Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૧ ઓપશમિકનું સમ્યકત્વનું સ્વરૂપ
વિનાના સિદ્ધોના સમકિતમાં ઘટે છે, તેમ અપર્યાપ્ત છદ્મસ્થામાં પણ ઘટે. આ ક્ષયે પશમાદિ ભાવ જન્ય શુભ આત્મપરિણામથી જ “તત્ત્વાર્થશ્રદ્ધા” પ્રગટે છે. માટે તત્વાર્થશ્રદ્ધા (વિશ્વાસ) એ સમ્યક્ત્વનું કાર્ય સમજવું.
તત્વાર્થશ્રદ્ધા જેને પ્રગટે તેને સમ્યકત્વરૂપ શુદ્ધ આત્મપરિણામ તે હોય જ, એ જણાવવા અહી કાર્યમાં કારણને ઉપચાર કરીને તત્વાર્થ શ્રદ્ધાને સમક્તિ કહ્યું છે. નવતત્વમાં પણ “જીવાઈ નવપલ્થ” ગાથાથી જીવ અછવાદિ નવતને જે યથાર્થ સ્વરૂપે જાણે, અથવા મંદમતિથી ન જાણે તે પણ “શ્રીજિનકથિત વચન સત્ય જ છે” એવી શ્રદ્ધા કરે, તેને પણ સમ્યકત્વ કહેલું છે.
પ્રશ્ન- અહીં તમે જીવાજીવાદિ તત્વોમાં શ્રદ્ધાને સમકિત કહ્યું, પણ અન્ય ગ્રન્થમાં દેવ, ગુરુ અને ધર્મ, એ ત્રણને તસ્વરૂપ માને તેને સમકિત કહ્યું છે, તે કેમ ઘટે? ઉત્તર- તત્ત્વશ્રદ્ધારૂપ સમક્તિ સાધુ-શ્રાવક ઊભયને ઉદ્દેશીને છે અને “અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનમત એ જ સત્યધર્મ “એ સમતિ કેવળ શ્રાવકને માટે છે. કારણ કે શ્રાવકને અરિહંત પ્રત્યે પૂજ્યભાવ, સુગુરુની ભક્તિ-સેવાને ભાવ અને જિનકથિત ધર્મને કરવાની ભાવના. એમ ત્રણ તવોની પ્રાપ્તિરૂપ સમ્યકત્વ કર્યું છે. અથવા તે દેવ અને ગુરુનો જીવન્તવમાં અને ધર્મતત્ત્વને શુભ આશ્રવ તથા સંવર તત્ત્વમાં અંતર્ભાવ કરવાથી તે સમતિ પણ છવાછવાદિ તોની શ્રદ્ધારૂપ સિદ્ધ થાય છે.
આ સમ્યકત્વ શ્રીજિનકથિત ધર્મનું મૂળ છે. કારણ કે આ ગ્રન્થમાં કહેવાશે તે શ્રાવક વ્રતના ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા પૈકી એક પણ ભાંગે સમતિ વિના ઘટે નહિ, સમકિતવંતને જ ઘટે. માટે “સમ્યકત્વને ધર્મનું મૂળ કહ્યું છે. સમ્યક્ત્વની છ ભાવનાઓમાં “સમકિતને ધર્મવૃક્ષનું મૂળ, ધર્મ પ્રાસાદને પાયે, ધર્મનગરનું દ્વાર” વગેરે ઉપમાઓ અહી કહેવાશે તે આ રીતે યુક્તિસંગત છે.
સમ્યકત્વનું ફળ- આ સમકિત પ્રગટ થયા પછી વધારેમાં વધારે અર્ધપુદગલપરાવર્ત કાળમાં છવને અવશ્ય મોક્ષ થાય, તથા સમકિત પ્રાપ્તિ પછી આયુષ્ય બાંધે તે મનુષ્ય નિયમાં વૈમાનિક દેવ જ થાય. આ સમકિતવંત જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રચિને જે જે કાળે જે ધર્મ શક્ય હોય તે કરે અને અશક્યમાં શ્રદ્ધા એટલે યોગ્યતા પ્રગટાવી, કરવાની ભાવના રાખે. આવી ભાવના સેવતો જીવ પરમપદને પામે છે. એમ સંબધપ્રકરમાં કહ્યું છે.
સમ્યકત્વ પ્રાપ્તિનો કમ-એમ સમ્યકત્વનું સ્વરૂપ, ફળ, વગેરે જણાવીને હવે તે કયા ક્રમથી પ્રગટે? તે જણાવે છે કે –
ગુરુ “નિલrsfષામ, ના તળ ઉચા !
મિથાત્વાર્ષિ, રતન રિરા”