Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૩, શ્રાવકનાં આઠમા વ્રતનું સ્વરૂપ
૧૦૫
૪. પ્રમાદાચરણ- સુરાપાન, વિષયભોગ, કષા, નિદ્રા અને વિજ્યા, એ પાંચ પ્રમાદે પાપરૂપ છે. યેગશાસ્ત્રમાં કહ્યું છે કે કુતૂહલથી ગીતશ્રવણ કરવું, નાચ, નાટક કે સરકસાદિ જોવું, તે સર્વ પ્રમાદાચરણ છે. જિનયાત્રાદિ ધર્મ મહોત્સવમાં કે લગ્નાદિ પ્રસંગે ઔચિત્યરૂપે કરવું તે કર્તવ્યરૂપ છે. કામશાસ્ત્ર ભણવું, તેમાં કહેલી કામચેષ્ટાનું વારંવાર પરિશીલન કરવું, આસક્તિ કરવી, જુગાર- સુરાપાન-શિકાર-ચોરી વગેરે પાપ વ્યસને સેવવાં, વાવડી તળાવ ફુવારા વગેરે જળાશયમાં વિનેદ માટે જળક્રીડા કરવી, પાણીની પીચકારી છાંટવી, વૃક્ષના હિંચકાથી હિંચવું, કે પુષ્પપત્ર તેડવાં, ઈત્યાદિ તથા વિદથી પશુ-પક્ષીઓને લડાવવાં, યુદ્ધ જેવાં, શત્રુના સંતાનો સાથે વૈર રાખવું, રાગ-દ્વેષથી શુભાશુભ ભજનની, દેશ-રાષ્ટ્ર કે ગામ નગરની, રાજાની કે રાજ્યની અને સ્ત્રીઓની કે તેના અંગોપાંગની, એમ ચાર પ્રકારની વિકથા કરવી તથા શ્રમ કે રોગાદિ કારણ વિના ઘણી નિદ્રા કરવી, વગેરે સઘળું પ્રમાદાચરણ અનર્થદંડ છે.
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે- કામ-વિલાસની ચેષ્ટા કરવી, મેટેથી હસવું, થુકવું, ઊંઘવું, કલહ કરે, કે ચોરીની, સેવનની, વગેરે વાત કરવી, તથા જિનમંદિરમાં કોઈ પ્રકારે ખાવું-પીવું વગેરે સર્વ પ્રમાદરૂપ આશાતના છે.
ઉપરાંત ઘી, તેલ, છાશ, દૂધ, દહીં, પાણી, વગેરે અણુઢાંક્યાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં લીલા ઘાસ ઉપર, કીડી વગેરેનાં નગરોવાળી છવાકુળ ભૂમિ ઉપર, કે નિર્જીવ પણ ભૂમિને જોયા વિના ચાલવું, વસ્તુ લેતાં મૂકતાં જેવું કે પ્રમાજવું નહિ, વિના કારણ સચિત્ત અનાજ વગેરે ઉપર બેસવું, ઉભા રહેવું, જવાકૂળ જમીનમાં ગરમ ઓસામણ કે પાણી વગેરે ફેંકવું, જ્યણ કર્યા વિના બારી બારણાં બંધ કરવાં-ઊઘાડવાં, નિષ્ણ જન પત્ર ફળ ફૂલાદિ તેડવાં, અગ્નિ સળગાવે, પશુઓને મારવા, નિષ્ફર-મર્મવેધક શબ્દ બલવા, હાંસી-નિદા કરવી, એ સર્વ પ્રમાદાચરણ છે.
રાત્રે સ્નાન, માથું ગૂંથવું, રાંધવું, દળવું, ખાંડવું, છેદવું, માટી મસળવી, લીંપવું, વસ્ત્રો વાં, પાણી ગાળવુ, તથા દિવસે પણ એ સર્વ અજયણાથી કરવું તે સર્વ પ્રમાદાચરણ છે. શ્લેષ્મ- બળખા કે મળ-મૂત્રાદિ વિના કારણે રાખી મૂકવી કે ઉઘાડાં રાખવાં, રસોઈ વગેરેનું પ્રયેાજન પત્યા પછી પણ અગ્નિ સળગતે રાખ, કે અણુઢાંક રાખ, ચૂલા વગેરે ઉપર ચંદ્રવા બાંધવા નહિ, એ સર્વ પ્રમાદાચરણ છે.
અગ્નિ બુઝવવામાં અગ્નિકાયની હિંસા છે, પણ નિષ્કારણ સળગતે રાખવામાં અધિક હિંસા છે. એમ શ્રી ભગવતીજીમાં કહ્યું છે. બળતણ શેધ્યા વિના, અનાજ સાફ કર્યા વિના અને પાણી ગાળ્યા વિના વાપરવું, તે પણ પ્રમાદાચરણ છે.