________________
ધર્મિલકુમાર રાસ
''
સમાચાર આપવા આવ્યો છું. તારો ભાઈ આ જગતમાં નથી. બાળા બોલી : “શું તે મરી ગયો ?" “ના. મેં માર્યો છે.” તેના અત્યાચારથી લોકો કંટાળ્યા હતા. મહારાજાનો હુકમ હતો. છેલ્લે આ ખડ્ગ તારા બંધુએ મને આપ્યું છે.
૨૪
હર
વીરમતીનું કપટ :- તેણીએ પોતાના ભાઈનું ખડ્ગ ઓળખ્યું. સંકેત ઉપરથી બધું સમજી ગઈ અને ભાઈનું વેર લેવા તેણી તત્પર થઈ. તેણીએ માયા વિસ્તારવા માંડી. “સ્વામિન્ !” તમારા જેવા વીરપુરુષને પામીને મારી જિંદગી આજે સફળ થઈ. આપ આ પલંગ ઉપર બેસો. હું ઉપર જઈને વિવાહની સામગ્રી તૈયાર કરું. પછી લગ્ન કરીને આપ અહીંયાં આ રત્નભુવનમાં રહો. મારી સાથે અખંડ સુખ આનંદ ભોગવો.” એમ કહી કુંવરને પલંગ બતાવી, તે માળ ઉપર ગઈ. ॥૨૫॥ કુંવર વિચાર કરવા લાગ્યો. આ પણ ધૂર્ત એવા ચોરની બેન છે. કહ્યું છે કે “ઠગ, ઠક્કર, સોની, સર્પ, શત્રુ, વાણિયો, શસ્ત્રધારણ કરનારો, વાંદરો, બિલાડી, આટલા નવજણાનો વિશ્વાસ કરવો નહિ. એમ વિચારી પલંગના એક ખૂણા નીચે તે છૂપાઇ ગયો. II૨૬॥
હવે આ બાજુ વીરમતીએ માળ ઉપર જઈને પલંગની બરાબર જ ઉપર રહેલી શિલા (પત્થર) હતી. તેની કળ કાઢીને, તે પથ્થર પલંગ ઉપર પછાડ્યો. તેથી પલંગના ચૂરા થઈ ગયા. પલંગ ધબાક દઈને નીચે રહેલા અંધારા કૂવામાં ઊતરી ગયો. તેણી માળ ઉપરથી નીચે ઊતરતાં બોલી - રે ! રાંકડા ! મારા બાંધવને હણીને તું ક્યાં જવાનો છે ? વીરમતીને ખબર નથી કે કુંવર છૂપાયો છે તેથી બચી ગયો છે. વીરમતીની વાત સાંભળી, તરત જ કુમારે છલાંગ મારી તેનો ચોટલો પકડ્યો. ૫૨ના ચોટલો પકડીને ઢસડીને મંદિરની (રત્નભુવનની) બહાર ખેંચીને લઈ આવ્યો. બંનેની નજર મળી. નયનો કમળની જેમ વિકસ્યાં. કુંવરના મુખને જોવા માટે, ચિંતારૂપી અંધકારને દૂર કરવા, સૂર્ય પ્રગટ્યો. રાત પૂરી થઈ અને પ્રભાત થતાં, ઉદયાચલ ઉપર સૂર્ય ચઢવા લાગ્યો. I॥૨૮॥
એક પ્રહર લગભગ પૂરો થવા આવ્યો હશે. ચોરનાં ઘરની શિલા ઢાંકીને કુમારે વીરમતીને આગળ કરીને નગરીના દરવાજામાં પ્રવેશ કર્યો. ચોરની જેમ આગલ લઈ જવાની આ ચોરની બેનને જોઈને લોકો હસવા લાગ્યા. જુઓ તો ખરાં ! કુંવર કેવા ચોરને પકડી લાવ્યો ? આવી મીઠી મજાક કરતાં લોકોને સાંભળતો કુમાર તો બાળાને લઈને રાજસભામાં આવ્યો. ।।૨૯।। રાજાને નમસ્કાર કર્યા. ચોરની સહોદરી (બેન) પણ રાજાને ચરણે સોંપી દીધી. ને જે બની હતી તે સધળી બીના રાજા પાસે કહી. રાજકુંવરના આવા અદ્ભૂત કાર્યથી રાજા અતિપ્રસન્ન થયા. “વત્સ ! તારી પાસે શક્તિ-ભક્તિ-બુદ્ધિ-ગાંભીર્ય-વિનય આદિ ગુણનો ભંડાર છે. તારા ગુણોનું કેટલું વર્ણન કરું ! આજે તો તેં મારા સર્વજનોને સુખી કર્યા ।।૩૦
રાજાએ સુભટોને આદેશ કર્યો. વીરમતીને સાથે લઈને પલ્લીમાં જાવ. ત્યાંથી બધો માલ લઈ આવો. સુભટો વીરમતીને લઈને જંગલમાં વટવૃક્ષની નીચે રત્નભુવનમાં ગયા. તેણીએ બતાવેલું, ચોરે જે જે ચોરી કરીને ભેગું કરેલું સઘળું દ્રવ્ય રાજસભામાં લાવ્યા. જે જેનું હતું તે તેનું પાછું સોંપવામાં આવ્યું. વીરમતી પલ્લીમાં ગઈ. રાજાની પુત્રી કમલસેના, જે રૂપે રંભા સમાન આજ સુધી કુંવારી હતી તે કુંવરીનું અગડદત્ત કુમારની સાથે વેવિશાળ કરવા જોષી બોલાવ્યા. શુભમુહૂર્તે કુમારને તિલક કરી વધાવ્યા. લગ્નનો દિવસ નિર્ધારિત કર્યો. ।।૩૧।।
કમળસેનાનાં લગ્ન :- રાજાની દીકરી - રાજકુંવરીનાં લગ્ન, શી કમીના હોય ? સામે પણ પુત્ર રાજવંશી. રાજનબીરો હતો. નગરજનો માટે પરમ ઉપકારી કુમારના લગ્નમાં શી ઉણપ હોય ? નિત્ય વરઘોડા