Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૧- ઓપશમિક- સમ્યકત્વનું સ્વરૂપ
અનિવૃત્તિકરણના બળે ઘટાડીને વહેલાં (અનિવૃત્તિકરણના પ્રથમ ભાગમાં) ભેગવવા ગ્ય અને કેટલાંક દલિકોની સ્થિતિ વધારીને નિષ્ઠાકાળ પછીના કાળમાં ભેગવવા યોગ્ય બનાવે, એમ અનિવૃત્તિ કરણને પૂર્વ અંતમુહૂર્ત પછીના બીજા નિષ્ઠાકાળના અંતમુહૂર્તમાં જે મિથ્યાત્વના દલિકેન ઉદય થવાને હેય તેની સ્થિતિમાં ઘટાડો વધારે કરીને પહેલાં અને પછી ભોગવવા ગ્ય બનાવે, ત્યારે વચ્ચે અંતર પડે, તે કાળે ભેગવવા ગ્ય કેઈ દલિકે બાકી ન રહે, તેને અંતરકરણ (એટલે ચાલુ મિથ્યાત્વના સતત ઉદયની વચ્ચે અંતર્મુહૂર્ત જેટલું અંતર કર્યું) કહેવાય. એમ થવાથી મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ પડે, તેમાં અંતરકરણ (નિષ્ઠા કાળી પછીની મિથ્યાત્વની સ્થિતિને હેઠલી સ્થિતિ અને તે પહેલાંની (ક્રિયાકાળની) સ્થિતિને ઉપલી સ્થિતિ કહેવાય છે. આ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બન્નેને પણ પ્રત્યેકને લઘુ એક એક અંતમુહૂર્ત અને બન્નેને સમુદિત (સંપૂર્ણ અનિવૃત્તિકરણને) કાળ પણ અંતમુહૂર્ત કહ્યો છે. તેમાં પૂર્વભાગ (ઉપલી સ્થિતિ અર્થાત્ અનિવૃત્તિકરણનું ક્રિયાકાળનું પ્રથમ અંતર્મુહૂર્ત) પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિસમયે મિથ્યાત્વને ઉદય ચાલુ હોવાથી તે અવસ્થામાં જીવ મિથ્યાત્વી હોય, તે પૂર્ણ થતાં અંતકરણરૂપ અનિવૃત્તિકરણને નિષ્ઠાકાળ શરૂ થાય ત્યારે તે મિથ્યાત્વનાં દલિકથી રહિત હોવાથી તેના પ્રથમ સમયે જ જીવને મિથ્યાત્વના ઉદયના અભાવરૂપ પ્રથમ ઉપશમસમકિત પ્રાપ્ત થાય તે નિષ્ઠાકાળના પ્રથમ સમયથી શરુ થઈ ઉત્કૃષ્ટથી અંતરકરણ પૂર્ણ થાય ત્યાં સુધી એક અંતમુહૂર્ત ચાલુ રહે, માટે ઉપશમસમકિતને કાળ અંતમુહૂર્ત કહ્યો છે. એ રીતે જીવસ્વભાવે તે તે અધ્યવસાયરૂપ કરણ દ્વારા પ્રગટ થતા આ સમ્યત્વને નિસર્ગિક અને ગુરુ ઉપદેશાદિથી તત્ત્વરુચિ પ્રગટે તેને ઉપદેશરૂપ અધિગમદ્વારા પ્રગટવાથી આધિગમિક સમકિત કહેવાય છે.
આ સમ્યકત્વ યમ, પ્રશમ, વગેરે ભાવોને પ્રાણ છે, જ્ઞાન અને ચારિત્રનું બીજ છે અને તપ, શ્રત, વગેરેનું પ્રવર્તક છે. કેઈને તે તે કર્મોના આવરણથી જ્ઞાન, ચારિત્ર ન પ્રગટે તે પણ તેનું સમ્યકત્વ પ્રશંસનીય છે. પણ સમ્યકત્વ વિનાનાં જ્ઞાનચારિત્ર પ્રશસ્ત નથી. શ્રેણિક મહારાજા જ્ઞાન અને ચારિત્ર રહિત કેવળ સમકિતના બળે તીર્થકર બનશે. વિશેષાવશ્યક ભાષ્ય ગા. ર૭૩૪ માં કહ્યું છે કે વનને દાવાનળ ઉખરભૂમિ કે બળી ગયેલી ભૂમિ પાસે જતાં તૃણના અભાવે સ્વયં બૂઝાય તેમ સતત મિથ્યાત્વના ઉદયવાળો પણ જીવ અંતરકરણમાં મિથ્યાત્વલિકનો અભાવ હોવાથી પ્રથમ સમયે સ્વભાવે જ નૈસર્ગિક સમતિ પામે છે અને ગુરુ ઉપદેશ વગેરે નિમિત્તથી મિથ્યાત્વને પશમ થતાં વિશુદ્ધ પરિણામી બનેલે જીવ આધિગમિક સમતિ પામે છે.
આ સમકિતના પથમિક, શાયિક, લાપશર્મિક, વેદક અને સાસ્વાદન, એમ પાંચ પ્રકારે છે તેમાં ૧. ઔપશમિક- મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાને અનુદય એટલે ઉપશમ થવાથી થાય. આ સંમતિ વખતે જીવને એ ક સત્તામાં હોવા છતાં