Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધસંગ્રહ ૩૦ ભા સારાવાર ગા. ૧૯
વળી આત્મ વીર્યના પ્રભાવ સમજાવવા, કે શરીખળ તુચ્છ છે, સદાચારના પ્રભાવે પ્રગટતું આત્મવી એ જ સાચુ' અને સાથે રહેનારુ ખળ છે. આવુ ખળ સદાચારીથી પ્રગટે છે અને સદાચારોથી પોષાતું તે ક્રમશઃ તીર્થંકર દેવના જેટલું વધે છે. મેરુ પર્વતને દંડ બનાવી પૃથ્વીને છત્ર બનાવનારા દેવા વગેરેનું ખળ સદાચાર રૂપી કલ્પવૃક્ષનું ફળ છે.
૩૪
એમ પ'ચાચારને મહિમા, પાપાથી કારમાં દુઃખા, અસદાચારાની દુષ્ટતા, મૂઢતાની દારુણુતા, જ્ઞાન–જ્ઞાનીના ઉપકારો, પુરુષાર્થના મહિમા, અને સાચું ખળ, વગેરે જાણીને શ્રોતા શ્રદ્ધા, સમજણ અને તનુરૂપ આચરણુ કરે ત્યારે આત્મતત્ત્વને સમજવાની ચાગ્યતાવાળા મન્યા છે, એમ સમજી તેને આત્મા, તેનુ અસ્તિત્વ, બંધ, મેાક્ષ, વગેરે અષ્ટભાવે સમજાવવા. ભૂખ્યાને ભાજનની જેમ શ્રદ્ધા, સમજણુ અને ક્રિયાના આદરવાળા જીવને આ પેલે તાત્ત્વિક ઉપદેશ સફળ થાય છે.
તેમાં પણ પ્રથમ શ્રુતધર્મની મહત્તા અને સાચુ' સ્વરૂપ સમજાવવું, જેમ કે-કયારામાં વૃક્ષ ઊગે તેમ શ્રુતધ રૂપી કચારામાં જ મેાક્ષ ફળને આપનારું ચારિત્રરૂપી ધ કલ્પવૃક્ષ ઊગે છે. એ શ્રુતના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા, એમ પાંચ પ્રકાશ છે, તેના મહિમા અનંત છે, તે શ્રુત જ આત્માનાં સાચાં નેત્રો છે, જે શ્રુતના ખળે દૃષ્ટ-અષ્ટ, હેય–ઉપાદેય, વગેરે સર્વ ભાવાને જાણે છે તેઓ જ તત્ત્વથી દેખતા છે. બાહ્ય નેત્રો પણ શ્રુતજ્ઞાનથી જ પદાર્થને જાણી સમજી શકે છે, શ્રુતરૂપી નેત્ર વિના દેખતા પણ તત્ત્વથી અધ છે. આ શ્રુતધર્મ દરેક દર્શનવાળાના જુદો જુદો છે, તેમાં સત્ય કયા ? તે જાણવા સેનાની જેમ શ્રુતની પણ કષ−છેદ અને તાપ દ્વારા પરીક્ષા કરવા સમજાવવું. તેમાં કૅષ એટલે કસોટીથી સોનાની જેમ શ્રુતની પરીક્ષા એ રીતે કરવી કે જે આગમમાં તપ, જપ, ધ્યાન, વિનય, દયા, દાન, શીલ, વગેરે શુભ આચારાને કરવાનાં વિધાના અને હિંસા, અસત્યભાષણ, ચારી, રાગ, દ્વેષ, નિંદા વગેરે પાપાચારાના સ્થળે સ્થળે નિષેધ હોય તે શાસ કષ (કસોટીથી) શુદ્ધ અને તેથી વિરુદ્ધ એટલે “વિષ્ણુએ અસુરાના ઘાત કર્યો તેમ અન્યધમી આના ઘાત કરવા, તેવાઓને હણવામાં પાપ નથી,” વગેરે અક બ્યનું વિધાન જેમાં હોય તે અશુદ્ધ જાવું.
કસોટીથી શુદ્ધ સાનાની પણ કાપીને પરીક્ષા કરે તેમ કશુદ્ધ શાસ્ત્રની પણ છેદથી પરીક્ષા કરવી. જેમ કે – શાસ્ત્રમાં ખતાવેલી ક્રિયાએ તેમાં જણાવેલા વિધિ–નિષેધાનુ સંપૂણ્ પાલન થાય તેવી અને શાસ્ત્રમાં પ્રગટ ન જણાતા પણ વિધિ–નિષેધાને જણાવનારી હોય, તે શાસ્ત્ર છેશુદ્ધ ગણાય.
શુદ્ધ પણ સાનાને ગાળીને પરીક્ષા થાય છે, તેમ કુષ અને છેદથી શુદ્ધ શાસ્ત્રની પણ તાપથી (અગ્નિ) પરીક્ષા કરવી, જેમકે વિધિ-નિષેધાને અનુરૂપ ક્રિયાનું ફળ પામી શકે તેવું જીવ – અજીવ વગેરે પદાર્થોનુ સ્વરૂપ જેમાં પરિણામી (એટલે સત્તારૂપે નિત્ય-સ્થિર છતાં તેમાં પર્યાય – રૂપાન્તરા થઈ શકે તેવુ...) જણાવ્યું હોય, અર્થાત્ જીવાજીવાદિ પદાર્થો