Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૩ શાકવનાં સાતમા વ્રતનુ` સ્વરૂપ
૯૯
સાતમા વ્રતમાં ચૌદ નિયમા વગેરેના નિરતિચાર પાલન માટે શ્રાદ્ધવિધિમાં કહેલી સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુઓને સારી રીતે સમજવી જોઇએ. તેમાં કહ્યું કે- પ્રાયઃ સઘળા ધાન્યા, ધાણા, જીરું, અજમા, વિરયાલી, સવા, રાઈ તથા ખસખસ, વગેરે કરિયાણા, સર્વ લીલા ફળ, પાંદડાં, લવણ, ખારી, ખારા, રાતા સિંધવ અને રાતા સ`ચળ, ઊસ વગેરે સં અકૃત્રિમ ખાર, માટી, ખડી, રમચી-ગેરુ અને લીલા દાંતણ એ સર્વાં વ્યવહાર નથી સચિત્ત ગણાય છે.
ભીજાવેલા આખા ધાન્યના દાણા તથા કઠોળની દાળા પણ કાઈ કાઇ નખી સહિત હોવાથી મિશ્ર છે, વળી ખાર દીધા વિના, બાફ્યા વિના, કે રેતી વિના સેકેલા ધાન્ય (ધાણી) મિશ્ર છે. ખાર દીધા વિના ખાંડેલા તલ તથા સેકેલા આળા, પાંખ, ખી (કણસલા ) ચાળા – મગ વગેરેની શિંગ, સેકેલી પાપડી, માત્ર ચૂલે વઘારેલાં કાચાં – પાકાં શાક સચિત્ત ખીજ સાથેનાં પાકા ફળા, દરેક મિશ્ર ગણાય છે. તલસાંકળી બનાવી તે દિવસે મિશ્ર કહી છે. રસેાઇ કે પડમાં તલ નાખી બનાવેલી રોટલી વગેરે એ ઘડી પછી અચિત્ત થાય. તલ થાડા અને ગોળ ઘણા નાખીને મહારાષ્ટ્ર – માળવા વગેરેમાં બનાવે છે તે તલસાંકળી તે દિવસે પણ અચિત્ત ગણી છે. વૃક્ષથી તત્કાળ ઊતારેલા ગૂંદર, લાખ, છાલ તથા શેરડી, લિબુ વગેરેના તાજા રસા, તું પીલેલા તલ – સરસવ વગેરેનાં તેલ, તુત ખીજરહિત કરેલાં કાપાં, શિ’ગડાં, સોપારી, કે પાકાં ફળેા, અને વાટેલાં જીરુ, અજમા વગેરે સર્વે વ્યવહારથી બે ઘડી સુધી મિશ્ર ગણાય. પ્રમળ અગ્નિ વિના તપાવેલા – સેકેલા પદાર્થો પણ બે ઘડી મિશ્ર ગણાય છે. પ્રમાણયુક્ત સાકર, ખાર, કે રાખાડી મેળવેલુ પાણી પણ એ ઘડી સુધી મિશ્ર કહ્યું છે. કાચાં કળા, શાક, અનાજ તથા મીઠું વગેરે પણ ઝીણાં વાટવા છતાં. પ્રખળ અગ્નિ વિના અચિત્ત થાય નહિ. એમ સર્વ પદાર્થો માટે અચિત્ત કર્યા પછી પણ એ બ્રડી મિશ્રપણું જાણવું.
સા ચેાજન દૂરથી પાઠ-ગાડાં વગેરે દ્વારા આવેલી હરડે, ખારેક, કીસમીસ, કાળીદ્રાક્ષ, ખજુર, કાળાં ધોળાં મરી, પીપર, જાયફળ, બદામ, વાચમ, અખરોટ, મિજ, પીસ્તાં, ચણુકખાવા તથા સફેદ સિંધવ, સાજીખાર મીડલવણ વગેરે ક્ષા, સર્વ કૃત્રિમ ક્ષારા, કુંભારની પરિકર્મિત માટી, એલચી, લવિંગ, જાવ ત્રી, સૂકી માથ, કાકણી કેળાં, ઉકાળેલાં શિંગોડાં, ચીકણી સેાપારી, વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે.
બૃહત્કલ્પમાં ૧૯૭૩ વગેરે છ ગાથાઓમાં કહ્યું છે કે- મીડલવણુ, સાજીખાર, વિગેરે
વિશ્વના સઘળા વ્યવહારા જેમ શ્રધ્ધાથી ચાલે છે, તેમ આગમાક્ત શ્રધ્ધાગમ્ય ભાવેશ પણ શ્રધ્ધાથી જ માનવામાં હિત છે. માટે દિલ વગેરેમાં જીવાત્પત્તિ થાય છે તે શ્રધ્ધાથી માનવુ જોઈએ. મહાભારતમાં પણ કહ્યું છે કે હું યુધિષ્ઠિર ! કાચાગોરસને અડદ-મગ વગેરે સાથે ખાવું તે માંસભક્ષણુ તુલ્ય છે. યોગશાસ્ત્રમાં આ બાવીશ પૈકી સેાળના નામપૂર્વક નિષેધ કરી શેષ અભક્ષ્યાને સંગ્રહ લેાકથી જણાવી સર્વાંને તજવાનું કહ્યુ છે.