Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર. ૧ સમ્યકત્વના પાંચ પ્રકારે
૫. સાસ્વાદન– ઉપશમ સમકિતના વર્ણનમાં જણાવ્યું તેમ અંતરકરણમાં વર્તતા કે જીવને પરિણામ મલિન થવાથી જઘન્યથી અંતરકરણને છેલ્લે સમય અને ઉત્કૃષ્ટથી છ આવલી જેટલો કાળ બાકી રહે ત્યારે અનંતાનુબંધીને ઉદય થાય, તેથી સમ્યક્ત્વનું વમન શરૂ થાય, ત્યારે (વમનમાં જેમ ભેજનનો કંઈક સ્વાદ રહે તેમ) સમકિતને કંઈક માત્ર આસ્વાદ હેવાથી તેને (સ + આસ્વાદ) સાસ્વાદન કહેવાય છે. ઉપશમ સમકિતના વમન કાળે મિથ્યાત્વનો ઉદય થયા પહેલાં અનંતાનુબંધીના ઉદયવાળું આ સમકિત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલી પ્રમાણ હોય છે અને તે ઉપશમથી પડતાં જ હોય છે.
પાંચે સમક્તિનું કાળમાન ઔપશમિક એક અંતમુહૂર્ત, સાસ્વાદન છે આવલી, વેદક એક સમય, ક્ષાયિક (ભવસ્થાની અપેક્ષાયે) સાધિક તેવીશ સાગરોપમ અને ક્ષાપશમિક સાધિક છાસઠ રાગરોપમ સુધી ઉત્કૃષ્ટથી રહે. તેમાં લાપશમિક સમકિતી કેઈ જીવ બે વાર વિજયાદિ ચાર પૈકી કઈ એક અનુત્તર વિમાનમાં કે ત્રણ વાર અમ્રુત દેવલેકમાં ઉત્પન્ન થાય, ત્યારે દે ભવના કુલ છાસઠ સાગરોપમ અને વચ્ચે મનુષ્યભવ થાય તેટલો કાળ અધિક એમ ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરેપમ સુધી રહે, પછી ક્ષાચિક બને અથવા ચાલ્યું જાય. આ કાળ એક જીવની અપેક્ષાયે કહ્યો. સર્વ જીવની અપેક્ષાએ તો આ સમકિત સર્વદા હે. ક્ષાચિક સમકિતી પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરેપમ ભેગવી પુનઃ મનુષ્ય થઈ કે ત્રીજે, ચોથે કે પાંચમે ભવે મોક્ષમાં જાય માટે મનુષ્યના ભાવ સાથે ગણતાં સંસારમાં તે સાધિક તેત્રીશ સાગરોપમ રહે. તત્ત્વથી તે મેક્ષમાં પણ આ સમકિત હાય માટે સાદિ-અનંત સ્થિતિ સમજવી.
સમકિત વગેરે ભાવે જીવને કેટલી વાર પ્રાપ્ત થાય?- સમગ્ર સંસારચક્રમાં ફરતાં જીવને ઓપશમિક અને સાસ્વાદન એ બે સમકિત ઉત્કૃષ્ટથી પાંચ વાર આવે અને જાય, શાચિક અને વેદક એક જ વાર આવે અને ક્ષાપશમિક અસંખ્ય વાર આવે અને જાય. વળી શ્રુતસામાચિક, સમ્યકત્વ સામાચિક અને દેશવિરતિ સામાચિક, એ ત્રણ ગુણે ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજારવાર આવે જાય અને સર્વવિરતિ સામાયિક ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર વાર પ્રગટે. (જઘન્યથી તે કોઈ જીવ પડ્યા વિના જ મોક્ષે જાય ત્યારે એ બધા ગુણ એક જ વાર પ્રાપ્ત થાય.)
એક ભવની અપેક્ષાએ તે શ્રુત, સમ્યકત્વ અને દેશવિરતિ, એ ત્રણ સામાયિક ઉત્કૃષ્ટથી બે હારથી નવ હજાર વાર અને સર્વવિરતિ બસેથી નવસે વાર આવે જાય.
આ સમ્યકત્વ કયા કયા ગુણસ્થાનકે હોય?– સાસ્વાદન બીજે, ઔપશમિક ચેથાથી અગીઅરમા સુધી, ક્ષાયિક ચોથાથી ચૌદમા સુધી અને વેદક તથા શાપથમિક ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી હેય.