________________
પ્ર૦ ૧ સમ્યક્ત્વના સડસઠ ભેદા
(૪) કુદૃષ્ટિવન– ઔદ્ધ વગેરે અન્ય મિથ્યાધમી ઓના સંસર્ગના ત્યાગ.
૨. ત્રણલિંગ- ૧. શુશ્રુષા- ચતુર, રાગી, ચુવાન અને પત્નીથી પરિવરેલા, વિશિષ્ટ પુરુષને દૈવી સંગીત સાંભળવાના જેવા રાગ હોય, તેથી પણ અધિક રાગથી તત્ત્વ શ્રવણુની ઈચ્છા. ર. ધમ રાગ- કર્મના દોષથી ચારિત્ર ન પામી શકે, તે પણ માટી અટવીની મુસાફરીથી થાકેલા ભૂખ્યા બ્રાહ્મણની ધેખર મળતાં ખાવાની જેવી ઈચ્છા તેથી પણ અધિક ચારિત્ર ધર્મ ની અભિલાષા. ૩. – દેવગુરૂની વૈચાવચ્ચના નિયમ – જિનવચનના પાલક – પ્રચારક સદ્ગુરૂ અને અરિહંતદેવા (તેમનાં મર્દિશ – મૂર્તિ વગેરે) ની શાસ્ત્રાનુસાર પૂજા – ભક્તિ – સેવા – વગેરેના નિયમ–પ્રતિજ્ઞા. એમ સમકિતનાં આ ત્રણ લિંગા છે. જો કે વૈયાવચ્ચ તપના પ્રકાર છે અને તપ ચારિત્રરૂપ છે, તેથી આ લિંગમાં અંશ માત્ર ચારિત્ર ઘટે, છતાં તે અતિઅલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી.
૬૩
૩. દશવિધ વિનય – ૧. અરિહંત એટલે તીર્થંકરા તથા સર્વ સામાન્ય કેવલીઓ, ૨. સિધ્ધા, ૩. જિનમંદિર અને મૂર્તિરૂપશ્ર્ચા, ૪. શ્રુત-આગમા, ૫. ક્ષમાદિ દ્વવિધ ધર્મ, ૬. આચાર્ય ભગવંતા, ૭. ઉપાધ્યાય ભગવંતા, ૮. શેષ સર્વ પ્રકારના ચારિત્રવાળા સાધુઓ, ૯. પ્રવચન એટલે શાસન અને તેના આધારભૂત શ્રી સંધ, તથા ૧૦. દર્શન એટલે સમકિત તથા સમકિતવંત આત્માએ. આ દશેયના ૧. બાહ્ય સેવારૂપ ભક્તિ, ૨. વજ્રપાત્રાદિથી સત્કારરૂપ પૂજા, ૩. ગુણાની પ્રસ'સા, ૪. છતા અતા દોષોને નહિ બાલવારૂપ નિંદાને ત્યાગ અને ૫. વિવિધ આશાતના આને ત્યાગ. એ પાંચ પ્રકારે વિનય કરવા તે વિનયના દશ પ્રકારે જાણવા. ( અન્યત્ર સત્કારને ભક્તિમાં ગણીને તેના સ્થાને હૃદયગત પ્રીતિ – બહુમાનને વિનય કહ્યો છે.)
૪. ત્રણ શુદ્ધિ- ૧. જિનેશ્વરદેવ, ૨. તેમનાં કહેલાં આગમા અથવા તા અને ૩. તે તવાના આરાધક શ્રી ચતુર્વિધસંધ, એ ત્રણ સિવાય શેષ સઘળું અસાર છે, એવા મન્તવ્યથી સમકિત શુદ્ધ થાય માટે તેને ત્રણ શુદ્ધિ કહી છે. (બીજી રીતે મનથી એ ત્રણ સિવાય શેષ સ મિથ્યા માને, વચનથી એ ત્રણથી કાર્યસિદ્ધિ ન થાય તે ખીજાથી ન જ થાય એમ બેલે અને કાયાથી છેદન – ભેદ્યન થવા છતાં મિથ્યા દેવ – જીર્વાદિને ન નમે, એમ પણ ત્રણશુદ્ધિ કહી છે. )
૫. પાંચ દૂષણા- ૧. શંકા – શ્રીજિનવચનમાં દેશ કે સર્વ શંકા કરવી, ૨. કાંક્ષાસઘળાં કે અમુક મિથ્યાદનાની ઇચ્છા કરવી, ૩. વિચિકિત્સા – ધર્માનુષ્ઠાનના ફળમાં સદેહ રાખવા, અથવા વિત્તિગિચ્છા એટલે સાધુ-સાધ્વી વગેરેનાં મલ – મલિન વજ્ર–ગાત્ર વગેરેની દુગ ́છા કરવી, ૪. કુદૃષ્ટિ પ્રશંસા- મિથ્યાત્વીઓની કે તેમના ધર્મ વગેરેની પ્રશંસા કરવી, અને ૫. મિથ્યાત્વીના પરિચય– મિથ્યાત્વીઓના પરિચય – સહવાસ કરવા. આ પાંચ સમષિતને કૃષિત કરનારાં હોવાથી દૂષણા જાણવાં.