Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર. ૩. શ્રાવકનાં વતાનાં ભાંગા
કરી શકે, ગૃહસ્થ તે મન-વચન-કાયાથી પાપ કરવા-કરાવવાનો ત્યાગ કરી શકે. અનુમોદનાનો ત્યાગ ન કરી શકે, કારણ કે પૂર્વે (પૃ. ૫૭) માં જણાવ્યા પ્રમાણે અનિષેધ, પ્રશંસા અને સંવાસ, એમ અનુમોદના ત્રણ પ્રકારની છે, તેમાં ગૃહસ્થ પ્રથમ બે નો ત્યાગ કરે, પણ અવિરતઓની સાથે રહેવારૂપ સંવાસ અનુમોદનાને તજી ન શકે. અગિરમી પડિમાવાળા કેઈ શ્રાવક સંવાસ અનુમોદના તજી શકે, પણ તે કઈકને જ કઈ વાર જ હોય, તેથી તેની વિવક્ષા કરી નથી. માટે ગૃહસ્થ ઊત્કૃષ્ટથી બે કરશે અને ત્રણ ભેગથી અર્થાત્ દ્વિવિધત્રિવિધ ભાંગે જ પાપની વિરતિ કરી શકે.
એમ એક વ્રતની અપેક્ષાએ અસગી ભાંગા આઠ થાય, તેમાં કઈ બે વ્રત ઉચ્ચરે તે સિગી, ત્રણ ઉચ્ચરે તે વિકસગી, ચાર ઉચ્ચરે તે ચારસગી અને પાંચ ઉચ્ચરે તે પાંચસયેગી ભાંગ પણ થાય. તેમાં વળી ઉત્તરગુણરૂપ સાતે વ્રતને ભિન્ન ભિન્ન ગણતાં તે છ વ્રતના છ સગી, સાત વ્રતવાળાને સાતસગી, યાવત્ બારે વ્રતે ઉચ્ચરે તેને બાર સંગી પણ ભાંગા થાય.
એમ ઉપર કહ્યા તે મૂળ ભાંગા તે છ જ થાય, પણ તેના ઉત્તર ભાંગા દ્વિવિધત્રિવિધને એક, દ્વિવિધ-દ્ધિવિધના ત્રણ, દ્વિવિધ-એકવિધના પણ ત્રણ, એકવિધ-ત્રિવિધના બે, એકવિધ-દ્ધિવિધના છે અને એકવિધ-એકવિધના પણ છે, એ ઉત્તર ભાંગા (૧ + ૩ + ૩ + ૨ + ૬ + ૬ = ૨૧) ભાંગા થાય. જેમકે દ્વિવિધ-વિવિધ ભાંગે ઉત્કૃષ્ટ (સંપૂર્ણ) હોવાથી તેના ભેદ ન થાય, પણ દ્વિવિધ-દ્વિવિધમાં મન વચનથી, મન- કાયાથી એને વચનકાયાથી એમ ત્રણ ભેદ પડે. તે રીતે દ્વિવિધા-એકવિધના પણ માત્ર એક મનથી, એક વચનથી, કે એક કાયાથી, એમ ત્રણ ભેદ પડે– અને એકવિ - ત્રિવિધમાં માત્ર કરવું કે માત્ર કરાવવું, એમ બે ભેદ થાય, એકવિધ-દ્વિવિધમાં તે કરવું નહિ મન-વચનથી, કરવું નહિ મન-કાયાથી અને કરવું નહિ વચન-કાયાથી, એમ ત્રણ સ્વયં નહિ કરવાના તથા એ જ રીતે ત્રણ નહિ કરાવવાના મળી કુલ છ ભેદો થાય. અને એકવિધ-એકવિધમાં પણ કરવું નહિ માત્ર એક મનથી, માત્ર વચનથી, કે માત્ર કાયાથી, એમ ત્રણ, તથા કરાવવું નહિ માત્ર મનથી, વચનથી, કે કાયાથી એ ત્રણ મળી છે ભેદો થાય.
વળી ઉપર જે એકત્રતના મૂળ આઠ ભેદ કહ્યા, તે રીતે પાંચે વ્રતના ગણતાં ૩૨ ભેદો થાય, જેમકે-એકવ્રતના મૂળ છ ભેદ, તેને પાંચે ગુણતાં પાંચ વતના ત્રીસ અને તેમાં ઉત્તરગુણને એક તથા વ્રતરહિતને એક મળી બત્રીશ થાય.
એમ બારેય વ્રતના અસગી અને સગી ભાંગાનું ગણિત કરતાં કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ (તેરઅબજ ચોરાસી કેડ બાર લાખ સત્તાસી હજાર બસે બે) ભાંગા થાય છે. તેનું વિસ્તૃત વર્ણન, ગણિત તથા તે ગણિતની રીત વગેરે ધર્મસંગ્રહના વિસ્તૃત ભાષાંતરમાં દેવકુલિકાઓના ચિત્ર સહિત જણાવ્યું છે તે ત્યાંથી જોઈ લેવું.