરા યુક્ત મકાન તે ખાતેરિ છૂત કહેવાય. રાજાને પણ ગામ-નગર વગેરે વાસ્તુ, એમ ક્ષેત્ર અને વાસ્તુને એક પરિગ્રહ.
૩. ઘડેલું કે અણઘડ રૂ૫ –સનું, તે બન્નેને એક પરિગ્રહ.
૪. પુત્ર, સ્ત્રી, નેકર, દાસ, દાસી, પિપટ, વગેરે સર્વ બે પગવાળાં તથા ગાય, ભેંસ, ઘોડો, ઊંટ વગેરે સર્વ ચાર પગવાળાં, તે બેને એક પરિગ્રહ.