________________
કળશ
બહુશ્રુત સુવિહિત નયણે જોશે, તવ શ્રમ સફલો થાયો,
ગ્રંથે ન કુશલ મુશલ મતિ બોલે, માણેક મૂલ ન પાયો રે...મા...llી જેમ કપિ ગુંજા પુંજ કરીને, અગ્નિ જ્યુ શીત મટાયો,
પણ નરદક્ષ કપિકુલ સંગે, શીતાએઁ નનવ જાયો રે...મહા...ll૧ના પંડિત રચના બાલી સહેલે, અજ્ઞાન ગર્વ ભરાયો,
કંચુકી કારણે નંદે કૃશાંગી, જાણે ન ગર્ભ ભરાયો રે...મહા...l॥૧૧॥ પંડિત આગે શ્રોતા રાગે, સુણજો શાસ્ત્ર સવાયો,
૪૩૧
વિસ્તરશે વટશાખા પુણ્યની, પંથગ શીતલ છાયો રે...મા...૧૨/ ભાવાર્થ :- ગાયા ગાયા મેં મહાવીર પ્રભુના ગુણલા ગાયા છે. લોકાલોકમાં પ્રકાશ ક૨ના૨ શ્રી મહાવી૨ ૫રમાત્મા, જે જગતના પિતા કહેવાયા છે. એવા પરમાત્મા મહાવીર પ્રભુના મેં મારી મતિએ ગુણલા ગાયા છે. રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યે પરિવાર સાથે પ્રભુ પધાર્યા અને ત્યાં દેશનામાં સુધર્મા સ્વામી વગેરેની સામે પ્રભુવીરે ધમ્મિલકુમારનું ચરિત્ર સંભળાવ્યું. તે કથા દ્વારા અમે મહાવીર જિનેશ્વરના ગુણોને ગાયા છે. ।।૧।। અનભિલાપ્ય અને અભિલાપ્ય એમ બે પ્રકારે ભાવો છે. અનભિલાપ્ય એટલે ન કહેવાયેલા એવા ભાવો છે તેના અનંતમે ભાગે અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય ભાવો છે. તેના પણ અનંતમે ભાગે શ્રી મહાવીરસ્વામી પરમાત્મા દ્વારા જે કહેવાયું છે. તે સાંભળીને સુધર્માસ્વામી ગણધર ભગવંતે તે સૂત્રમાં રચ્યું છે. ॥૨॥
તે સૂત્ર રૂપે ગૂંથેલી પ૨માત્માની વાણી ગણધરોની પાટપરંપરાથી ચાલી આવેલ છે. તેમાંથી મહાજ્ઞાની ભગવંતો જે આચાર્ય ઉપાધ્યાય અને પંડિતોએ પંચાંગી (સૂત્ર-વૃત્તિ-ટીકા-ભાષ્ય-ચૂર્ણિ)ના સમુદાયરૂપે ઘણાં શાસ્ત્રો રચ્યાં છે. તે પછી બાર વર્ષના દુષ્કાળમાં વસ્તી અને ગામ ગુમાવવાથી અર્થાત્ ગામો ખાલી થવાથી, ભિક્ષા દુર્લભ થતાં, મુનિને પઠનપાઠનના સ્મરણમાં ધારણા ઓછી થવાથી ઘણું શ્રુત નાશ પામ્યું. અને થોડું રહ્યું. ।।૪।।
જેને જે યાદ રહ્યું તેણે તે તે પ્રમાણે રચના કરી. અને તે શંકાવાળું શાસ્ત્ર રાપ્ત થયું. છતાં પણ “ભવના ભ્રમણથી ભય પામેલા જીવોએ રચેલું સર્વ શાસ્ત્ર પ્રમાણિક છે.” બહુશ્રુત ગીતાર્થમાં આવા વચનથી તે સઘળું શ્રુત માન્ય કરાયું. ॥૫॥ પૂર્વધર, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન આ કલિયુગમાં એ સઘળાંએ નાશ પામ્યાં હોવાથી શાસ્ત્ર ઘણાં શંકાવાળાં થયાં અને બુદ્ધિ પણ મંદ થઈ જતાં બહુશ્રુતનાં વચનથી તે શાસ્ત્ર માન્ય કરાયાં. દો
આવાં શાસ્ત્રોમાંથી અતિમોટી “વસુદેવહિંડી” રચાઇ. તેમાંથી પૂર્વાચાર્યો દ્વારા આ ચરિત્ર કહેવાયું અને બીજા પંડિતો દ્વારા આ ધમ્મિલકુમારનું ચરિત્ર રચાયું. III આ સઘળી ભિન્ન ભિન્ન રચનાઓ જોતાં એક સરખી વાત જોવા મળતી નથી. તેથી પ્રાકૃત-ગદ્ય-પદ્ય સર્વ જોઈને આ સુંદર રાસ બનાવવામાં આવ્યો છે. ॥૮॥ બહુશ્રુત સુવિહિત ગીતાર્થના નયને આ રાસ જોવાશે, ત્યારે આ અમારો શ્રમ સફળ થશે. જેને ગ્રંથમાં પોતાની કુશળતા નહીં હોય એવા જડબુદ્ધિ કે મંદબુદ્ધિવાળાના બોલથી, આ માણેક સરખા રાસનું મૂલ્ય પ્રાપ્ત થશે નહીં. ।।૯।