Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મસંહ ગુભાવ સારોદ્ધાર ગા. પ૩
કોલસાને વેપાર કે કોન્ટ્રાકટ, બેચલરોમાં કોલસા પૂરવાની નોકરી, ગ્યાસતેલ, ઈલેકિટ્રકનાં સાધને, છાણાં, ઈન્દણાં, પેટ્રોમિક્ષ, દીવાસળી, વગેરે સર્વવ્યાપાર અંગારકર્મ જાણો.
ર. વનકમ જીવિકા કાપેલાં નહિ કાપેલાં જંગલે, તેનાં વૃક્ષ, લાકડાં, પાંદડાં, પુષ્પ, ફળ, કંદ, મૂળીયાં, ઘાસ, વાંસડા વગેરે કપાવવાં કે વેચવાં, અનાજ દળવાં, દળાવવાં, ખાંડવા, ખંડાવવાં, જંગલોને પાણી પાવું, ઉછેરવાં, વગેરે તથા ગશાસ્ત્રમાં તે બગીચા, વાડીઓ, શાકભાજી, દાતણ વગેરે વાવવાં, ઉછેરવાં, વેચવાં, કઠોળની દાળો બનાવવી, ડાંગર ખાંડવી કે તેની ફેકટરીઓ ચલાવવી, વગેરે વનસ્પતિકાયની મોટી વિરાધનાનાં સર્વ કાર્યોને વનકર્મજીવિકા કહી છે.
૩. અનઃ કમજીવિકા- અનસ એટલે ગાડું, તેનાં અંગે ઘૂંસરી, પૈડાં વગેરે અને ઉપલક્ષણથી સીગ્રામ, ટ્રામ, મોટર, રીક્ષા, સાઇકલ, સ્કૂટર, વિમાન તથા રેલ્વેનાં સાધને, વગેરેને વ્યાપાર કરે અગર ઘડવાં-ઘડાવવાં, ફેરવવા વગેરે વ્યાપારથી બળદ, ઘોડા, ઊંટ વગેરે નિરૂપયેગી બનતાં કતલખાને જાય અને જેમાં છકાયની મોટી હિંસા થાય તેવી છવિકા.
૪. ભાટીકમજીવિકા- ગાડાં, બળદ, ઊંટ, પાડા, ખચ્ચર, ગધેડાં વગેરે કે મોટર વગેરે સર્વ યાંત્રિક સાધનથી ભાડાં ઉપજાવી આજીવિકા મેળવવી.
૫. ટકકમજીવિકા- પૃથ્વી – પર્વૉ વગેરે તેડવા, જેમ કે- કૂવા-વાવ ખેદવાખોદાવવાં, જમીન ખેડવી-ખેડાવવી, ખીણોમાંથી પત્થર વગેરે કાઢવા - કઢાવવા અને ઉપલક્ષણથી ધાતુઓની, પત્થરોની, માટીની વગેરે ખાણે બદલી-દાવવી, કેરોસીન, પેટ્રોલ વગેરેના કૂવા તથા બેરિગો-પપ વગેરે માટે ખોદવું-ખોદાવવું, વગેરે સર્વ ફેટકકમ કહ્યું છે.
એ પાંચ ખરકર્મો કહ્યાં. હવે પાંચ પાપવ્યાપાર કહે છે
૧. દાંતને વ્યાપાર- હાથીદાંત, હાડકાં તથા ઉપલક્ષણથી ઘૂવડ વગેરેના નખ, હંસ વગેરેનાં રૂવાટાં, ચિત્તા વગેરેનાં ચામડાં, ચમરી ગાયના પૂછ-ચામર તથા શિંગડાં, જળાશયના શંખ, છીપ, કેડા -કસ્તુરી વગેરે સર્વ ત્રસજીવોના અવયથી બનતી વસ્તુ ત્યાં જઈ ખરીદવી કે તે હિંસક ભિલ્લાદિ સાથે સાટું કરવું, વગેરેમાં સીધી હિંસાની પ્રેરણા લેવાથી મહાપાપ કહ્યું છે, ગોરેચન, અંબર, શાબરશિંગ, હરણસિંગ વગેરે તેની ઉત્પત્તિ સ્થાનેથી ખરીદવાં તે પણ દન્તવાણિજ્યમાં ગણાયઃ (અન્ય સ્થળેથી તૈયાર વસ્તુ લેવા વેચવામાં કર્માદાન ગણાતું નથી.)
૨. લાખને વ્યાપાર– અહીં લાખ અને ઉપલક્ષણથી જેમાં ઘણી હિંસા થાય તે દારુ બનાવવા માટેનાં ઘાતકી વૃક્ષની છાલ- ફૂલ વગેરે, ગળી, મનશીલ, વાલેપ, ફટકડી, પડે પાંદડી, સાબુ-ટંકણખાર વગેરે સઘળા ખારે, તથા હડતાલ, અત્તર, ભાંગ, ગાંજો, ચડસ,