Book Title: Dhammilkumar Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Devi Kamal Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 482
________________ ૪૨૯ ખંડ - ૬ : ઢાળ - ૧૦ પંખીની જેમ પરિવારથી નિર્યુક્ત, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ કર્મશત્રુ સામે શૂરવીર હતા. વૃષભની જેમ મહાવ્રતનો ભાર વહન કરવામાં મહાપરાક્રમી હતા. ।।૧૨।। સિંહની જેમ પરિષહો રૂપી સેનાથી નિર્ભય, અર્થાત્ પરિષહોને જીતનારા, ઉપસર્ગોમાં મેરૂ પર્વતની જેમ નિશ્ચલ હતા. સમુદ્રની જેમ ગંભીર સ્વભાવવાળા, ચંદ્રની જેમ આ શીતળતા ગુણથી જગતને પ્રિય હતા. ॥૧૩॥ જ્ઞાનતપના તેજથી સૂર્ય જેવા તેજસ્વી, મેલ દૂર થવાથી શુદ્ધ સુવર્ણની જેમ દીપતા, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શોને સહન કરતા, ધ્યાનરૂપી અગ્નિના તેજથી તેઓ ઝળહળતા હતા. ।।૧૪। દ્રવ્યાદિ ચાર ભેદમાંથી મુનિભગવંતને કોઈ પણ પ્રકારે બંધન ન હતું. દ્રવ્ય એટલે સચિત્ત-અચિત્ત અને મિશ્ર ભાવનું, ક્ષેત્રથી ગામ નગર અટવીનું, કાળથી સમયથી માંડીને દીર્ઘકાળ સુધીનું અને ભાવથી અઢારે પાપસ્થાનકોનું એ પ્રકારે તે મુનિવરોને કોઈ પ્રકારે બંધન હતું નહીં. વળી તે મુનિવરોના મનથી તૃણ કે મણિ, કંચન કે પાષાણ, સુખ કે દુઃખ, આલોક કે પરલોક એ સઘળુંયે સરખું હતું. કોઈ પ્રત્યે ન તો રાગ, ન તો દ્વેષ. ||૧૫ + ૧૬।। ભવ્યજીવોરૂપી કમળોને (પ્રતિબોધ) વિકસાવવા, સૂર્યસમાન, કર્મશત્રુનાં મૂળિયાં ઉખેડીને જાણે શિવસુંદરીને મેળવવાની ઉત્કંઠાવાળા ન હોય ! એવી રીતે દીર્ઘકાળ સુધી ત્રણે જણાએ સંયમ જીવનનું અપ્રમત્તપણે પાલન કર્યું. ।।૧૭। છેલ્લે આયુષ્ય પૂર્ણ થતાં, તેઓએ એક માસનું અનશન કરીને, પોતાની કાયાને સંલેખનાપૂર્વક વોસરાવી દીધી. ધર્મધ્યાનમાં આયુષ્ય પૂર્ણ થતાં ધમ્મિલ રાજર્ષિ બારમા દેવલોક જે અચ્યુત નામના દેવવિમાનમાં બાવીશ સાગરોપમ આયુષ્યવાળા ઇન્દ્રના સામાનિક દેવ થયા. ॥૧૮॥ સાધ્વીશ્રી યશોમતી અને સાધ્વીશ્રી વિમળાના જીવો આયુષ્યપૂર્ણ થતાં અનશન કરીને કાળધર્મ પામી બારમા દેવલોકે ઉત્પન્ન થયા. બાવીશ સાગરોપમના આયુષ્યવાળા તે પણ દેવો થયા. દેવલોકમાં દેવ સંબંધી સુખો ભોગવતાં સમય પૂરો થતાં ત્રણે પુણ્યાત્માઓ મહાવિદેહમાં અવતરશે. ઉત્તમ રાજકુળ મનુષ્યજન્મ ધારણ ક૨શે. ત્યાં પણ ઉત્તમ પ્રકારનાં સંસારનાં સુખોને ભોગવીને, સાધુસમાગમે ચારિત્ર ગ્રહણ કરશે, અનેક પ્રકારનાં તપ તપશે. તપ થકી સઘળાં કર્મને બાળશે. સકલકર્મ નાશ થયે કેવલજ્ઞાન પામી, કેવલીપણે વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરશે. આયુષ્ય પૂર્ણ થયે અવિચલ શિવસુખની સંપદાને પામશે. ૨ા ષટ્સ ભોજન ઉપર તંબોલ સરખી, ચરણ-કરણ-ગુણના રસિયા, એવા વિષેકીઓના ચિત્તને આનંદ ઉલ્લાસ આપનારી એવી આ છઠ્ઠા ખંડની દશમી ઢાળ શ્રી શુભવીરવિજયજી મહારાજે પૂર્ણ કરી. ૨૧॥ “આ સંસાર પરિવર્તનશીલ સ્વભાવવાળો છે.” એ નિયમ સંસારના દરેક પદાર્થો ઉ૫૨ સરખી રીતે લાગુ પડે છે. માનવજીવનમાં આવતાં પરિવર્તનમાં મુખ્ય કારણ તો આત્માનું પૂર્વજન્મમાં કરેલ શુભાશુભ કર્મ જ છે. કોઈનું જીવન સુખમાં, તો કોઈનું દુઃખમાં પસાર થાય છે. હા. સ્વર્ગલોકમાં ઘણાં વર્ષો એક સરખાં સુખમાં જાય છે. અને નરકલોકમાં ઘણાં વર્ષો દુ:ખમાં જાય છે. જ્યારે માનવજીવનમાં સુખ અને દુઃખ બંને અનુભવાય છે. એ જાણવા માટે અતિઉપયોગી આ ધમ્મિલકુમારનું કથાનક છે. તેના જીવનમાં ઘણાં પરિવર્તનો થયાં છે અને આ ભવમાં કરેલ સુકૃતનાં મીઠાં ફળ પણ આ જ ભવમાં મળેલ છે. હે ભવ્યજીવો ! તમે પણ સુખને ઇચ્છો છો ? તો ધમ્મિલકુમારની આ કથા વાંચી, તેની જેમ ૫રમાર્થમાં, ધર્મકાર્યમાં ઉદ્યમી થજો. ખંડ - ૬ : ઢાળ : ૧૦ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490