________________
પ્ર૦ ૧ સમ્યક્ત્વના પાંચ લક્ષણા
મ
સ્વીકારવાં અને નિરતિચાર પાલવાં, જે સમજ્યા વિના જ ત્રતાદિ ઉચ્ચરે છે, તેનું પચ્ચકખાણુ અશુદ્ છે, તેવા અજ્ઞ જીવ તે સમજ્યા વિના પ્રતિજ્ઞા કરવાથી નિશ્ચયથી મૃષાભાષી કહેવાય છે.
હવે ચાલુ મૂળ ગાથાના ચાથા પાદમાં કહેલાં પાંચ લક્ષણાનું વર્ણન કરે છે કે સમકિત આત્માના શુભ અધ્યવસાય રૂપ (અરૂપી) હાવાથી પ્રત્યક્ષ દેખાય નહિ, માટે તેને ઓળખવા પાંચ લક્ષણા આ રીતે કહ્યાં છે.
૧. રામ- અનંતાનુબંધી કષાયાના ઉય ટળવાથી કાઈને પ્રકૃતિએ જ, તા કાઈને કડવા વિપાક જોવાથી કષાયા શમે, ત્યારે શમ પ્રગટે છે. આ શમથી જીવ અપરાધી ઉપર પણ ક્રોધ કરે નહિ. અન્ય આચાર્યા ક્રાધની ચળ અને વિષયાની તૃષ્ણા શાન્ત થાય તેને શમ હે છે. પ્રશ્ન- ૨ શ્રેણિક તથા કૃષ્ણજી વગેરે અપરાધી કે નિરપરાધી પ્રત્યે પણ ક્રોધ કરવા છતાં સમકિતી હતા, તે તેમને શમ શી રીતે ઘટે ? ઉત્તર- પદાથ અને તેનુ લક્ષણ સાથે હોય જ એવા નિયમ નથી. લક્ષણ હોય ત્યાં લક્ષ્ય અવશ્ય હોય, પણ લક્ષ્ય હોય ત્યાં લક્ષણ હોય જ એવા નિયમ નથી. ધૂમ હોય ત્યાં અગ્નિ હોય જ પણ સઘળા અગ્નિ સાથે ધૂમ હોય નહિ. તેમ અહી' પણ શમ હોય. તેને સમકિત અવશ્ય હોય, પણ સમકિત સાથે શમ હોય જ એવુ નથી. શમના અભાવે પણ સમકિત હોય, માટે શ્રેણિક-કૃષ્ણજી વગેરેમાં શમ ન હોવા છતાં સમિત હતું. અથવા તેને ક્રેાધવૃત્તિ અને વિષયતૃષ્ણા સંજવલન કષાય જન્ય હતી એમ સમજવું, સંજવલન કષાય પણ અનંતાનુબંધી જેવા તીવ્ર હોય છે.
૨. સવેગ– માક્ષની તીવ્ર અભિલાષા. સમકિતી આત્મા રાજ્યના, ચક્રવર્તીના, કે ઈન્દ્રના સુખને પણ દુઃખ માને, એક મેાક્ષ સુખને જ સુખ માને, અને તેની જ અભિલાષા કરે.
૩. નિવેદ− (સંસારનાં સુખા પ્રત્યે) કંટાળા, થાક, સમકિતી જીવ વિવિધ દુઃખમચ આ સ'સારરૂપી જેલમાં કય જન્ય વિવિધ કદનાએ ભાગવે, તેમાંથી છૂટી ન શકે, પણુ તેનાથી કટાળેલા, થાકેલા, મમત્વ વિનાના શીઘ્ર છૂટવાની ભાવનાવાળા હોવાથી દુ:ખે કાળ પસાર કરે, કાઈ આચાર્યાં માક્ષ અભિલાષાને નિવે` અને સંસારના થાકને (રાગ્યને ) સવેગ કહે છે.
૪. -અનુકંપા- નિષ્પક્ષભાવે દુઃખીઓનાં દુઃ ખાને દુર કરવાની ઇચ્છા. પક્ષપાતથી તા વાઘ વગેરે પણ પોતાના બચ્ચાંની રક્ષા કરે છે, પણ તે અનુકપા ન મનાય. તેમાં પણ ખીજાનાં દુઃખાને ટાળવાની યથાશકય પ્રવૃત્તિ તે દ્રવ્યઅનુકપા અને દુઃખીનું દુઃખ જોતાં હૃદય દ્રવિત થાય તે ભાવઅનુકપા જાણવી. (અન્યત્ર બાહ્ય દુઃખથી પીડાતા પ્રત્યે દયા તે દ્રષદયા અને તેનાં પાપાચરણા – દુર્ગુણા જાણી તેના આત્મા પ્રત્યે દયા તે ભાવદયા, એમ પણ કહ્યું છે.)
૨. અથવા આ લક્ષણ્ણા નિશ્ચય સમકિતનાં છે અને શ્રેણિકાદિને વ્યવહાર સમકિત હતું. માટે પણુ દેષ નથી.