Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધમ સંગ્રહ ગુરુ ભ૦ સાકાર ગા. ૨૦
આ એકવીશ ગુણથી યુક્ત જીવને સર્વોત્તમ એવા જૈનધર્મરૂ૫ રનને પામવા માટે ઉત્તમપાત્ર, પિણાભાગના (૧૫-૧૬) ગુણવાળાને મધ્યમપાત્ર અને અડધા ગુણાળાને જઘન્યપાત્ર કહ્યો છે, તેથી ઓછા ગુણવાળે ધર્મરત્નને પામવા માટે દરિદ્ર તુલ્ય જણાવો.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રાવકધર્મવિધિ પ્રકરણમાં આ સામાન્ય ધર્મ પામવાની યોગ્યતાનાં અથ, સમર્થ અને શાસ્ત્ર અનિષિદ્ધ, એમ ત્રણ લક્ષણે આ પ્રમાણે જણાવ્યાં છે. ૧. અથી – ધર્મ માટે સ્વયં સામે આવેલે, જિજ્ઞાસુ અને વિનીત. ૨. સમર્થ – ધર્માનુષ્ઠાન કરવામાં નિર્ભય, ધીર અને સ્થિર (નિશ્ચલ). ૩. શાસ્ત્ર અનિષિદ્ધ- ૧. બહુમાન, ૨. વિધિતત્પરતા અને ૩. ઔચિત્ય પાળનારે. તેમાં
(૪) બહુમાનયુક્ત એટલે ધર્મકથાપ્રિય, નિંદા નહિ સાંભળનાર, નિંદા પ્રત્યે દયાળુ તત્વમાં એકાગ્રચિત્તવાળો તથા તને તીવ્ર જિજ્ઞાસુ.
(૪) વિધિતત્પરતા એટલે ગુરુવિનય, કાલે ક્રિયા, ઉચિત આસન, યુક્ત સ્વર અને પાઠમાં વિનય, વગેરે સર્વ વિધિમાં આદરવાળો.
(૪) ઔચિત્યવાન એટલે કપ્રિય, અનિધ કર્મકારક, સંકટમાં ધીર, યથાશક્ય ત્યાગી અને લબ્ધલક્ષ્ય, ઈત્યાદિ ઔચિત્યને અનુસરનારે.
આ ગ્રતાવાળે શ્રાવકના સામાન્ય ધર્મના અધિકારી ગણાય. વિશેષધર્મની રેગ્યતા માટે તે ત્યાં કહ્યું છે કે સમ્યકત્વ વગેરે આત્મગુણોને પામેલે અને નિત્ય ગુરુમુખે ઉત્તમ શ્રાવકની સામાચારીને સાંભળનારે. બીજે પણ કહ્યું છે કે- તીવ્ર કર્મોની મંદતા થવાથી પરલેકમાં હિતકર એવી શ્રી જિનવાણીને આદર અને વિધિપૂર્વક ઉપયોગથી સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણ. એમ ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કર્યું.
સાધુ ધર્મની ગ્યતા તેના વર્ણન પ્રસંગે કહેવાશે, તે પણ સંક્ષેપમાં તે આ પ્રમાણે છે.
આચદેશમાં જન્મેલે, ઉત્તમ કુળ-જાતિવાળો, લઘુકમ, તેથી નિર્મળ બુદ્ધિવાળો, “ચારગતિમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે, સંપત્તિ ચપળ છે, વિયે વિપતુલ્ય માત્ર આપાતમધુર છે, સગોને વિગ અવશય છે, પ્રતિસમય મરણ નજીક આવે છે અને કર્મના વિપાક મહાદારુણ છે.” ઈત્યાદિ સંસારવાસ નિર્ગુણ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળે છે, એવું સમજે છે અને તેથી વિરાગી થયે હોય, કષાયે–નેકષા મંદ થયા હોય, કૃતજ્ઞ અને વિનીત હય, રાજ્ય, દેશ, લેક, કાળ અને ધર્મથી વિરુદ્ધ કાર્યોને ત્યાગી હેય, રાજા મંત્રી અને નગરજનોને માન રીય હોય, પાંચે ઈન્દ્રિ અને અંગે પાંગ પૂર્ણ હોય, તથા શ્રદ્ધાળુ, ધીર અને દીક્ષા માટે સ્વયં ઉત્સાહી હોય, વગેરે ગુણવાળો આત્મા સાધુધર્મ માટે એગ્ય જાણો.