Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ઘમસંગ્રહ ગુરુ ભાવ સાક્કાર ગા. પ-૧૪
૩૩, પરોપકાર કરવામાં ચતુરાઈ–ચતુર પરોપકારી એવા મનુષ્યનું દર્શન સર્વને આનંદપ્રદ બને છે.૨૭
- ૩૪. લા–લજજાળુ કરેલી પ્રતિજ્ઞાને પ્રાણાન્ત પણ પાળે છે. માતા તુલ્ય ઉત્તમ વાત્સલ્યવાળી અને વિવિધ ગુણોને પ્રગટાવનારી લજજાને અનુસરનાર પ્રતિભાશાળી પુરુષ મરણને સ્વીકારે છે પણ પ્રતિજ્ઞાને ભાંગતા નથી.૨૮
૩૫, સૌમ્યતા–અક્રૂર-શાન્તપ્રકૃતિવાળાને સર્વ સુખે સુખે અનુસરી શકે છે અને ક્રૂર મનુષ્ય પ્રાયઃ બીજાને ઊગ કરાવે છે, માટે સૌમ્ય પ્રકૃતિ ધર્મ માટે જરૂરી છે.
એ રીતે ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કર્યું. અહીં કહેલા “ન્યાયથી ધન મેળવવું, સુસ્થાને ઘર બાંધવું, માતા-પિતાની પૂજા કરવી.” વગેરે વિધાને શાસ્ત્રમાં પ્રત્યક્ષ મળતાં નથી, તે પણ શિષ્ટાચારરૂપે આને ધર્મ કહ્યો છે, શાસ્ત્રમાં શિષ્ટાચારને ધર્મ કર્યો છે, આ ગુણ શિષ્ટ પુરુષે એ પાળેલા છે અને આજે પણ પાળે છે. શિષ્ટ પુરુષે આગમમાં ન હોય તેવું પણ જે આચરણ કરે તે આગમરૂપ ગણાય છે, એમ ધર્મરત્નપ્રકરણ વિગેરે ગ્રન્થમાં કહ્યું છે.
અહીં વિશેષ સમજવાનું છે કે “ધન કમાવું” એ ધર્મ નથી પણ “ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે, એ રીતે ઘરે કરવું એ ધર્મ નથી પણ “સુસ્થાને” એ ધર્મ છે, વગેરે અનુવાદ્ય અને વિધેય અંશને વિભાગ કરી માત્ર વિધેય અંશ તે ધર્મ છે એમ સ્વયં વિવેક કરે.
- બિન ભિન્ન નયથી ધર્મની વ્યાખ્યા અને સમન્વય-પ્રશ્ન-ન્યાયનું પાલન વગેરે અશોને અહીં ધર્મ કહ્યો તે ઉપદેશ-પદમાં કહેલી ધર્મની વ્યાખ્યા સાથે ઘટતું નથી, કારણ કે ત્યાં તે માતા-પિતાદિ પ્રત્યે હંમેશાં વિનય વૈયાવચ્ચાદિ સતસતુપ્રવૃત્તિ કરવી તેને ૧-સતતાભ્યાસ, મોક્ષમાર્ગના નાયક શ્રી અરિહતેનું વાર વાર પૂજન, દર્શન, કે નમન કરવું તેને ૨-વિષયાભ્યાસ પણ પુત્રની વયરુચિ અને પથ્યને વિચાર કરી તેને ક્રમશઃ સ્તનપાન, દૂધ, હલકું ભજન, આપીને પરિણામે ભારે પણ ખોરાક અપાય છે. રોગીને પણ પશ્ય હલકું ભેજન આપીને ક્ષુધા અને રુચિ વધારી શકાય છે. તેમ ધર્માનુષ્ઠાન માટે પણ સામાને અનુકુળ વતન કરી રુચિ વધારી શકાય છે. એ કારણે ધર્મોપદેશ પણ શ્રોતાની રુચિ, ગ્યતા વિચારીને તેને રુચે તે રીતે કરવાનું વિધાન છે. વર્તન પણ સામાની રુચિ સચવાય તે રીતે કરવું જોઈએ.
૨૭. પરોપકારી અને કૃતજ્ઞ એવા બે પુરુષના આધારે વિશ્વ ટકી રહ્યું છે, એમ શાસ્ત્ર કહે છે, માટે જીવન પરોપકારથી સફળ કરવું જોઈએ. જડ છતાં ખેતરને ચંચા પુરુષ વાવેતરનું, રાખ અનાજનું, દાંતમાં પકડેલું તૃણ પ્રાણાનું અને વજા મકાનનું રક્ષણ કરે છે, તે ચૈતન્યવંત મનુષ્યને પરોપકાર કર્યા વિના કેમ ચાલે ? મનુષ્ય ચાર પ્રકારના હોય છે. ૧–અપકારી પ્રત્યે પણ ઉપકાર કરનાર, ૨ – ઉપકારી પ્રત્યે ઉપકારી, ૩- ઉપકારીને વિસરી જનાર અને ૪– ઉપકારી પ્રત્યે અપકાર કરનાર. એમાં પ્રક્ષેમના બે જ મનુષ્ય છે, તેઓ જ ધર્મ માટે યોગ્ય છે, છેલ્લા બે પ્રકારે તે પશુ કરતાં પણ બદતર છે.
૨૮. નિર્લજ–ધિઠ્ઠ પુરુષ ધર્મ માટે અગ્ય છે, તે સજજને સંગ કરી શકતા નથી, પરિણામે વિવિધ દેને વશ પડી જીવન નિષ્ફળ ગુમાવે છે.