Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 473
________________ ૪૨૨ ધર્મિલકુમાર રાસ જી રે તિહાં મુનિ વચન તે સાંભળ્યું, જી રે પરદુઃખે ન રહે ધર્મ, જી રે લૂંટી માલ તસ્કર ભખે, જી રે મુઝ શિર હુએ પાપકર્મ..........૨૪ા જી રે .તેણે ગામ ઘાત તે નહી કરુ, જી રે ન રહ્યુ ચોરને લાર, જી રે ચિંતિ ચોરઘાટી તજી, જી રે છંડી નિજ હથિયાર....જી....॥૨૫॥ જી રે મુનિવાસિત નગરે ગયો, જી રે લોભ મત્સર પરિવાર, જી રે જીવ ઉપર કરૂણા ધરે, જી રે કરે આતમ ઉદ્ધાર....જી....l॥૨॥ જી રે ભદ્રકભાવે તે મરી, જી રે તું ધમ્મિલ અવતાર, જી રે જીવદયા ધર્મે કરી, જી રે પામ્યો ઋદ્ધિ ઉદાર....જી.... ૨ા જી રે પિતૃવિયોગે વ્યસન થકી, જી રે ગુરુવચને તપ કીધ, જી રે મંત્રી રમણી નૃપ સંપદા, જી રે તપથી અન્નુ મહાસિદ્ધ....જી....॥૨૮॥ જી રે એમ સુણી ધમ્મિલ પામીયો, જી રે જાતિસ્મરણ નાણ; જી રે કર જોડી ઉભો થઈ, જી રે કહે સવિ વાત પ્રમાણ....જી....ારી જી રે છઠ્ઠ ખંડે એ કહી, જી રે નવમી સુંદર ઢાલ; જી રે શ્રી શુભવીર મુનીસરે, જી રે દીયો ઉપદેશ રસાલ....જી.... કવા ધમ્મિલ રાજાનો પૂર્વભવ :- ધમ્મિલની વાણી સાંભળીને સૂરીશ્વરજી કહે છે હે રાજવી ! પૂર્વે ઉપાર્જન કરેલાં આપણાં કર્મો જ આપણને સુખદુઃખ આપે છે. તારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળ ! આ ભવથી, પૂર્વના ત્રીજા ભવમાં તેં જે અનુભવ્યું છે તેનો અવદાત તને કહું છું તે સાંભળ. ||૧|| કે કુમાર ! અજ્ઞાની આત્માઓ પશુ સરીખા હોય છે. જે પુણ્ય શું છે ? પાપ શું છે ? વળી તેનાં ફળ પણ શું છે ? તે કશું જાણી શકતા નથી. તે લોકો ભવસાગરમાં આવર્તના પ્રવાહમાં ડૂબે છે. એટલે સમુદ્રમાં જ્યાં ભમરીઓ ઘુમરાય છે અને તેમાં જે કોઈ આવી જાય તે ડૂબી જાય છે. તેમ અજ્ઞાની જીવો અજ્ઞાનતાએ ભવસમુદ્રમાં ડૂબે છે અને ઘણા દુઃખ અને સંતાપને પ્રાપ્ત કરે છે. તારા પૂર્વભવમાં આવી જ વાતો છે તે સાંભળ. ॥૨॥ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ભૃગકચ્છ નામે મોટું નગર હતું. તે નગરનો શત્રુદમન નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. IIII આજ નગરમાં મહાધન નામે એક કૌટુંબિક-ગાથાપતિ પણ રહેતો હતો. તેને સુનંદા નામે સ્ત્રી હતી. બંનેનો સંસાર સુખે ચાલ્યા કરતો હતો. સંસારના ફળ સ્વરૂપે એક પુત્ર થયો. જેનું નામ સુનંદ હતું. આ ગાથાપતિ મહાધન ગાઢ મિથ્યાત્વી હતો. જિનઆગમનાં એક પણ વચન કે વાણી તેના કાનમાં પ્રવેશ્યાં જ નથી. જન્માંધ જેમ સૂર્યનો તાપ જોઈ શકે નહીં, તેમ દયા ક્ષમા વગેરે વિવેક તત્ત્વને સમજી શકતો નથી. ।।૪।। દીકરો સુનંદ આઠ વરસનો થયો. તેને નિશાળે ભણવા મૂક્યો. કોણ જાણે મહાધનના ઘરમાં આ પુત્રની લાક્ષણિકતા જુદી હતી. સ્વભાવથી સરળ હતો. ભદ્ર પણ હતો. સચ્ચારિત્રવાન્ અને પ્રેમાળ હતો. પણ પોતાનાં કુળ-જાતિ પ્રમાણે કળાને પ્રાપ્ત કરી. ।।૫।। અભ્યાસ પૂરો થતાં દીકરો ઘેર આવ્યો. યૌવનના આંગણે આવેલ દીકરો ઘણો સમજુ અને ડાહ્યો ઠરેલ થયો. ભણતરની સાથે ગણતરમાં પણ

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490