Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૭૦
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સરકાર ગા. ૬૧
હતો તેમ, તેઓની ભાવિ ભાવજિન અવસ્થાને નમસ્કાર કરી શકાય. દ્રવ્ય જિનને વંદનરૂપ ઉત્કૃષ્ટ દેવવંદનમાં આ બીજો અધિકાર જાણ.
પછી ઉભા થઈ પગથી જિનમુદ્રા અને હાથથી ગમુદ્રા કરીને, સ્થાપના જિનના વંદના માટે “અરિહંત ચેઈઆણું” સૂત્ર બોલવું. આ સૂત્રનું શાસ્ત્રીય નામ ચિત્યસ્તવ છે. ઉપર કહ્યા તે ભાવજિનની મૂર્તિ-ચિત્રપટ-વગેરે આકારને સ્થાપનાજિન એટલે અરિહંત જાણવાં. તેમાં અંતઃકરણ એટલે ચિત્ત, અને તેને ભાવ કે કાર્ય તે ચૈત્ય. જિનપ્રતિમા પણ ચિત્તમાં સમાધિભાવને પ્રગટાવે છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરીને પ્રતિમાને પણ ચિત્ય કહેવાય છે. તેની આરાધનાને કાઉસ્સગ્ન કરવા માટે “અરિહંત ચેઈચાણું કરેમિ કાઉસ્સગ્ગજ એટલે અરિહંતની પ્રતિમાને ઉદેશીને કાર્યોત્સર્ગ કરું છું. પછી “વંદભુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ અને નિવસગવત્તિયાએ એટલે વંદન, પૂજન, સત્કાર, સન્માન, બેધિલાભ અને નિરુપસર્ગ, એ છને (વરિયાએ એટલે) માટે કાઉ૦ કરું છું. તેમાં
મન વચન કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ તે વંદન, ગંધ- વાસ, પુષ્પ વગેરેથી અર્ચા તે પૂજન, વસ્ત્રો આભરણ વગેરેની ભેટ તે સત્કાર, સ્તુતિ-સ્તવનાદિ કરવું કે માનસિક પ્રીતિ કરવી તે સન્માન, અરિહંત કથિત ધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ, અને મોક્ષરુપ સર્વથા ઉપસર્ગને અભાવ તે નિરૂપસર્ગ, પ્રભુને વંદન, પૂજન, વગેરે કરવાથી થતે લાભ મને આ કાઉસ્સગથી થાઓ! એમ અર્થ જાણવે. તેમાં પણ બેધિલાભ માટે વન્દન- પૂજન - સત્કાર અને સન્માન તથા નિરૂપસર્ગ (મોક્ષ) માટે બેધિલાભ, એમ પરસ્પર હેતુ-હેતુ મત્ સંબંધ જાણો. અહીં સાધુને વન્દન-પૂજનને દ્રવ્યસ્તવરૂપે નિષેધ હોવાથી અને શ્રાવકને તે પ્રગટ રીતે વન્દન- પૂજન કરી શકાતાં હોવાથી કાર્યોત્સર્ગ શા માટે કરે? વગેરે વિસ્તૃત ચર્ચા માટે મૂળ ભાષાન્તર પૃ. ૪૨૬- ૨૭ જેવાં.
હવે કાઉસ્સગ્નમાં હેતુઓ કહે છે કે “સદ્ધાએ, મેહાએ, પીઈએ, ધારણાઓ, અણુપેહાએ' અર્થાત્ શ્રદ્ધાવડે, મેધા વડે, ધીરજ વડે, ધારણ વડે અને અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ્ન કરું છું. તેમાં –
ચિત્તને નિર્મળ કરનારી તસ્વરુચિ શ્રદ્ધા, શાસ્ત્રને સમજવામાં કુશળ, પુણ્ય-પાપ વગેરેને વિવેક જણાવનારી, જ્ઞાનાવરણીયાદિ કર્મોના પક્ષમાંથી પ્રગટેલી બુદ્ધિ તે મેધા, રાગદ્વેષાદિની વ્યાકૂળતા રહિત ચિત્તસમાધિ તે ધૃતિ, અને શ્રીઅરિહંતાદિના ગુણોનું મરણ તે ધારણા. આ ચારેનું વિશેષણ વાણીએ એટલે વૃદ્ધિ પામતી, અર્થાત્ ઉત્તરોત્તર વધતી શ્રદ્ધા, મેધા, ધૃતિ અને ધારણા વડે કામિ કાઉસ્સગું, એટલે કાત્સર્ગમાં રહું છું-સ્થિર થાઉં છું.