SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધમસંગ્રહ ગુ. ભાવ સારોદ્વાર ગા. ૨૨ ૫.-આસ્તિકા– જિનકથિત હોવાથી જીવાદિ તો સત્ય જ છે, એવું માનનાર આસ્તિક અને તેના તેવા પરિણામને આસ્તિકય કહેવાય. અન્યદર્શનનાં તે તે વચને સાંભળવા છતાં તેમાં આકાંક્ષા ન કરે, કેવળ જિનવચનમાં જ દઢ શ્રદ્ધાળુ હોય, તે આસ્તિક કહેવાય. તેને કદાચ અજ્ઞાન કે મેહથી કઈ જિનવચન ન સમજાય તો પણ તે પિતાની મતિમંદતા વગેરે માને અને જિનવચન સત્ય જ છે એમ માને કહ્યું છે કે જિનવચનના એક અક્ષરની પણ અશ્રદ્ધા તે જિનેશ્વર પ્રત્યે અશ્રદ્ધા છે, તેથી આસ્તિક આત્મા કેઈ વિષય ન સમજાય તે પણ શ્રદ્ધાથી તેને સત્ય જ માને. આ લક્ષણનું સ્વરૂપ અન્ય આચાર્યોના મતે ૧. શમ– એગ્ય ગુરુના યુક્તિયુક્ત ઉપદેશથી સત્ય તમાં દઢ પક્ષપાત થવાથી મિથ્યાઆગ્રહ ટળી જાય તે શમ. ૨. સંવેગ- ચારે ગતિનાં ભયંકર દુખેને જાણીને કે પ્રત્યક્ષ જોઈને ભયભીત બનેલા તે દુઃખોમાંથી બચવા ધર્મનું સેવન કરે, એમ સંસારને અને તજજન્ય દુઃખેને તીવ્રભય પ્રગટે તે સંવેગ. ૩. નિવેદ- વિષેની વૃદ્ધિને ત્યાગ, વિષયોની દુષ્ટ આસક્તિથી આભવ-પરભવમાં જીવને ઘેર કષ્ટ સહન કરવો પડે, માટે વિષયે ત્યાજ્ય છે, એવી બુદ્ધિથી વિષય પ્રત્યે વૈરાગ્ય તે નિર્વેદ. ૪. અનુકંપા - કૃપા –દયા, જીવ માત્ર સુખને અથી અને દુઃખને દ્વેષી છે, માટે મારે કેઈને દુઃખ નહિ આપવું એમ સમજીને પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટે તે અનુકંપા. પ. આસ્તિક્ય- શ્રી જિનકથિત ચરાચર, પ્રત્યક્ષ-પરોક્ષ, સર્વ ભાવોનું વર્ણન સત્ય જ છે, એવું માને, બોલે અને તેવું વર્તન કરે, તે જીવના પરિણામરૂપ આસ્થા-શ્રદ્ધા તે આસ્તિય. આ પાંચે લક્ષણો સમકિતનાં જ્ઞાપક છે. તેનું પ્રગટીકરણ જીવમાં ઉ&મથી થાય છે. પ્રથમ આસ્તિક્ય, તેમાંથી અનુકંપા, તેના બળે નિર્વેદ-સંવેગ અને છેલ્લે શમ પ્રગટે. અહીં ગાથામાં પાંચ લક્ષણ જ કહ્યાં છે, તે પણ ઉપલક્ષણથી તેના સહચર સડસઠ ભે પણ આ પ્રમાણે છે. ૧. ચાર સહણ- (૧) પરમાર્થસંસ્તવ એટલે જીવાજીવાદિ પરમાર્થભૂત તને બહુમાન પૂર્વકને યથાર્થધ. (૨) પરમાર્થ જ્ઞાતૃસેવા- જીવાદિ તત્ત્વોના પથાર્થજ્ઞાતા, સંવેગી, એવા ધર્મોપદેશક જ્ઞાની ગુરુઓની સેવા. (૩) વ્યાપન્નરનવજનજેના દર્શન પામીને વસી ગયેલા પાસત્યાદિ કસાધુઓની સેવા સંસર્ગને ત્યાગ. અને
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy