Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
થમ સંગ્રહ ગુરુ ભા૦ સારોદ્ધાર ગા. ૨૨
સમકિરૂપ કારણ તેના કાર્યરૂપ ભાવ ચારિત્રની સાથે જ હોય. પ્રશ્ન-આ રીતે તે અવિરતિવાળા શ્રેણિક રાજાને સમકિત નહિ ઘટે, અને શાસ્ત્રમાં તે તેઓને હાયિક સમકિતી કહ્યા છે, તેનું શું? ઉત્તર-થા – પાંચમા - છઠ્ઠા ગુણસ્થાનકે નિશ્ચય-સમકિત હોતું નથી. માટે શ્રેણિક વગેરેનું વ્યવહાર સમકિત જાણવું. શુદ્ધ નિશ્ચયનયના મતે સમકિત સાતમા ગુણસ્થાનકથી જ હોય છે. આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઊદ્દેશામાં “જે સમ્મતિ પાસડા જ મેણું તિ પાસહા” અર્થાત્ “જે સમ્યકત્વ તે જ મન (ચારિત્ર) છે અને જે મૌન તે જ સમ્યકત્વ છે. એમ કહ્યું છે.
- આ ઉત્તમ સમ્યકત્વનું પાલન નેહરાગવાળા, વિષયોની ગૃદ્ધિવાળા, વર્ક આચારવાળા, પ્રમાદી, ગૃહસ્થ કરી શકે નહિ. કિન્તુ ચારિત્રને સ્વીકારીને કરૂપ કાર્માણ શરીરનો નાશ કરવામાં સમર્થ જ્ઞાની વિર મહર્ષિએ જ કરી શકે. કે જેઓ અન્ત-પ્રાન ( નરસ-વિરસ) આહારાદિથી સંયમની સાધના કરે છે. પ્રશ્ન- આ વ્યાખ્યાથી તે નિશ્વય અને કારક બને સમિતિમાં કોઈ ભેદ નહિ રહે. કારણ કે કાક સમકિત પણ કારણરૂપે ક્રિયાની સાથે જ હોય છે. અને નિશ્ચય પણ ચારિત્રરૂપ ક્રિયાની સાથે હોય, એમ બન્નેનું સ્વરૂપ એક જ થયું? ઉત્તર- પ્રશ્ન બરાબર છે. કારક અને નિશ્ચય અને વિશેષ્યરૂપે (સ્વરૂપે) સમાન છે, પણ કારકનું વિશેષણ ક્રિયામાં સાથે રહેવા પણ છે અને નિશ્ચયનું વિશેષણ જ્ઞાન-દર્શનચારિત્રનું એકાકારપણું' છે, એમ બેમાં વિશેષણરૂપે ભેદ છે જ. વળી સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એ લક્ષણે પણ નિશ્ચય સમકિતમાં જ ઘટે, અન્યથા એ લક્ષણેના અભાવમાં પણ દેણિકને સમકિત માનવાથી તે લક્ષણ જ અસત્ય ઠરે. સદ્દધર્મ–વિશિકામાં ૧૭મી ગાથામાં કહ્યું છે કે “શાસ્ત્રમાં જે સમકિતને સુંદર સ્વરૂપવાળું કહ્યું છે તેમાં જ શમ, સંવેગ આદિને યેગ હોય છે. અર્થાત્ શમ સંવેગાદિ લક્ષણે નિશ્ચય સમકિતના છે.
અથવા બીજી રીતે ભિન્ન ભિન્ન નયની અપેક્ષાયે “જ્ઞાન-દર્શન–ચારિત્રમય નિશ્ચય સમકિતની વ્યાખ્યા જુદી જુદી રીતે પણ થાય, તેમાં જ્ઞાનપ્રધાન નયના મતે વિશિષ્ટ જ્ઞાન દશા તે નિશ્ચય સમકિત, ક્રિયાપ્રધાન નયના મતે ભાવચારિત્ર તે નિશ્ચય સમકિત અને દર્શન પ્રધાન નયના મતે તે તે સ્વતંત્ર સ્વરૂપે જ નિશ્ચય સમકિત છે જ. એમ નય ભેદે નિશ્ચય સમકિતનું સ્વરૂપ ભિન્ન ભિન્ન સ્વરૂપે પણ ઘટે, છતાં શુદ્ધ આત્મપરિણામને જ તત્ત્વ માનનાર નિશ્ચનયના મતે તે (ગશાસ્ત્ર પ્ર. ૪-૧ માં જણાવ્યા પ્રમાણે) ગુણગુણીનાં અભેદરૂપે સાધુને શુદ્ધ આત્મા તે જ જ્ઞાનરૂપ, તે જ દર્શનરૂપ અને તે જ ચારિત્રરૂપ પણ છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણમય શુદ્ધ આત્મા જ આ શરીરમાં રહે છે. એમ વિવિધ વ્યાખ્યા થઈ શકે. છતાં બધાનું તત્ત્વ એ જ છે કે “શુદ્ધ આત્મજ્ઞાન પૂર્વક સ્વરૂપ રમણતા માં તૃપ્તિ તે જ નિશ્ચય સમકિત છે, એમ સમકિતના બે પ્રકારો વિવિધ રીતે છે.
વળી કારક- રોચક અને દીપક એમ તેના ત્રણ પ્રકારે છે. તેમાં ૧. કારક- જિન આઝાને અનુસારે કરાતી શુદ્ધ ક્રિયા. આ ક્રિયા જેવાથી અન્ય જીવોમાં સમકિત પ્રગટવાનો