Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધમસંગ્રહ ગુ. ભાવ સારોદ્વાર ગા. ૨૨
૫.-આસ્તિકા– જિનકથિત હોવાથી જીવાદિ તો સત્ય જ છે, એવું માનનાર આસ્તિક અને તેના તેવા પરિણામને આસ્તિકય કહેવાય. અન્યદર્શનનાં તે તે વચને સાંભળવા છતાં તેમાં આકાંક્ષા ન કરે, કેવળ જિનવચનમાં જ દઢ શ્રદ્ધાળુ હોય, તે આસ્તિક કહેવાય. તેને કદાચ અજ્ઞાન કે મેહથી કઈ જિનવચન ન સમજાય તો પણ તે પિતાની મતિમંદતા વગેરે માને અને જિનવચન સત્ય જ છે એમ માને કહ્યું છે કે જિનવચનના એક અક્ષરની પણ અશ્રદ્ધા તે જિનેશ્વર પ્રત્યે અશ્રદ્ધા છે, તેથી આસ્તિક આત્મા કેઈ વિષય ન સમજાય તે પણ શ્રદ્ધાથી તેને સત્ય જ માને.
આ લક્ષણનું સ્વરૂપ અન્ય આચાર્યોના મતે
૧. શમ– એગ્ય ગુરુના યુક્તિયુક્ત ઉપદેશથી સત્ય તમાં દઢ પક્ષપાત થવાથી મિથ્યાઆગ્રહ ટળી જાય તે શમ.
૨. સંવેગ- ચારે ગતિનાં ભયંકર દુખેને જાણીને કે પ્રત્યક્ષ જોઈને ભયભીત બનેલા તે દુઃખોમાંથી બચવા ધર્મનું સેવન કરે, એમ સંસારને અને તજજન્ય દુઃખેને તીવ્રભય પ્રગટે તે સંવેગ.
૩. નિવેદ- વિષેની વૃદ્ધિને ત્યાગ, વિષયોની દુષ્ટ આસક્તિથી આભવ-પરભવમાં જીવને ઘેર કષ્ટ સહન કરવો પડે, માટે વિષયે ત્યાજ્ય છે, એવી બુદ્ધિથી વિષય પ્રત્યે વૈરાગ્ય તે નિર્વેદ.
૪. અનુકંપા - કૃપા –દયા, જીવ માત્ર સુખને અથી અને દુઃખને દ્વેષી છે, માટે મારે કેઈને દુઃખ નહિ આપવું એમ સમજીને પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટે તે અનુકંપા.
પ. આસ્તિક્ય- શ્રી જિનકથિત ચરાચર, પ્રત્યક્ષ-પરોક્ષ, સર્વ ભાવોનું વર્ણન સત્ય જ છે, એવું માને, બોલે અને તેવું વર્તન કરે, તે જીવના પરિણામરૂપ આસ્થા-શ્રદ્ધા તે આસ્તિય.
આ પાંચે લક્ષણો સમકિતનાં જ્ઞાપક છે. તેનું પ્રગટીકરણ જીવમાં ઉ&મથી થાય છે. પ્રથમ આસ્તિક્ય, તેમાંથી અનુકંપા, તેના બળે નિર્વેદ-સંવેગ અને છેલ્લે શમ પ્રગટે. અહીં ગાથામાં પાંચ લક્ષણ જ કહ્યાં છે, તે પણ ઉપલક્ષણથી તેના સહચર સડસઠ ભે પણ આ પ્રમાણે છે.
૧. ચાર સહણ- (૧) પરમાર્થસંસ્તવ એટલે જીવાજીવાદિ પરમાર્થભૂત તને બહુમાન પૂર્વકને યથાર્થધ. (૨) પરમાર્થ જ્ઞાતૃસેવા- જીવાદિ તત્ત્વોના પથાર્થજ્ઞાતા, સંવેગી, એવા ધર્મોપદેશક જ્ઞાની ગુરુઓની સેવા. (૩) વ્યાપન્નરનવજનજેના દર્શન પામીને વસી ગયેલા પાસત્યાદિ કસાધુઓની સેવા સંસર્ગને ત્યાગ. અને