Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૪૦ ૩ સાત ક્ષેત્રનુ વર્ણન
૧૩૭
ઇત્યાદિ આગમની ભક્તિસેવા કરવી જોઇએ. કહ્યું છે કે જે મનુષ્યા આગમને લખાવે છે તે દુર્ગતિને, મૂંગાપણાને, જડતાને અંધાપાને કે મંદબુદ્ધિપણાને પામતા નથી. વળી આગમને જે ભણે છે, ભણાવે છે અને ભણનારની વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરેથી ભક્તિ કરે છે. તે પરપરાએ સજ્ઞ બને છે. માટે પુસ્તક લખાવવાં ગીતા સવગી ગુરુને વ્યાખ્યાન માટે આપવાં, સાંભળવાં અને સાંભળતાં હમેશાં સેાના – રૂપા – માતી રત્ના વગેરેથી પૂજન કરવું, એ સર્વ આગમ – ક્ષેત્રમાં ધનનુ વાવેતર કરીને ધર્મ કમાવવાના ઉપાય છે.
૪. સાધુ – જિનાજ્ઞા પ્રમાણે જે ચારિત્રનું યથાશય પણ ઊત્તમ પાલન કરે છે તે સંસારથી સ્વયં તરે છે અને બીજાને તારે છે, તે શ્રી તીર્થંકરા, ગણુધરા, વગેરેથી માંડીને આજે દીક્ષિત થયેલ માત્ર સામાયિક ચારિત્રવાળા પણુ સાધુને સમાપયાગી આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરે આપવું. તેમાં પણ જે કાળે જયાં જે દુ^ભ હોય તેનુ દાન કરવું અને પોતાનાં ચેાગ્ય સતાનાને પણ વહેારાવવાં. સર્વ રીતે તેઓને સંયમ આરાધનાની સગવડ સામગ્રી આપવી અને જિનાગમના દ્વેષી તથા સાધુના નિંદકને અટકાવવા વગેરે સાધુ ક્ષેત્રમાં ધન વાવેતરના ઉપાચા છે.
૫. સાધ્વી – સાધુની જેમ જ્ઞાનાદ્દિગુણ યુક્ત સથ્વીની પણ સર્વ પ્રકારે ભક્તિ કરવી, વિશેષમાં દુરાચારીએ નાસ્તિકા વગેરેથી તેઓનું રક્ષણ કરવું. શકય હોય ત્યાં સુધી ઉપાશ્રય પણ પાતાના ઘર પાસે, મહેાલ્લામાં સુરક્ષિત, પરિમિત દ્વારવાળા આપવા, પાતાની સ્ત્રીએ દ્વારા સેવા કરાવવી, પુત્રીઓને તેમની પાસે રાખવી અને દીક્ષા લેવા ઈચ્છે તેા દીક્ષા પણ આપાવવી કોઇ સાધ્વી શિથિલ હોય કે ઉન્માર્ગે જવાના સંભવ જણાય તેા હિત બુદ્ધિથી વારવાર સમજાવીને સ્થીર કરવી. જરૂર જણાય તેા (પૂજ્ય ભાવે) કઠાર વચનેથી સમજાવવી, વગેરે સયમને ઉચિત તેમની સેવા સવિશેષ કરવી. એમ નહિ માનવું કે નિઃસત્વતા, દુઃશીલતાં વગેરે હાવાથી સ્ત્રીની મુક્તિ થાય નહિ, તે તેને સાધુની તુલ્ય કેમ મનાય? કારણકે વસ્તુતઃ સ્ત્રીએ પણ એકાન્તે સર્વ નિઃસત્વ કે દુઃશીલ હાતી નથી. ગૃહવાસ છેાડીને સચમને અખંડ પાળનારાં આર્યા ખાહ્મી, સુંદરી, વગેરે મહાસાત્વિક હતાં, એમ રાજીમતી, ચંદનબાળા, મૃગાવતી, વગેરે શીલ અને સત્વથી પ્રભાવક બની મેાક્ષને પામ્યાં છે, તથા સીતાજી વગેરે અનેક સતીઓના શીયળના મહિમા, તેનું રક્ષણુ, રાજવૈભવ સહિત પતિ – પુત્રાદિનો ત્યાગ, દીક્ષાના સ્વીકાર, વગેરે શાસ્ત્ર અને લોકમાં પસિદ્ધ છે. અલબત્ત, સ્ત્રીવેદના અંધ મિથ્યાત્વના ઉદયે થાય છે, કિન્તુ પુરુષની જેમ સ્ત્રીને પણ મિથ્યાત્વના ક્ષયાપશમ વગેરે થવાથી તે સમકિતને પામે છે અને ઉત્તરોત્તર તે તે કર્માંના હ્રાસથી તેને જ્ઞાનાદિ ગુણાની વૃદ્ધિ અને અ ંતે માક્ષ પણ થાય છે. પ્રત્યેક તીર્થંકરાનાં હારા સાધ્વીએ મુકિતને પામ્યા છે. હા, સ્ત્રીઓને મિથ્યાત્વ વગેરે પાપકર્મના ઉદય કાયમ રહેતા હોય તે તેની મુક્તિ ન થાય, પશુ તેમ નથી. સીએ પણ જિનવચનને જાણે છે, સષ્ઠે છે અને નિરતિચાર પાળે પણ છે,