Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર મા. ૨૨
ભસ્મથી ઢાંકેલા અગ્નિની જેમ મિથ્યાભાવનાં પ્રેરક બનતાં નથી. અનાદિ મિથ્યાત્વી જીવને ઉપર કહ્યું તે પ્રમાણે (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એ ત્રણ કરણ દ્વારા) અંતરકરણમાં આ સમકિત પ્રગટે છે, તેની સ્થિતિ અંતમુહૂર્ત હોય છે અને ચારે ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રી પર્યાપ્તા જેને ગ્રન્થભેદ પછી તે પ્રગટ થઈ શકે છે. અને તે ઉપશમ શ્રેણીમાં પણ હોય છે.
ઉપર જણાવ્યું તેમ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથદેશે આવેલા અભવ્ય પણ સંખ્યાતઅસંખ્યાત કાળ સુધી તે જ સ્થિતિમાં રહે અને જિનેશ્વરદેવનું સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને “સંયમથી લેકમાં માન મળે, પરકમાં સુખ મળે,” એ આશયથી દ્રવ્ય સંયમને સ્વીકારે, અને દેશનૂન દશપૂર્વ સુધી શ્રુતજ્ઞાન પણ ભણે. એમ મિથ્યાદષ્ટિ પણ દેશનૂન દશપૂર્વ સુધી ફત ભણી શકે, માટે ત્યાં સુધીનું શ્રુત મિથ્યાત્વીને મિથ્યાત્વના ઉદય સહિત હેવાથી મિથ્યાશ્રુત અને સમકિતિને સમ્યગૂ શ્રત કર્યું છે, પૂર્ણ દશ પૂર્વે તે સમકિતિ જ ભણી શકે, માટે દશપૂવી કે તેથી અધિક જ્ઞાનવાળાને સમ્યક્રુત જ હોય.
સમતિ પ્રાપ્તિ અંગે કમગ્રન્થકારને મત- અહીં પ્રસંગોપાત્ત વિશેષ જણાવે છે કે- પૂર્વે જણાવ્યા પ્રમાણે અંતરકરણ (નિઝાકાળ)ના પહેલા સમયથી જીવ ઉપશમ સમક્તિ પામે, તે જ સમયથી ભવિષ્યમાં ઉદય પામનારાં મિથ્યાત્વનાં જે દલિકે સત્તામાં હેય તેને જેમ કે દ્રવી નામના ધાન્યમાંથી ઔષધિના બળે વિકાર ટાળે તેમ સમકિતના બળે મિથ્યાત્વને રસ તેડીને શુદ્ધ કરવા માંડે, ત્યારે ડાંગર ખાંડતાં કેટલાક દાણું ફેતરાં રહિત, કેટલાક અડધા ફેતરાવાળા અને બાકીના પૂર્ણ ફેતરાવાળા જ રહે, તેમ તે મિથ્યાત્વના દલિકે માંથી પણ કેટલાંક દલિકે મિથ્યાત્વના રસરહિત શુષ્ક, કેટલાંક અર્ધરસવાળાં મિશ્ર અને કેટલાંક પૂર્ણરસયુક્ત અશુદ્ધ જ રહે. એમ સત્તાગત મિથ્યાત્વના દલિડેના ત્રણ ભાગ થાય, તેને શાસ્ત્રની પરિભાષામાં ત્રણ પુજે કહે છે. તેમાંને શુદ્ધ પુંજ સમકિત મેહનીય, અદ્ધશુદ્ધ મિશ્રમેહનીય અને પૂર્ણ અશુદ્ધ મિથ્યાત્વ મેહનીય કહેવાય છે. અંતમુહૂર્તનું અંતરકરણ (ઉપશમ સમકિત) પૂર્ણ થાય ત્યારે એ ત્રણ પૈકી કોઈ એક પુજને ઉદય થાય જ. તેમાં શુદ્ધ પુંજ ભગવે તે લાપશમિક સમિતિવાળે, મિશ્રપુજ ભગવે તે મિશ્ર સમકિતી અને અશુદ્ધ પુંજ ભેગવે તે મિથ્યાત્વી કહેવાય. એમ ઉપશમ સમકિત પછી જીવ એ ત્રણ પૈકી કઈ પણ એક દષ્ટિવાળે બને. આ મત કર્મગ્રન્થકારને છે.
સિદ્ધાન્તકારને મત- કેઈ અનાદિ મિથ્યાત્વી જીવ અતિ ઉત્સાહના બળે તથાવિધ વિશિષ્ટ અધ્યવસાયને પામીને પૂર્વે જણાવ્યું તે અપૂર્વકરણ દ્વારા જ ગ્રથીભેદ સાથે મિથ્યાત્વના ત્રણ પુંજ પણ કરે અને તે પૈકી શુદ્ધ પુજને ભેગવત (ઉપશમ સમકિત વિના જ) પ્રથમ ક્ષાપશર્મિક સમકિત પામે અને મંદ ઉત્સાહી કઈ જીવ કર્મગ્રન્થના મતે જણાવ્યું તેમ યથાપ્રવૃત્તિ અપૂર્વ અને અનિવૃત્તિ, ત્રણે કરણના ક્રમે અંતરકરણ કરી તેના પ્રથમ સમયે જ ઉપશમ સમકિત પામે, પણ મંદ ઉત્સાહી હોવાથી ત્રણ પુંજ ન કરે, એથી