Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૩૮
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૫૯
વગેરે શાસ્ત્રવચનેથી તથા બનેલા પ્રસંગોથી પણ સિદ્ધ થાય છે, તે મિથ્યા વિરેાધ કેમ કરાય? માટે સાધુની જેમ સાધ્વી ક્ષેત્રમાં પણ શ્રાવકે ધનને ખર્ચવું - વાવવું તે ઊચિત જ છે.
૬. શ્રાવક- સાધર્મિકના સમાગમથી પણ વિશિષ્ટ પુણ્ય બંધાય છે. તો તેઓની સેવાનું તે કહેવું જ શું? માટે સાધર્મિક ભક્તિ કરવાના ઉદ્દેશથી પોતાના પુત્રાદિના જન્મદિવસે કે લગ્નપ્રસંગે સાધર્મિકોને નિમંત્રણ કરીને ઉત્તમ ભેજન, ફળ, તંબળ તથા વસ્ત્રાદિની પહેરામણ આપવી, સંકટમાં ફસેલાને સંકટ દૂર કરીને, નિર્ધન બનેલાને ધન આપીને, ધર્મશ્રદ્ધામાં શિથિલ બનેલાને પુનઃ ધર્મમાં સ્થિર કરીને અને પ્રમાદીને વારંવાર ધર્મની પ્રેરણા કરીને, એમ વિવિધ રીતે ભક્તિ કરીને તથા વિશેષ ધર્મ આરાધના માટે પદ્મશાલાદિ બનાવી આપીને, એમ વિવિધ પ્રકારે શ્રાવકની સેવામાં ધનનું વાવેતર કરવું.
૭. શ્રાવિકાતેઓની પણ શ્રાવકની જેમ ન્યૂનતા વિના વિવિધ ભક્તિ કરવી. શીલ-સંતોષવાળી, જ્ઞાન-દર્શન-ચારિત્રવાળી, જિનશાસનમાં અનુરાગવાળી, સધવા કે વિધવા, કુમારી કે વૃદ્ધા, સર્વની ભકિત સાધર્મિકતાના સંબંધથી કરવી. લૌકિક અને લેકોત્તર શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઘણું દષની ખાણ કહી છે, તથાપિ સર્વસ્ત્રીઓ દોષથી ભરેલી હોતી નથી. પુરુષોમાં પણ નાસ્તિક, કૂર, ઘાતકી, ધર્મના દ્રોહી, દેવ-ગુર્વાદિના નિદક, વગેરે ઘણા દોષવાળા હોય છે, તેથી સર્વ પુરુષે શ્રેષ્ઠ હોતા નથી, તેમ સ્ત્રીઓમાં પણ સર્વસ્ત્રીઓ દુષ્ટ હોતી નથી. કેટલીક પુણ્યવંતી સ્ત્રીઓ તે ત્રણ જગતમાં પૂજ્ય શ્રી તીર્થકરે, ગણધરે જેવાં નરરત્નને જન્મ આપનારી પૂજ્ય છે અને શિયળના પ્રભાવે અગ્નિને શીતલ, સપને પુષ્પમાળ, જળને સ્થાને સ્થળ અને વિષને પણ અમૃતે બનાવનારી કેટલીય સતીઓનાં પ્રાતઃસ્મરણીય નામ પ્રસિદ્ધ છે. સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણ તીર્થકર દેવેએ, ગણુધરેએ અને સ્વર્ગમાં દેવે એ પણ ગાયાં છે. તેમના દ્રઢશીલની પરીક્ષા દેએ પણ કરી છે અને તેથી કેટલાય મિથ્યાત્વ તજી સમકિતી પણ બન્યા છે માટે વય પ્રમાણે માતા, બહેન, કે પુત્રીની જેમ સ્ત્રીઓનું પણ વાત્સલ્ય કરવું જોઈએ. એમ શ્રાવિકા ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવું.
વળી સાતક્ષેત્રની જેમ દીન-દુઃખીઆઓની પણ કરૂણા કરી અનકંપ બુદ્ધિથી તેઓને પણ ધન-ભજન-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવું તે શ્રાવકને વિશેષ ધર્મ છે. સાત ક્ષેત્રોમાં પૂજ્ય ભાવથી, ભક્તિથી અને દીનાદિને તે કેવળ કરૂણાથી પાત્રાપાત્રનો કે કથ્ય અકથ્યને વિવેક પણ કર્યા વિના દાન કરવું. શ્રી તીર્થકરદે પણ કરૂણાથી પાત્રાપાત્રની અપેક્ષા વિના જ વાર્ષિક દાન આપે છે તે શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
ધર્મનું શ્રવણ કરે તે શ્રાવક અથવા શ્રદ્ધા – વિવેક અને ક્રિયા કરે તે શ્રાવક” એવી સામાન્ય કરણીવાળા ને પણ શાસ્ત્રોમાં શ્રાવક કહ્યું છે. તો આ સમકિતપૂર્વક બારે વ્રતનું