Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૬
ધમસંગ્રહ ગુરુ ભા૦ સાદ્વાર ગ. ૪૩
૨. અક્રિયાવાદી– તેઓ નાસ્તિક છે, તેમના મતે સર્વદા એક સ્વરૂપે સ્થિર હોય તે સત્ કહેવાય, ક્રિયાથી વસ્તુનું સ્વરૂપ ખંડિત થાય, માટે સમાં ક્રિયા ન ઘટે. તેથી ક્રિયા, કર્તા, વગેરે સર્વ અસત્ છે. તેમાં કેટલાક પુણ્ય-પાપ સિવાયનાં સાત તને સ્વરૂપે અસત્ અને કેટલાક પરરૂપે અસત્ માને છે, તેથી ૭ ૮ ૨ = ૧૪ ભેદે થાય. (નિત્યાનિત્ય તેમના મતે ઘટે નહિ.) તથા તેઓમાં ઈશ્વરવાદી વગેરે ઉપર કહ્યા તે પાંચ, અને કેટલાક ચદરછાવાદી (એટલે કાર્યકારણ ભાવને નહિ માનનારા) ૧૪ x ૬ = ૮૪ ભેદ થાય.
૩. અજ્ઞાનવાદી- તેમના મતે ક્રિયા કરવા છતાં જેમ જડને કર્મબંધ નથી થતા, તેમ જીવ પણ જ્ઞાન-ઈરાદા – સમજણ વિના ક્રિયા કરે તે કર્મબંધ વગેરે ન થાય, માટે અજ્ઞાન ઉપાદેય છે. તેઓ પણ જીવાદિ નવતને સત્વ, અસત્વ, સદસત્વ, સદવાણ્યત્વ, અસદવાચ્યત્વ અને સદ્દ–અસદ્દ–અવાચ્યત્વ એ સાત ભાંગાથી માને, તેથી ૯ x ૭ = ૬૩ અને ઉત્પત્તિને માનનારાના સત્વ વગેરે ચાર જ ભાંગા હોવાથી કુલ ૬૭ ભેદો થાય.
૪. વિનયવાદી- તેઓ સાધુ વેષ, આચાર કે શાસ્ત્રો વગેરેને નિરર્થક માને, માત્ર વિનયથી જ કલ્યાણ માને છે. દે, રાજા, જ્ઞાતિજન, યતિઓ, વૃદ્ધો, દીનદુખીયા, માતા અને પિતા, એ આઠને મન-વચન-કાયાથી વિનય તથા દેશકાલને ઉચિત દાનથી તેઓ કલ્યાણ માનનારા હોવાથી ૮ ૪ ૪ = ૩૨ ભેદ થાય, એમ કુલ ૩૬૩ પાખંડીઓ પિતાના મત સિવાય સર્વને અસત્ય માને છે, આ હકીકત અજેને પણ માને છે, વગેરે વિશેષ વર્ણન મોટા ભાષાન્તર વગેરેથી જાણી લેવું. હવે પહેલા વ્રતના અતિચારો કહે છે.
मूल-वधो बन्धश्छविच्छेदोऽतिभारारोपण क्रुधः ।
भक्तपानव्यवच्छेदोऽतिचाराः प्रथमव्रते ॥४३॥ અર્થાત ક્રોધથી વધ, બંધ, છવિ છેદ કરવા, અતિભાર ઉપડાવ તથા આહાર- પાણી ન આપવાં. એમ પહેલા વ્રતમાં પાંચ અતિચારે થાય. તેમાં–
૧. વધ- ધવશ બીજાને લાકડી વગેરેથી માર મારે. તેમાં ગૃહસ્થને, અવિનીત પરિવાર કે પશુઓને સકારણ મારવાં પડે તો અતિચાર નથી.
૨. બંધ- ધવશ બંધનથી બાંધવા. ૩. છવિચ્છેદ- ચામડી કે નાક, કાન વગેરે અવયવોને ધવશ કાપવા. ૪. ઉપડી કે ખેંચી ન શકે તેટલે અધિક ભાર ઉપડાવવો ખેંચાવો અને પ. મનુયને કે પશુને આહાર-પાણી ન આપવા ભૂખ્યા-તરસ્યાં રાખવાં.