Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્ધાર ગા. ૧
દર્શન કરનારની દૃષ્ટિ અને મન પ્રથમ મૂળનાયક ઉપર પડતા હાવાથી તેની પૂજા સર્વ પ્રથમ અને સર્વશ્રેષ્ઠ કરવી જોઇએ.
૧૫૬
પ્રશ્ન- બધા જિનેશ્વરા સમાન છતાં એકની પૂજા પહેલી, બીજાઓના પછી, એકની વિશિષ્ટ, ખીજાઓની સામાન્ય, એમ ભેદ કરવાથી સ્વામી-સેવકભાવ વગેરે આશાતના કેમ ન થાય?
ઉત્તર – આઠ પ્રાતિહાર્યાદિ સર્વના પરિવાર સમાન જોવાથી જ્ઞાનીને મન સ્વામીસેવકભાવ ન લાગે, કારણ કે વ્યવહારથી જેને પ્રથમ પ્રતિષ્ઠિત કર્યો તે મૂળનાયક ગણાય, તેથી ખીજાઓનુ` નાયકપણું મટી ન જાય, એક મૂળનાયકને વિશેષ વંદન – પૂજન કે નૈવેદ્યાદિની ભેટ કરે તેમાં આશાતના નથી પણ ઔચિત્ય છે. જેમ માટી વગેરેની પ્રતિમાને કેવળ પુષ્પાદિ પૂજા કરે અને સુવર્ણ –પાષાણુ વગેરેની પ્રતિમાને સ્નાન – વિલેપનાદિ કરે, જેનું કલ્યાણક હોય તેની તે દિવસે વિશેષ પૂજા કરે અને બીજાની સામાન્ય કરે તે ઔચિત્ય છે, તેમ મૂળનાચકની સવિશેષ પૂજાદિ કરવી તે પણ ઔચિત્ય છે, બીજાની અવજ્ઞા નથી.
તત્વથી પૂજા પરમાત્માને માટે નથી પશુ પૂજાને શુભભાવ પ્રગટાવવા અને ખીજા બુદ્ધિમતાને બાધ-સન્માન–સદ્ભાવ પ્રગટાવવા માટે છે. કોઈ ભવ્યાત્મા મદિરની સુદરતાથી કોઇ મૂર્તિની ભવ્યતાથી, કોઈ આંગીના આડ ંખરથી તા કોઇ ઉપદેશ શ્રવણથી બેધ પામે છે, માટે મૂળનાચકની પૂજા વિશિષ્ટ કરવી તે યાગ્ય જ છે, વગેરે સાધપ્રકરમાં જણાવેલું છે.
વિસ્તાર પૂર્વક (માટી) પૂજા ભણાવે ત્યારે દરેક પૂજા પ્રસંગે અને પ દિવસામાં તે અવશ્ય સ્નાત્ર મહોત્સવ કરવા, તેમાં ત્રણ, પાંચ, કે સાત કુસુમાંજલીની ભેટ કરવી. આપ્રકારની સ્નાત્રવિધિ યોગશાસ્ત્ર-શ્રાદ્ધવિધિ આદિથામાં કહ્યો છે કે-સવારે પહેલુ નિર્માલ્ય ઉતારી પ્રક્ષાલ કરી સક્ષિપ્ત પૂજા કરે, આરતિ–મ‘ગળદીપક ઉતારે,
પુનઃ સ્નાત્રપૂજા પૂર્વક માટી પૂજા ભણાવતાં પ્રભુની સન્મુખ કુંકુમ સહિત કેસરમિશ્રિત જળના કળશ સ્થાપે, પછી સ્નાત્રવિધિમાં જણાવ્યા પ્રમાણે આભરણુ – અલંકાર ઉતારીને પ્રતિમાને સ્નાત્ર પીઠ ઉપર પધરાવીને તેમની સામે ધૂપેલા અને સુગંધી સ્નાત્રજળ ભરેલા કળશે શ્રેણિબદ્ધ સ્થાપે. પછી કુસુમાંજલીનાં કાવ્યા ખેલવા પૂર્વી પ્રભુને ચરણે કુસુમાંજલિ ચઢાવે – અર્પણ કરે, ત્યારે દરેક વખતે તિલક કરવુ', પુષ્પ- પત્રો ચઢાવવાં, ધૂપ ઉખેવવા, વગેરે પશુ કરવું સ્નાત્રને પાઠ મધુર સ્વરથી ખેલવા, પ્રાન્તે ઘી, શેરડીરસ, દૂધ, દહિં અને સુગધિજળ એ પ‘ચામૃતથી સર્વ સ્નાત્રકારોએ અભિષેક કરવા, અભિષેક મસ્તક ઉપર ચઢાવેલા પુષ્પ ઉપર કરવા. વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિનાં કથન મુજબ સ્નાત્ર પૂર્ણ થતાં સુધી પ્રભુના મસ્તકે પુષ્પા રાખવાં અને તેના આંતરે મસ્તકે અભિષેક કરવા. અભિષેક કરતાં ચામર, સ’ગીત, વાજિંત્રો વગેરે યથાશકય આડંબર કરવા. અને છેલ્લે પચામૃતની શુદ્ધિ માટે નિર્મળ જળની ધારા