Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૯૮
ધમ સંગ્રહ ગુરુ ભા૦ સારે દ્વાર ગા. ૩૪
દશવૈકાલિક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ લખે છે કે- કાલાતીત છાશ, દહીં, કાંજી, ઓસામણ, વગેરે રસમાં વિષ્ટાના કીડાતુલ્ય આકારવાળા અતિસૂકમ છે ઉપજે છે,
ગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે બે દિવસ (રાત્રી) વ્યતીત થયેલું દહીં તજવું. દ્વિદલ માટે પણ કહ્યું છે કે મગ, અડદ, વગેરે કઠોળ કાચા દૂધ-દહીં કે છાશ વગેરેમાં ભળે તે તુર્ત જ અસંખ્ય ત્રસ જીવે ઉપજે છે. કઠોળ તેને કહેવાય કે જેની સરખી બે ફાડ થતી હોય અને તેમાંથી તેલ નીકળતું ન હોય. મેથી, મેથીની ભાજી, કે કોઈ પણ કઠોળ અને તેની શિંગો, પાંદડા, વગેરે અંગે પણ કાચા રસમાં ભળવાથી જીવ ઉપજે છે.
ર૧. તુચ્છ ફળ – જેનાથી ભૂખ ભાંગે નહિ, એવા તુચ્છ ફળો, પત્ર, ફૂલ, મૂળીયાં, વગેરે અભક્ષ્ય છે, અરણી, કેરડે, સરગ, મહુડો, વગેરે વૃક્ષનાં પુષ્પો અને મહુડાં, જાંબુ, ટીંબરૂ, પીલુ, પાકા કરમદા, ગુંદા, પીચુ ફળ, બોરસલ્લી ફળ, કાચર, કેઠીંમડા, ખસખસ, વગેરે તુચ્છ ફળો છે. સંક્ષિપ્ત પાક્ષિક અતિચારમાં વાલેર-વડારને પણ અભક્ષ્ય કહ્યા છે. (તથા કેબિજ વગેરે પણ) ઘણા જીવથી સંસત હોવાથી વજર્ય છે, બીજા પણ મૂળીયા વગેરે તથા ચાળા - મગ- તુવર વગેરેની પૂર્ણ નહિ પાકેલી શીંગો, વગેરે દરેક ખાવા છતાં ભૂખ ન ભાંગે, હિંસા ઘણી થાય, ખાવાનું થોડું-ફેંકી દેવાનું ઘણું વગેરે અનેક કારણે તુરછ ફળ તરીકે અભક્ષ્ય કહ્યા છે.
રર. કાચા ગેરસ યુક્ત કાળ- સારી રીતે ગરમ કર્યા વિનાના દુધ, દહીં, છાશ, શિખંડ, વગેરે ગેરસમાં દ્વિદલ ભળવાથી અભક્ષય થાય છે. સંબધ પ્રકરમાં સંસક્ત નિયુક્તિની ગાથાની સાક્ષી પૂર્વક કહ્યું છે કે – સર્વ દેશમાં અને સર્વ કાળમાં કાચા રસમાં કઠોળ ભળતાં નિગોદ તથા પચેન્દ્રિય ત્રસ જીવે ઉપજે છે."*
અભક્ષ્ય ગણાય. કારણ કે લોટને કહેવડાવવાથી અસંખ્ય ત્રસ જીવ ઊત્પન્ન થાય, તેને ભાષામાં આથો કહે છે. કેરી દેશ પરદેશી કે તાજી વૃક્ષથી ઊતરેલી હોય પણ આદ્ર નક્ષત્રની હવા લાગતાં જ તેમાં ત્રસ જીવો ઉપજવાનો સંભવ છે. આ વિષયમાં ઘણું જાણવા યોગ્ય છે તે આ ગ્રન્થને વિસ્તૃત ભાષાંતરથી અને “અભક્ષ્ય અનંતકાય વિચાર” નામના પુસ્તકથી ગુરુગમથી જાણી લેવું.
૧૪. શાસ્ત્રમાં શ્રદ્ધાગમ્ય અને યુક્તિગમ્ય બે પ્રકારના પદાર્થો વર્ણવ્યા છે, મંદબુદ્ધિવાળા છ ન જ સમજી શકે તેવા ભાવે જગતમાં ઘણું છે, તેને શ્રધ્ધાથી માનવા જોઈએ અને યુક્તિથી સમજાય તેને યુક્તિથી સમજવા જોઇએ. ઉપદેશકે પણ શ્રદ્ધાગમ્યને શ્રધ્ધાથી અને યુક્તિગમ્યને યુક્તિથી સમજાવવા જોઈએ. તેથી વિપરીત રીતે ઉપદેશ કરનાર સિદ્ધાંતને વિરાધક છે એમ પંચવસ્તુની ૯૯૩ ગાથામાં કહ્યું છે. અહીં કહેલી ભક્ષ્યાભઢ્યની ઘણી બાબતે શ્રધ્ધાથી માનવા ગ્ય છે, કરુણુસમુદ્ર, વીતરાગ અને નિઃસ્વાર્થ ઉપકારી શ્રી અરિહંત દેવોએ ઉપદેશ એકતે જીવોના હિતાર્થે કરે છે, માટે તેમાં અસત્યને લેશ પણ નથી, આપણને ન સમજાય તેમાં ક્ષયે પશમ વગેરેની ન્યૂનતા કારણ છે. વિશિષ્ટ જ્ઞાનીઓ તે તેને પ્રત્યક્ષ જોઈ– જાણી શકે છે.