Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૨૯
સામાન્ય રીતે પોતાના કે પારકા કોઈ પણ પદાર્થમાં મમતાને – મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. શાસ્ત્રમાં ગૃહસ્થ જીવનમાં જરૂરી સર્વ પદાર્થોની ધન્ય-ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રીખ, સુવ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ્ય, એ નવ પ્રકારોમાં ગણના કરી છે. તેનુ વિશેષ સ્વરૂપ ત્રતાના અતિચારાના વર્ણનમાં કહીશું. દશવૈકાલિક નિયુક્તિમાં પરિગ્રહના ધાન્ય, રત્ને, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ્દ, અને કુષ્ય, એમ મૂળ છ પ્રકાશ જણાવી તેના ઉત્તર ભેદો ચાસઠ કહ્યા છે. તે પણ આ નવવિધ પરિગ્રહમાં અતભૂત ચનાથી અને વ્યાખ્યાએ તત્ત્વથી સમાન છે.
૮૬
નવે પ્રકારોની મમતા કે જેનું કોઈ પ્રમાણ જ નથી, તેનું પ્રમાણ એટલે કે ‘અમુક વસ્તુ અમુક પ્રમાણથી અધિક ન રાખવી' એવી મર્યાદા કરવી તે સ્થૂલ પરિગ્રહ વિરમણુવ્રત જાણુવું. સ મૂર્છાનેા સથા ત્યાગ સાધુ જીવનમાં જ થઈ શકે. ગૃહસ્થને તે અશકય હોવાથી મર્યાદિત ત્યાગ કરી ઇચ્છાનું પરિમાણુ કરી શકે.
પ્રશ્ન – વત માનમાં સોંપત્તિ થાડી હોય અને પ્રમાણ અધિક કરે તેા ત્યાગને ખલે મમતા વધે છતાં તેને વ્રત કેમ કહેવાય ?
ઉત્તર – સ`પત્તિ અલ્પ છતાં જીવને ઇચ્છા આકાશતુલ્ય અનતી હોય છે, એ ઇચ્છાથી કમ બધાય છે. ઇચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી તેટલેા ક્રમ ખબ એછેા થાય. એ માટે લાભ છે. હ્યું છે કે- જેમ જેમ લાભ ઘટે તેમ તેમ પરિગ્રહ આરભ પણ ઘટે. તેથી સંતાષનું સુખ જેટલુ` વધે તેટલી ધમની સિદ્ધિ થાય, સંતાષ એ જ સાચુ' સુખ છે, કહ્યું છે કે- દેહના સાર આરોગ્ય, ધર્મના સાર સત્ય, વિદ્યાના સાર તત્ત્વનિશ્ચય અને સુખને સાર (મૂળ) સાષ છે.
આ વ્રતની આરાધનાથી આ ભવમાં સંતાષનુ નિષ્કલંક સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશકીર્તિ વગેરે અને પરભવમાં ધનાઢ્ય મનુષ્યભવ કે શ્રેષ્ઠ દૈવભવ, અને પર પરાયે સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય અને વ્રત નહિ સ્વીકારવાથી કે સ્વીકારવા છતાં અમર્યાદિત લાભને વશ પાપા કરવાથી દદ્રિતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિમાં જન્મ અને દીક્રાલ સંસારમાં રખડવુ પડે છે. કહ્યું છે કે- મહાઆરંભ–પરિહગ્રહથી વિવિધ પાપા કરીને જીવ નારકીમાં વારવાર ઉપજે છે.
તત્ત્વથી મૂર્છા-મમતા એ પરિગ્રહ (પાપ) છે. નિમમ આત્માને પરિગ્રહ નથી. સાધુ સચમ રક્ષા માટે ઉપકરણા અને લજ્જાને કારણે વચ્ચેના પરિભાગ કરવા છતાં મૂર્છાના અભાવે અપરિગ્રહી છે. ભગવાને મુર્છાને પરિગ્રહ કહ્યો છે.
કહ્યું છે કે- વસ્ત્ર આભરણા કે અલ કારોથી ભૂષિત છતાં જેને મમતા ન હોય તે અપરિગ્રહી છે અને મમતાવાન નગ્ન (દરિદ્ર) પણ પરિગ્રહી છે. જીવ લાભને વશ ધન મેળવવા જમીન ખોદે, ચારી કરે, ધનને જમીનમાં દાટે, ચારાઈ જવાના ભયે ઊજાગરા કરે,