Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૪. દિનચર્યા–લેગસ્સ સૂત્રને અર્થ
૧૭૧
શ્રદ્ધા વગેરેને પરસ્પર (શ્રદ્ધાનું કાર્ય મેધા, મેધાનું કાર્ય વૃતિ, અને ધૃતિનું કાર્ય ધારણું, એમ) કાર્ય-કારણભાવ સંબંધ છે. વૃદ્ધિમાં પણ પૂર્વ પૂર્વની વૃદ્ધિથી ઉત્તર ઉત્તરની વૃદ્ધિ થાય છે. આ સૂત્રની પછી અન્નત્થ સૂત્ર બોલાય છે, માટે બન્નેની મળીને સંપદાઓ આઠ છે, તેનાં આદિપદો ૧- અરિહંત, ૨-વંદણ, ૩- શ્રદ્ધા, ૪- અન્નત્થ, પ- સુહુમ, ૬- એવ, ૭- જાવ અને ૮- તાવ છે. કુલ પદે તેતાલીસ અને વર્ણો (સ્વર) બત્રીસ છે. (ભાષ્યમાં વણે રર કહ્યા છે અને ગણનાથી પણ ૮૯+૧૪૦=૨૨૯ થાય છે.)
સંપદાઓનાં નામ અનુક્રમે ૧- અભ્યપગમ ૨- નિમિત્ત, ૩- હેતુ, ૪- એકવચનાન આગારે, ૫- બહુવચનાન્ત આગા રે, ૬- આગંતુક આગારે, ૭- કાર્યોત્સર્ગની અવધિ, અને ૮- કાસર્ગનું સ્વરૂપ. એ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ ચિત્યવંદનમાં સ્થાપના જિનની સ્તવનારૂપ આ ત્રીજો અધિકાર જાણવો. અહીં કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરે.
ચૈત્યવંદન કરનાર એક જ હોય તો કાઉસ્સગ પારીને, ભગવાનની સામે ચૈત્યવંદન કરતે હોય તે ભગવાનની સ્તુતિ કહે અને ઘણા હોય તે એક જણ પ્રથમ પારીને સ્તુતિ કહે, બીજા કાઉસ્સગ મુદ્રાથી સાંભળે અને સ્તુતિ કહ્યા પછી બધા પારે.
પછી વર્તમાન અવસર્પિણીમાં અને આ ભરતક્ષેત્રમાં થયેલા હોવાથી કાળ અને ક્ષેત્રથી નિકટના ઉપકારી શ્રી ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની, નામ કીર્તનદ્વારા સ્તુતિરૂપ નામસ્તવદંડક અથવા ચતુર્વિશતિસ્તવ, અપરનામ લેગસ્સ સૂત્ર કહે છે.
“અર7 ડોગરે, ધતિથ નિને
રિતે ઉત્તરઉચ્ચાર પિ વી શા ” અર્થ- અરિહંતે કિન્નઈટ્સ= અરિહંતેનું નામ ઉચ્ચારણ પૂર્વક કીર્તન કરીશ. તેમાં પણ ભાવતીર્થકરેની સ્તુતિ કરવા, કેવલી = કેવળજ્ઞાનીઓ, તે પણ ચઉઠ્ઠીસં = સંખ્યાથી
વીસ અને અપિ એટલે બીજા પણ તેમના અતિશયે કહે છે કે લોકને ઉદ્યોત કરનારા= પંચાસ્તિકાયમય લેકને (અને ઉપલક્ષણથી અલકને) પોતાના કેવળજ્ઞાનરૂપ દીપક વડે ઉદ્યોત = પ્રકાશ કરનારા. આ વિશેષણથી તેઓને જ્ઞાનાતિશય કહ્યો. વળી ધમપ્રધાન તીર્થના કરનારા= અન્ય દર્શનકારે નદીઓ વગેરેને તીર્થ માની, આત્માને નિર્મળકરવા તેમાં સ્નાનાદિ કરે છે તેનું અને શાક વગેરે જે અધર્મતીને સ્થાપ્યાં છે, તે સર્વને પરિહાર કરવા આ વિશેષણ છે, તથા અરિહંતે સંસારસમુદ્રથી તારવા બાર પર્ષદાઓમાં સર્વ છે, સ્વ સ્વ ભાષામાં સમજે તેવી-પાંત્રીસ ગુણયુક્ત વાણીથી ઉપદેશ આપે છે અને ત્રણે લોકના દેવે સમવસરણની રચના કરે, અતિશયે પ્રગટાવે, વગેરે તેમની ભક્તિ કરે છે, એમ આ વિશેષણથી તેઓને વચનાતિશય અને પૂજાતિશય જાણવો. હવે અપાયાપગમાતિશય