Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધમસંગ્રહ ગુ૦ ભાઇ સારદ્વાર . ૨૨
૬. આઠ પ્રભાવક– ૧. માવચની- તે તે કાળે વિદ્યમાન સર્વ આગમના સૂત્ર-અર્થ અને મર્મન જાણુ-જ્ઞાની ગુરુ. ૨. ધમકયક-નંદિષેણ મહાત્માની જેમ આક્ષેપણું, વિક્ષેપણ, સંવેગજનની અને નિર્વેદિની, એ ચાર પ્રકારની કથા દ્વારા શ્રોતાના સંદેહને દૂર કરી આ કર્ષણ વગેરે કરનારા વ્યાખ્યાનની લબ્ધિવાળા જ્ઞાની ગુરુ, ૩. વાદી-વાદ શક્તિને પામેલા. વાદી, પ્રતિવાદી, સભાજન અને મધ્યસ્થ, એ ચાર પ્રકારની રાજસભામાં ધર્મવાદ કરીને વિજય પામનારા શ્રી મલવાદી સૂરિ વગેરે. ૪. નૈમિત્તિક - પૂ. શ્રી ભદ્રબાહુ ગુરુની જેમ અષ્ટાંગ નિમિત્તના જાણ, શાસનની પ્રભાવના માટે ભૂત-ભવિષ્યાદિ ભાવને યથાર્થ જણાવનારા. ૫. તપસ્વી – શ્રી અંધસૂરિજીની જેમ કોઈ પદગલિક ઇચ્છા વિના કેવળ કર્મનિર્જરા માટે સમતાપૂર્વક અટ્ટમ, અઠ્ઠાઈ, માસક્ષમણ, વગેરે ઘેર તપ કરનારા. ૬. વિધાવાન્ - પ્રાપ્તિ વગેરે વિદ્યાઓને સાધી તેના પ્રભાવે શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા. ૭. યોગસિદિવિવિધ ગની સિદ્ધિ કરીને યોગચૂર્ણથી અંજન, પાદલેપ, લલાટે તિલક, વગેરે દ્વારા ભૂતપ્રેતાદિને વશ કરનારા– અનેક દુઃસાધ્ય કાર્યોની સિદ્ધિ કરનારા. ૮. કવી – કાવ્ય લબ્ધિથી વિશિષ્ટ કાવ્યની રચના દ્વારા શ્રી સિદ્ધસેન દિવાકરની જેમ રાજા-મહારાજાદિને પણ ધર્મ પમાડનારા.
જે કે જૈનશાસન સ્વયં પ્રભાવશાળી છે તે પણ એની સુવર્ણને વિશેષ ઘાટ આપીને શોભાવે તેમ પિતાની તે તે શક્તિઓ દ્વારા જૈનશાસનની પ્રભાવકતાને વિવિધ રીતે પ્રસિદ્ધ કરનારા મહાત્માએ પ્રભાવક ગણાય છે. એ ઉપરાંત પણ શાસ્ત્રાજ્ઞા મુજબ તીર્થયાત્રા, પૂજા, એ , મહત્સ, વગેરે કરનારા શ્રી વસ્તુપાલ, તેજપાલ, પેથડશા, ઝાંઝણશા, વગેરેની જેમ શાસન પ્રભાવના કરનારા સર્વ પ્રભાવક જાણવા. આ પ્રભાવકો સમકિતના બળે જ પ્રભાવના કરી શકે, માટે આઠ પ્રભાવકને સમકિતના ભેદોમાં કહ્યા છે.
૭. પાંચ ભૂષણે- ૧. જૈન શાસનમાં કૌશલ્ય એટલે ઉત્સર્ગ, અપવાદ, વગેરે વિવિધ અપેક્ષાવાળાં જિનવચનને તે તે અપેક્ષાને અનુસરીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષને આશ્રયીને તે તે રીતે વ્યવહાર કરવાની નિપુણતા. ૨. પ્રભાવના- પ્રભાવકોના વર્ણનમાં કહ્યું તે રીતે કરેલી પ્રભાવના સ્વ-પર હિતકારી, જિનનામકર્મનું કારણ અને સમકિતની પ્રાપ્તિ તથા શુદ્ધિ કરનાર છે. ૩. તીર્થસેવા- સંસાર સમુદ્રથી તારે તે તિર્થ, તેના સ્થાવર જગમ બે પ્રકારે છે. તેમાં શત્રુંજય વગેરે તથા જિનેશ્વરની કલ્યાણક ભૂમિઓ વગેરે સ્થાવર તીર્થો અને ક્ષમાદિ દશવિધ ધર્મના આધારભૂત ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ, ઉભયની સેવા. સ્થિરતા- જિનધર્મમાં અન્ય જીને સ્થિર કરવા, અથવા અન્ય ધર્મના ચમત્કાર આદિ પ્રભાવ જેવા છતાં નિજ ધર્મમાં સ્થિર રહેવું, ૫. ભક્તિ- જિનપ્રવચનની – સંઘની વિનય- બહુમાનપૂર્વક ભક્તિ કરવી, આ પાંચે કાર્યો અલંકારની જેમ સમકિતને શોભાવનાર હેવાથી તેને ભૂષણ કદાાં છે.