Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૨૨
અર્થાત્ જીવને સ્વભાવથી અથવા અધિગમ એટલે ગુરુને ઉપદેશ, કે પદાર્થને તાત્વિક બે તેનાથી મિથ્યાત્વને ઉદય અટકતાં પાંચ લક્ષણથી યુક્ત પાંચ પ્રકારનું સમક્તિ પ્રગટે છે.
યોગશાસ્ત્રના પહેલા પ્રકાશની ૧૭મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે અનાદિ કાળથી સંસારમાં ભમતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ત્રીસ કેડાડ, નામ અને ગોત્ર કર્મની વીસ ક્રેડાઝેડ, અને મોહનીય કર્મની સીત્તર કેડાર્કોડ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, તે પર્વતની નદીને પથર અથડાતાં કૂટાતાં ગેળ સુંવાળે બની જાય, અથવા ઘૂણ નામને કીડે કાષ્ટને કેરી ખાય તેમાં જેમ અક્ષરનો આકાર બની જાય, તેમ કર્મ તેડવાના આશય વિના જ દુઃખને ભોગવતાં સ્થિતિ ઘટે અને પુનઃ બંધાય, આ રીતે કર્મોની સ્થિતિમાં હાનિ-વૃદ્ધિ થયા કરે તેને જૈન પરિભાષામાં યથાપ્રવૃત્તિકરણ એટલે જીવને કેઈ આશય વિનાને યથાતથા એટલે જેમ તેમ પ્રવર્તતે કરણ એટલે અધ્યવસાય તે યથાપ્રવૃત્તિકરણ જાણવું. આ યથાપ્રવૃત્તિકરણદ્વારા સાતેય કર્મોની સ્થિતિ ઘટતાં-વધતાં છેલ્લે ઘટીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાઝેડ સાગરેપમ જેટલી બાકી રહે ત્યારે સર્વ સંસારી જીવને રાયણના વૃક્ષના મૂળની ગાંઠ જે દુર્ભેદ્ય આકરે રાગદ્વેષને તીવ્ર ઉદય થાય તેને જૈન પરિભાષામાં રાગ-દ્વેષની ગ્રથી કહેવાય છે. સાતે કર્મોની સ્થિતિ ઉપર કહી તેટલી ઘટી જાય ત્યારે જીવ આ ગ્રથી દેશે આ કહેવાય અને ત્યારે તેને ગ્રન્થીરૂપ અતિ તીવ્ર રાગ-દ્વેષને ઉદય થાય. પ્રાયઃ ભવ્ય અભવ્ય દરેકને અનંતીવાર આ યથાપ્રવૃતિ કરણદ્વારા સ્થિતિને ઘટાડે થાય, પણ ગ્રન્થીને ઉદય થતાં પુનઃ વાર વાર બંધાતાં કર્મોથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બનીને ચારે ગતિરૂપ સંસારમાં ભમે. તેમાં કઈ જીવની ભાવિ કલ્યાણની યોગ્યતા, એટલે ભવસ્થિતિનો પરિપાક વગેરે તથાભવ્યતા પ્રગટી હોય તે તે અપૂર્વકરણના બળે તે ગાંઠને તેડે. આ અપૂર્વકરણ એટલે પૂર્વે કદાપિ નહિ પ્રગટેલે આત્માને અપૂર્વ અધ્યવસાય (ઉત્સાહ) સમજે. તાત્પર્ય કે જેમ લાંબી વિષમ પણ મુસાફરીને અભ્યાસી ઉત્સાહથી પર્વત કે નદી વગેરે વિષમ ભૂમિને પણ ઉલંધી જાય, તેમ કઈ જીવ વિશિષ્ટ ઉત્સાહદ્વારા રાગ-દ્વેષની તે તીવ્ર પણ ગાંઠને ભેદી નાખે, રાગ-દ્વેષના ઉદયને વશ ન થાય, તેને જેના પરિભાષામાં અપૂર્વકરણ કહેવાય છે. આ ગ્રન્થીભેદ પછી અનિવૃત્તિકરણ અને અંતરકરણ કરે, તેમાં અનિવૃત્તિ એટલે સમકિતની પ્રાપ્તિ કર્યા વિના નિવૃત્ત નહિ થનાર-અવશ્ય સમક્તિ પ્રગટાવનારે અથવા તે અવસ્થામાં સર્વ જીવોને સમાન જે કરણ = આત્મપરિણામ, તે અનિવૃત્તિકરણ જાણવું. તેના દ્વારા અંતરકરણ થતું હોવાથી તેને અંતરકરણને ક્રિયાકાળ પણ કહેવાય છે, તે આ પ્રમાણે –
જીવને પ્રતિસમય મિથ્યાત્વને ઉદય ચાલુ હોય, તેમાં અનિવૃત્તિકરણના એક અંતમુહૂર્તના બે વિભાગ કરતાં બે લઘુ અંતમુહૂર્ત થાય, તેમાં પહેલા અંતમુહૂર્તને ક્રિયાકાળ અને બીજાને નિષ્ઠા કાળ કહ્યો છે. તે પૈકી પહેલા અંતમુહૂર્ત જેટલા ક્રિયાકાળની પછીના નિકાકાળના અંતમુહૂર્તે મિથ્યાત્વનાં જે કર્મલિકને ઉદય થવાને છે તેમાંથી કેટલાક દલિકેની સ્થિતિ