Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સદ્ધાર ગા. ૫૯
વળી કૃપખનન ન્યાયે જિનમંદિર બંધવવામાં અશુભ કર્મબંધ થતો નથી, પણ પુણ્યબંધ જ થાય છે. કારણ કે ત્યાં સંધ ભેગો થાય, ધર્મકરણી કરે, વગેરે અત્મકલ્યાણનું કારણ બને છે.
કરૂણાભાવે છકાય જીવોના રક્ષણની (ધર્મની) ભાવનાથી જિનમંદિર વગેરે બંધાવનારને વિરાધના થતી નથી. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે “ધર્મભાવનાવાળો શાસ્ત્રવિધિ મુજબ જયણાથી સાવદ્ય પ્રવૃત્તિ કરે છતાં નિશ્ચયનયથી તેને કર્મનિર્જરા થાય છે. એમ આગમના જ્ઞાતા પરમષિઓનું મંતવ્ય છે.”
૩. જિનાગમ- આગમશાસ્ત્રો અનાદિ મેહની વાસનાનો નાશ કરનાર, ધર્મ-અધર્મ, કર્તવ્ય-અકર્તવ્ય, ભઠ્ય-અભક્ષ્ય, પેચ-અપેચ, ય-અચ, સાર-અસાર, વગેરેને વિવેક કરાવનાર, ઘોર અંધકારમાં દીપક, સંસાર સમુદ્રમાં દ્વીપ, મભૂમિમાં કલ્પવૃક્ષ તુલ્ય અને તારક તો જે દેવ-ગુર્વાદિ તેને ઓળખાવનાર છે. શ્રી હેમચંદ્રાચાર્યભગવંત કહે છે કે
હે પ્રભે! જેની શ્રદ્ધાથી આપનું પરમાત્માપણું ઓળખાયું, તે કુવાસનારૂપ મેલને નાશ કરનારા તમારા શાસનને (આગમને) નમસ્કાર થાઓ.”
તત્ત્વથી તે જેને જિનાગમ પ્રત્યે બહુમાન હોય તેનું જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનું બહુમાન સાચું છે. એટલું જ નહિ, કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનની પ્રમાણિક્તા અધિક છે, તેથી કેવળીભગવંત પણ છદ્મસ્થ શ્રુત જ્ઞાનીને ઉપયોગ પૂર્વક લાવેલે આહાર અશુદ્ધ હોય તો પણ વાપરે છે. વધારે શું? શ્રુતજ્ઞાનનું એક વચન પણ ભવ્યજીવોને પાર ઊતારવા સમર્થ છે. એક માત્ર સામાયિક પદથી પણ અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. રેગીને પથ્ય ન રૂચે તેમ મિથ્યાત્વરેગ વાળાને ન રૂચે તે પણ જિનાગમ વિના સાચા સુખનો ઉપાય બતાવનાર કોઈ જ નથી, માટે કલ્યાણની ભાવનાવાળાએ આદરપૂર્વક જિનવચનની શ્રદ્ધા કરવી જોઈએ. લઘુકમી છ જ આગમનો આદર કરી શકે છે. બીજાઓને તે સાંભળતાં પણ કાનમાં શૂળની જેમ દુઃખ થાય છે, તેથી અમૃતરૂપ છતાં તેઓને ઝેરરૂપ બને છે. ખરેખર આ જિનવચન ન હોત તે અનાથ જગતની શી દશા હોત? આશ્ચર્ય તો એ છે કે આગમને નહિ માનનારા પણ છદ્મસ્થ એવા રાગી- દ્વેષી, સ્વાથી વગેરેનું કહ્યું માની લે છે, વિરેચન માટે હરડે ખાવી” એ વચનથી હરડે લેતાં રેચ લાગે છે, તેટલા માત્રથી સમગ્ર વૈધકને સાચું માનનાર પણ જેમાં કહેલાં આત્મિક શાંતિ તથા અધ્યાત્મિક વિકાસનાં ઉપાયે આજે પણ અનુભવ સિદ્ધ છે, તે જિનવચનને સાચું માની શક્તિ નથી.
દુષમકાળના પ્રભાવે ઉત્તરોત્તર બુદ્ધિની મંદતા વગેરે વિચારીને શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી નાગાર્જુન વગેરે પૂર્વાચાર્યોએ આગમને પુસ્તકારૂઢ કરી આપણા સુધી પહોંચાડયું છે. તે આગમને લખાવવું, વસ્ત્ર, સુવર્ણ, મતી. રત્ન વગેરેથી પૂછે તેનું ગૌરવ વધારવું,
૨૯. દયાથી ઓપરેશન કરનાર ડોકટર વગેરે ક્રૂર નહિ પણ ઉપકારી મનાય છે, તેમ