Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

Previous | Next

Page 485
________________ ધર્મિલકુમાર રાસ વાંદરો ચણોઠીનો ઢગલો કરે, તે ઢગલાને અગ્નિ માનીને, તેનાથી ઠંડી મટાડતો હોય, પણ ડાહ્યો અને હોંશિયાર માણસ હોય તે શીત (ઠંડી) થી પીડાવા છતાં, વાંદરાના ટોળાનો સંગ કરતો નથી. અર્થાત્ ચણોઠીના ઢગલાને અગ્નિ માનતો નથી. વળી ઠંડી પણ તેનાથી ઊડે તે પણ તે માનતો નથી. તેમજ વાંદરાના ટોળામાં બેસવું તે પણ યોગ્ય નથી, તેવું ડાહ્યો માણસ સમજે છે. તેવી જ રીતે આ રાસમાં સમજવું. ||૧૦|| અજ્ઞાનની ગરમી (ગર્વ)થી ભરાયેલા અજ્ઞાની જીવો, આ પંડિતની રચનાને તુચ્છ માનશે. જેમ કે કંચુકીના કારણે, કૃશાંગી સ્ત્રી (કંચુકી ટૂંકી પડતાં) આનંદ માને છે કે જાણે ગર્ભ ન ભરાયો હોય, તેવી રીતે પંડિતજનની રચનાને અજ્ઞાનીજન વાંચીને આનંદ પામશે, પણ તેના સાર (હાર્દ)ને ગ્રહણ કરી શકશે નહીં. ||૧૧|| પણ જો પંડિત આગળ, શ્રુતના રાગથી સાંભળવાથી જિજ્ઞાસા રાખીને શાસ્ત્ર સાંભળશે તો શાસ્ત્ર સવાયું થશે અને પુણ્યરૂપી વડલાની શાખા ઘણી વિસ્તાર પામશે. અને તે માર્ગે ચાલનારને શીતલ છાયા આપવામાં ઉપયોગી થશે. ।।૧૨। ૪૩૨ અથ પ્રશસ્તિ તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજય દેવસૂરિરાયાજી, નામ દશોદિશ જેહવું ચાવું, ગુણીજન વૃંદે ગવાયાજી, વિજયસિંહસૂરી તસ પટ્ટધર, કુમતિ મતંગજ સિંહોજી, તાસ શિષ્ય સુરપદવિલાયક, લક્ષણ લક્ષિત દેહોજી......|| સંઘ ચતુર્વિધ દેશવિદેશી મલિયાં તિહાં સંકેતેજી વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતેજી, પ્રાયે: શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી, સૂરિવર આગે વિનય વિરાગે, મનના વાત પ્રકાશીજી......|| સૂરી પદવી નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધારજી, કહે સૂરી આ ગાદી છે તુમ શિર તુમ વશ સહુ અણગારજી, એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિવરમાં વરતાવીજી.....III સંઘની સ્થાને તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી, રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્યધજાઓ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી.....III મુનિ સંવેગી ગૃહી નિર્વેદી, ત્રીજો સંવેગ પાખીજી શિવમારગ એ ત્રણ કહીએ, ઇહાં સિદ્ધાંત છે સાખીજી આર્ય સુહસ્તિ સૂરી જેમ વંદે, આર્ય મહાગિરિ દેખીજી, દો તીન પાટ રહી મરજાદા, પણ કવિ જુગતા વિશેખીજી......||

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490