Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
}}
ધ સગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગા. ૨૨
માક્ષના ઉપાચા પણ છે. એ છ વિષયમાં કંચિત્ (સ્યાદ્વાદથી) અસ્તિત્વ માનવુ તે સમતિનાં છ સ્થાને છે. તેમાં
૧. આત્મા છે.– નાસ્તિકા માને છે કે પરપોટો પાણીમાં પ્રગટ થઈ પાણીમાં મળી જાય, તેમ પાંચ ભૂતમાંથી આત્મા પ્રગટ થઈ પાંચ ભૂતમાં જ મળી જાય છે, માટે આત્મા પાંચ ભૂતથી ભિન્ન પદાથ નથી. એ તેમાની માન્યતા મિથ્યા છે, કારણકે પ્રત્યેક મનુષ્યને સ્મૃતિ, ઇચ્છા, વગેરે અનુભવ સિદ્ધ આ ગુણા જ્ઞાનસ્વરૂપ છે, અર્થાત્ જ્ઞાનગુણ છે, તેણી વિના ઘટે નહિ, માટે તેના આધાર ગુણી તે જ આત્મા. બીજી વાત, આત્મા ચૈતન્ય (જ્ઞાન) સ્વરૂપ છે. તે ભૂતમાંથી પ્રગટે છે એમ ત્યારે કહેવાય કે જડ પાંચ ભૂતામાં ચૈતન્ય હોય, પાંચે ભૂતામાં ચૈતન્યના અંશ પણ નથી, તે તેમાંથી ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવી રીતે પ્રગટે ? જે જેમાં હાય તે તેમાંથી પ્રગટે, ચૈતન્ય પાંચ ભૂતાના ધર્મ છે જ નહિ, તેા તે એક કે પાંચે ભૂતામાંથી પણ કેવી રીતે પ્રગટે ? વળી મૃતકરૂપે પાંચ ભૂતનું બનેલું શરીર તેા તેવી જ સ્થિતિમાં રહી જાય છે અને ચૈતન્ય ચાલ્યું જાય છે. એ અનુભવ સિદ્ધ છતાં શરીરને જ આત્મા માનવે, તે કોઇ રીતે સંગત નથી. પાંચ ભૂતમય શરીરમાં રહેનાર અરૂપી અને ચેતનામય આત્મા શરીરથી ભિન્ન છે જ. જે આત્મા નામનેા પદાર્થ જ ન હોય તે ધર્મ-અધમ, પુણ્ય-પાપ, સઘળું નિષ્ફળ અને અને એ તે કઈ રીતે મનાય તેમ નથી. માટે ખીરનીરની પેઠે પુદ્ગલ મિશ્રિત છતાં તેનાથી ભિન્ન આત્માપદાર્થ છે, એમ માનવુ' તે પહેલું સ્થાન.
૨. આત્મા નિત્ય છે.– દેવ, મનુષ્ય, વગેરે આત્માના ભિન્ન ભિન્ન પાઁયા છે, પર્યાય નાશવંત છે, પણ પર્યાયાના આધાર આત્મા નાશવંત નથી, ભિન્ન ભિન્ન જન્માને અને અવસ્થાઓને ધાણુ કરનાર આત્મા તે નિત્ય જ છે. ખાળકને જે જન્મતાં જ સ્તનપાનની શ્વાસના જાગે છે તે આ ભવની તેા નથી જ, પૂર્વ જન્મેાની છે, તે ત્યારે જ ઘટે કે આત્મા પૂર્વભવથી આવેલા હાય! મરણુ એ આત્માનેા નાશ નથી, પણ શરીરના સચાગના વિયોગ છે. એક શરીરને છેડી અન્ય શરીરને ધારણ કરે છે જેમ ખાળ, ચોવન, વૃદ્ધત્વ, વગેરે ક્રમિક અવસ્થાઓને લાગવનારા આત્મા તે દરેક અવસ્થામાં તે જ છે, તેમ ક્રમશઃ નવા નવા ભવાને ધારણ કરનારા પણુ આત્મા નિત્ય છે. આ મતથી “બોધ્ધા આત્માને એકાન્ત ક્ષણિક નાશવ'ત માને છે તે મિથ્યા છે” તેમ માનવું તે ખીજું સ્થાન,
૩. આત્મા કર્તા છે.- નિશ્ચયથી તે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના કર્તા છે, પણ કુર્મને વશ રાગ-દ્વેષ કરે છે. એ વાત સર્વાંને અનુભવ સિદ્ધ છે. જીવને કર્મના બંધ થાય છે, માટે વ્યવહારથી તે કર્માંના પણ કર્યો છે. જે આત્મા કર્તા ન હોય તેા આત્મા સિવાય વિશ્વમાં અન્ય પદાર્થો સઘળા જડ છે, જડ તેા કઈ કરી શકે જ નહિ અને વિશ્વમાં વિવિધ ક્રિયા એ તે સર્વત્ર પ્રત્યક્ષ દેખાય છે, તેથી ચેતનદ્રવ્ય આત્મા વ્યવહાર નચથી શુભાશુભ પ્રવૃત્તિના કર્તા છે, એ સિદ્ધ છે. પ્રશ્ન- આત્મા સદાય સુખના અભિલાષી છે, તેા દુઃખદાયી