Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૩, શ્રાવકનાં ત્રીજ વ્રતનું સ્વરૂપ
૩. અર્થાતરઅસત્ય- ગાયને ઘડે, ઘોડાને ગાય, પુણ્યને પાપ, પાપને પુણ્ય કે મનુષ્યને દેવ વા ઈશ્વર કહે, વગેરે અર્થાન્તર અસત્ય,
૪. ગહ અસત્ય- પાપકાને આદેશ કરવો, અપ્રીતિકારક બોલવું અને ધથી તિરસ્કારરૂપ બલવું, એ ત્રણે ગહઅસત્ય જાણવું.
આ સ્થૂલ પણ મૃષાવાદને ત્યાગથી વિશ્વાસ, યશકીર્તિ, ઈષ્ટસિદ્ધિ, પ્રિયભાષા, આદેયવચનપણું, વગેરે ઘણું લાભ થાય છે, કહ્યું છે કે- સર્વ મંત્રો, વિવાઓ અને યેગો, વગેરે સત્યથી સિદ્ધ થાય છે, ધર્મ-અર્થ અને કામ પણ સત્ય હોય ત્યાં જ રહે છે રોગ-શોકાદિ પણ સત્યથી નાશ પામે છે. આ વ્રતને નહિ સ્વીકારવાથી કે અતિચાર લગાડવાથી જીવ જ્યાં
જ્યાં ઉપજે કે જાય ત્યાં તેને મુખના, જીહાના, ભાષાના, વગેરે વિવિધ રોગો થાય, બીજાઓથી તિરસકાર-અપમાન પામે, અપ્રિય ભાષક બને, મુખ–શરીર દુગધી મળે, સર્વત્ર અપયશ થાય. બુદ્ધિહીન-મૂર્ખ રહે અને આ ભવમાં જેલ, ફાંસી, છહા, વગેરે સજાને પાત્ર બને, દરિદ્રી બને વિગેરે અસત્યના ફળો જાણીને મૃષાવાદને તજ જોઈએ. હવે ત્રીજા વ્રતનું સ્વરૂપ અને વર્ણન કહે છેમૂછ્યું “ઘરથમHTદ – શ્વાનના
__ या निवृत्तिस्तृतीय तत् प्रोचे सार्वैरणुव्रतम् ॥२७॥ અર્થાત્ ચોરીનું કલંક લાગે તે રીતે પરધનને ગ્રહણ ન કરવું તેને સર્વજ્ઞ ભગવંતે એ ત્રીજું અણુવ્રત કહ્યું છે.
અદત્ત એટલે માલિકે આપ્યા વિના આદાન એટલે લેવું, તે અદત્તાદાન, તેને ત્યાગ તે અદત્તાદાન વિરમણ વ્રત છે. આ અદત્તના ૧. સ્વામિ અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત અને ૪. ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે છે. તેમાં
૧. સ્વામી અદત્ત- માલિકની સંમતિ વિના સોનું-વસ્ત્ર-પાત્ર વગેરે અચિત્ત, સચિત્ત કોઈ વસ્તુ લેવી તે.
૨. જીવ અદત્ત- સચિત્ત ફળ ફૂલ અનાજ વગેરે વસ્તુ માલિકે આપી હોય તે પણ તેમાં છવ હોવાથી તેને કાપવા, દવા, ખાવા. કે સેકવા, વગેરે કરવું તે જીવનું અદત્ત,
૩. તીર્થકર અદર- સાધુ-સાધ્વી અકસ્વ-આહાર-પાણી-અ-પાત્ર વગેરે શાઅથી નિષિદ્ધ છતાં નિષ્કારણ સ્વીકારે તે જિનાજ્ઞા વિરુદ્ધ હોવાથી તે તીર્થંકર અદત્ત.
૪. ગુરૂઅદત્ત- શાઅસંમત કખ્ય પણ લાવેલી વસ્તુઓ સાધુ જેની નિશ્રામાં હોય તે ગુરુની સંમતિ વિના વાપરે તે ગુરુઅદત્ત કહેવાય.